________________
૧૧૬
ઢાળ-૪ : ગાથા-૭
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અને ઘટઅભેદ એ બન્ને સાથે જોવા મળતા ન હોય...' આવા વાક્ય દ્વારા જણાવ્યું છે (પૃ. ૧૦૭) અને હવે અહીં પટમાં પણ ઘટના ભેદ-અભેદ બન્ને રહ્યા છે એમ જણાવી રહ્યા છો... તો તમારા આ વિવેચનમાં પૂર્વાપરિવરોધ નથી ?
સમાધાન
નથી.
શંકા - કઈ રીતે નથી ?
સમાધાન આ રીતે
‘અભેદ’ શબ્દનો અર્થ વિચારવો જોઈએ. ‘અભેદ' શબ્દના બે
અર્થ છે તાદાત્મ્ય અને સાદૃશ્ય... વિવક્ષિતઘડાનો પોતાનામાં જ જે અભેદ કહેવાય છે એ તાદાત્મ્યરૂપ (= ઐક્યરૂપ) અભેદ છે... પણ અન્યઘડામાં જે અભેદ કહેવાય છે એ તાદાત્મ્યરૂપ નથી... પણ સાદૃશ્યરૂપ અભેદ છે. આશય એ છે કે અન્ય ઘડો પણ ઘટ' છે જ. માટે એમાં ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકઘટભેદ છે નહીં... ભેદ નથી એનો મતલબ જ કે અભેદ છે. એટલે કે વિવક્ષિતઘટનો એ અન્યઘટમાં અભેદ છે... પણ એ વિવક્ષિતઘટનું તાદાત્મ્ય તો એમાં નથી જ એ, બન્ને ઘડા જુદા જુદા સ્પષ્ટ દેખાતા હોવાથી જણાય જ છે. તો આ અભેદ શાને જણાવે છે ? ઘટત્વરૂપે એ અન્યઘડામાં વિવક્ષિતઘટનું જે સાદૃશ્ય છે એને જણાવે છે. પટમાં એ સાદૃશ્ય પણ ન હોવાથી ઘટભેદ કહેવાય છે. પણ અભેદ નથી કહેવાતો. છતાં પટમાં પણ, વિવક્ષિતઘટનું દ્રવ્યત્વરૂપે તો સાદશ્ય છે જ. માટે પટમાં દ્રવ્યત્વાવચ્છિન્ન ઘટભેદ નથી... અર્થાત્ ઘટઅભેદ છે. અભેદ સાદૃશ્યરૂપ છે આ વાત સાવ અપૂર્વ જેવી નથી લાગતી ?
શંકા
સમાધાન
-
-
-
ના, રૈયાયિકને પણ એ માન્ય છે. તે આ રીતે આપણે જોયું કે પટમાં ઘટઅભેદ દ્રવ્યત્વાવચ્છિન્નઘટભેદાભાવરૂપ છે. વળી ભેદનો અભાવ એ પ્રતિયોગિતાવચ્છેદકરૂપ હોય છે. (આ વાત વ્યાપ્તિપંચકમાં આવે છે.) એટલે ઘટઅભેદ ઘટભેદાભાવ એ પ્રતિયોગિતાવચ્છેદક દ્રવ્યત્વરૂપ છે. વળી તૈયાયિકના મતે સાદશ્ય એ તદ્ભિજ્ઞત્વે સતિ તદ્ગતભૂયોધર્મ રૂપ છે. એટલે પટમાં ઘટનું સાદૃશ્ય ઘટભિન્નત્વ + ઘડામાં રહેલા દ્રવ્યત્વ, પૃથ્વીત્વ, પદાર્થત્વ વગેરે ધર્મરૂપ જ છે. આમ, પટમાં રહેલો ઘટઅભેદ, ઘટભેદના અભાવરૂપ છે, માટે દ્રવ્યત્વરૂપ છે ને તેથી સાદશ્યરૂપ છે, એમ નૈયાયિકને પણ માન્ય છે જ. ને તેથી આ કોઈ સાવ નવી અપૂર્વ (=કાલ્પનિક) વાત નથી.
Jain Education International
-
=
એટલે નિશ્ચિત થયું કે ‘અભેદ’ શબ્દના બે અર્થ છે, સાદૃશ્ય અને તાદાત્મ્ય...
ગ્રન્થકારે આ ગાથામાં જડમાં પણ ચૈતન્યનો જે અભેદ કહ્યો છે એ સાદૃશ્યરૂપ અભેદ છે એ સ્પષ્ટ છે. કારણ કે જડ વસ્તુ કાંઈ પોતે ચેતનાત્મક હોતી નથી... અર્થાત્ ચેતનનું તાદાત્મ્ય એમાં હોતું નથી. પણ દ્રવ્યત્વન સાદૃશ્ય તો છે જ. એમ, પટ પોતે કાંઈ ઘટાત્મક નથી... અર્થાત્ એમાં ઘટનું તાદાત્મ્ય નથી એ સ્પષ્ટ જ છે... છતાં પટમાં દ્રવ્યત્વન ઘટનું સાદૃશ્ય છે... ને માટે દ્રવ્યત્યેન ઘટનો ભેદ રહ્યો ન હોવાથી અભેદ રહ્યો છે... એટલે પ્રસ્તુતગાથાના વિવેચનમાં પટમાં ઘટનો અભેદ જે કહ્યો છે તે સાદૃશ્યરૂપ અભેદ કહ્યો છે.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org