________________
૧૧૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૭
ભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય જઇને મત પાવઈ રે ! ભિન્નરૂપમાં રૂપાંતરથી, જગિ અભેદ પણિ આવઈ રે | ૪-૭ |
ટબો- તિહાં = જડ - ચેતનમાંહિ, પણિ ભેદભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ, જે માટઈ - ભિન્ન રૂપ જે જીવાજીવાદિક તેહમાં, રૂપાન્તર દ્રવ્યત્વ - પદાર્થત્યાદિક, તેહથી જગમાંહિ અભેદ પણિ આવઈ. એટલઈ-ભેદભેદનાં સર્વત્ર વ્યાપકપણું કહિઉં. . ૪-૭
ગાથાર્થ - ત્યાં પણ ભેદભેદ કહેતાં જૈનમત વિજય પામે છે. આ જગમાં ભિન્ન રૂપવાળા પદાર્થોમાં પણ અન્યરૂપે અભેદ પણ આવે છે. ૪-૭ /
વિવેચન - જડ-ચેતનમાં પણ ભેદ-અભેદ જો કહેશો તો જૈનમતનો જ વિજય થવાનો છે. કારણ કે જેનો જ, સાવ ભિન્ન જેવા દેખાતા પદાર્થોમાં પણ કથંચિત્ અભેદ પણ માને જ છે.
આશય એ છે કે, જડ અને ચેતન ભિન્ન ભિન્ન છે. એ તો વિશ્વપ્રસિદ્ધ છે. હવે મને ને ર માં નૈયાયિકને જેમ માત્ર ધર્મભેદ માન્ય છે, ધર્મભેદ નહીં તો એને સમાન રીતે જ થતી નવો ન વેતન: એવી પ્રતીતિથી પણ ધર્મભેદ જ માનવાનો રહે, ધર્મીભેદ માની શકાય નહીં અને તેથી જડ-ચેતન વચ્ચે પણ અભેદ માનવાનો રહે. એટલે જડ-ચેતન વચ્ચે ભેદ અને અભેદ બન્ને જ માનવામાં આવે તો જૈનમતનો વિજય સિદ્ધ થઈ જ ગયો.
શંકા - જે અત્યંત ભિન્ન સ્વરૂપવાળાં જડ-ચેતન દ્રવ્યો છે એમાં ભેદ હોવો તો સમજાય જ છે. પણ અભેદ શી રીતે માની શકાય ?
સમાધાન - જે પ્રસિદ્ધ સ્વરૂપે પરસ્પર બિલકુલ ભિન્નરૂપવાળા છે એવા પણ જીવ-અજીવ વગેરે પદાર્થોમાં રૂપાંતરથી–એ પ્રસિદ્ધ સ્વરૂપ કરતાં અલગ દ્રવ્યત્વ-પદાર્થત્વ સ્વરૂપથી અભેદ પણ આવે જ છે. આશય એ છે કે જડમાં જીવત્વ ધર્મને આગળ કરીને તો જીવનો ભેદ છે જ... અર્થાત્ જીવતાવચ્છિન્નપ્રતિયોગિતાકજીવભેદ તો જડમાં રહ્યો જ છે.. પણ દ્રવ્યત્વ ધર્મને આગળ કરીને જીવનો ભેદ જડમાં રહ્યો છે ? આવો પ્રશ્ન પૂછવામાં આવે તો ના જ પાડવી પડે, કારણ કે જડદ્રવ્યમાં પણ દ્રવ્યવાવચ્છિન્નભેદ તો રહ્યો હોતો નથી જ, એ સ્પષ્ટ છે. એમ જડમાં પદાર્થત્વ રહ્યું હોવાથી પદાર્થવાવચ્છિન્ન હોય એવો કોઈ પણ ભેદ એમાં રહી શકતો નથી. એટલે કે પદાર્થવેન રૂપેણ જીવનો ભેદ પણ જડમાં રહ્યો નથી.. ભેદ નથી રહ્યો એનો અર્થ જ કે અભેદ રહ્યો છે
આ જ રીતે પટમાં ઘટવેન ઘટભેદ રહ્યો છે, પણ દ્રવ્યત્વેન તો ઘટભેદ રહ્યો નથી જ, માટે અભેદ રહ્યો છે. એમ શ્યામઘટમાં પણ રક્તઘટનો રક્તત્વન ભેદ રહ્યો છે, પણ ઘટવેન અભેદ રહ્યો છે. આમ ભેદ અને અભેદ સર્વત્ર સાથે રહ્યા હોવાથી એ બે વચ્ચે વિરોધ નથી......અને એ સર્વત્ર વ્યાપક છે.
શંકા - આ ઢાળની બીજી ગાથાના વિવેચનમાં શંકા-સમાધાન દરમ્યાન તમે પટમાં ઘટનો ભેદ છે-અભેદ નથી.. (અર્થાત્ ભેદ-અભેદ બન્ને છે એવું નથી) એવું પછી પટમાં ભલે ને ઘટભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org