________________
૧૧૪
ઢાળ-૪ : ગાથા-૬
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એ જ નખ છે' એવી જે પ્રત્યભિજ્ઞા થાય છે એને અભેદવિષયક ન માનતા સાદશ્યવિષયક માની સંગતિ કરાય છે. એમ ૫ એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞાની પણ તેને સાદશ્યવિષયક માની સંગતિ કરી શકાય છે. ને તેથી અભેદ માનવાની જરુર નથી. વળી પરિમાણ-આકાર વગેરેનું સાશ્ય તો છે જ, એટલે સાદૃશ્ય કાંઈ અસંગત નથી..
નૈયાયિક - નખમાં તો પ્રત્યક્ષ જ અભેદબાધક છે, માટે સાદૃશ્ય મનાય છે.
જૈન - ભેદવાદી પણ તમને કહેશે કે શ્યામો ન ર$: પ્રત્યક્ષ જ ભેદસાધક હોવાથી અભેદબાધક છે, માટે જ એવા પટ: પ્રત્યભિજ્ઞાન વિષય તરીકે સાદશ્ય જ માનવું પડશે.
નૈયાયિક - પણ શ્યામો ન ર. પ્રત્યક્ષના વિષયભૂત ભેદ ખુદ જ બાધિત હોવાથી એ પ્રત્યભિજ્ઞાના વિષયભૂત અભેદને શી રીતે બાધિત કરશે ?
જૈન - પણ ભેદ બાધિત છે એ કયાં હજુ સિદ્ધ થયું છે ? એટલે પાછી એ જ વાત આવીને ઊભી રહી કે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાન વિષયભૂત અભેદને બાધિત કરશે ? કે પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષના વિષયભૂત ભેદને બાધિત કરશે ? એનો નિર્ણય કરાવનાર કોઈ વિનિગમક નથી... માટે કોઈ કોઈને બાધિત કરી ન શક્વાથી ભેદ અને અભેદ બન્ને માનવા જ પડશે.
હવે, બીજી રીતે આ જ વાત વિચારીએ..
જૈન - તમે કહો છો.. ન એવાર્થ પટ: આવી પ્રાભિજ્ઞા અભેદને જણાવે છે. તો એ અમને માન્ય જ છે. પણ એ ભલે અભેદને જણાવે.. એમાં ભેદને ત્યાંથી ભાગી જવાની શી જરુર છે ?
નૈયાયિક - પણ અભેદ અને ભેદને વિરોધ છે, માટે ભેદ ત્યાં શી રીતે રહી શકે ? જૈન - પણ, શ્યામો ન રજી: પ્રતીતિ ભેદને જણાવે જ છે ને.. નૈયાયિક – એ પ્રતીતિ ધર્મીભેદને નથી જણાવતી. (પણ ધર્મભેદને જણાવે છે.) જૈન - એવું શા માટે ?
નૈયાયિક - એટલા માટે કે ભેદ-અભેદને વિરોધ છે... ને અભેદ પ્રત્યભિજ્ઞાથી સિદ્ધ થયેલ છે.
જૈન - તો પછી અન્યોન્યાશ્રયદોષ આવશે. ભેદ-અભેદને વિરોધ છે એ સિદ્ધ થાય તો સિદ્ધ થાય કે શ્યામો ન રW: એ પ્રતીતિ ધર્મભેદને જણાવતી નથી. અને એ પ્રતીતિ ધર્મીભેદને જણાવતી નથી એ સિદ્ધ થાય તો ભેદ-અભેદને વિરોધ હોવો સિદ્ધ થાય છે.
આમ, ભેદ-અભેદને વિરોધ છે નહીં. ને તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ-અભેદ બન્ને હોવામાં કોઈ વાંધો નથી. || ૪૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org