________________
૧૧૩
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૪ : ગાથા-૬
નૈયાયિક - પ્રત્યક્ષથી જણાતી પણ બધી વાતો કાંઈ સ્વીકારાતી નથી. જેમકે રેલના બે પાટા ભેગા થતા દેખાતા હોવા છતાં એમાં પાછળનું પ્રત્યક્ષ જ બાધક હોવાથી એને ભેગા મનાતા નથી. એમ શ્યામો ન ર: પ્રતીતિ, વડો વેતનઃ ની પ્રતીતિને સમાન હોવા છતાં, બન્નેના અર્થ અલગ-અલગ કરવા પડે છે. જડધર્મીમાં ચેતનનો ભેદ માની લેવામાં કોઈ બાધક ન હોવાથી ત્યાં ધર્મીભેદ માનવાનો.પણ શ્યામધર્મીમાં રક્તધર્મીનો ભેદ માનવામાં બાધક હોવાથી ત્યાં ધર્મીભેદ નહીં માનવાનો.
જૈન - એ બાધક કોણ છે ?
નૈયાયિક - સ એવાર્થ પટ: આવી પ્રત્યભિજ્ઞા જ એમાં બાધક છે. આ પ્રત્યભિજ્ઞા ધર્મીના અભેદને જણાવે છે. પછી એનો ભેદ શી રીતે માની શકાય ? નડ વેતન:, પટો ને પટ: આ બધામાં પાછળથી કોઈ પ્રત્યભિજ્ઞા થતી નથી કે જે અભેદને જણાવીને ભેદને બાધિત કરે. માટે ત્યાં ધર્મીનો ભેદ માનવાનો. પણ શ્યામો ર માં, પ્રત્યભિજ્ઞા ભેદને બાધિત કરતી હોવાથી ધર્મીનો ભેદ માનવાનો નહીં.
જૈન - શ્યામો : પ્રત્યક્ષ ભેદને જણાવે છે. તે એવયં પટે: પ્રત્યભિજ્ઞા અભેદને જણાવે છે. તમે કહો છો કે પ્રત્યભિજ્ઞાથી જણાતા અભેદને માનવાનો.. અને પ્રત્યક્ષથી જણાતા ભેદને (પ્રત્યભિજ્ઞાથી બાધિત થતો હોવાથી) નહીં માનવાનો. તો કોઈ આનાથી ઊંધું પણ કહી શકે છે ને કે પ્રત્યક્ષથી જણાતા ભેદને માનવાનો ને એનાથી બાધિત થતો હોવાથી, પ્રત્યભિજ્ઞાથી જણાતા અભેદને નહીં માનવાનો... તો હવે આમાં વિનિગમક કોણ ? અર્થાત્ તમારી જ વાત સાચી છે કે તમારાથી ઊંધું જે કહી રહ્યો છે એની વાત ખોટી છે. એવો નિર્ણય કરાવી આપે એવી યુક્તિ શું છે ?
નૈયાયિક - ૪ એવાર્થ પટ: આવી પ્રત્યભિજ્ઞા બધા જ શિષ્ટોને સમાન રીતે થાય છે.. ને પાછળથી પણ કોઈ એવી પ્રતીતિ થતી નથી કે જે આ પ્રયભિજ્ઞાને ભ્રમણારૂપ ઠેરવી દે... માટે એના વિષયભૂત અભેદને તો માનવો જ પડે.
જૈન - શ્યામો ન રW: એવું પ્રત્યક્ષ પણ બધા જ શિષ્ટોને સમાન રીતે થાય છે. અલબત્ બે પાટા ભેગા થતાં પણ બધા શિષ્યોને સમાન રીતે દેખાય છે... પણ એમાં તો પાછળથી બધાને - જ્યાં એ ભેગા થતા દેખાય ત્યાં પહોંચવા પર અલગ દેખાવા સ્પષ્ટ હોય છે... માટે ભેગા થતા જે દેખાય છે તે પ્રત્યક્ષ ભ્રાન્ત હોવાનો નિર્ણય છે... પણ) શ્યામો ન ર માં એવી કોઈ પ્રતીતિ તો પાછળથી પણ થતી નથી જ કે જે આ પ્રત્યક્ષને ભ્રાન્ત ઠેરવે. માટે એના વિષયભૂત ભેદને પણ માનવો જ પડે ને..
નૈયાયિક -શ્યામો ર: પ્રત્યક્ષને અમે કાંઈ બ્રાન્ત કહેતા નથી. પણ એની સંગતિ તો શ્યામવં રત્નમિત્રમ્ એવો અર્થ કરીને થઈ શકે છે.. પછી ધર્મીનો ભેદ માનવો જરુરી રહેતો નથી.
જૈન - એમ તો ભેદવાદી પણ તમને કહી શકે છે કે એવાર્થ પટ: એવી પ્રત્યભિજ્ઞાને અમે કાંઈ બ્રાન્ત કહેતા નથી... પણ કાપ્યા પછી ફરીથી ઊગેલો નખ જુદો જ હોવા છતાં “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org