________________
૧૧૨
ઢાળ-૪ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ભાસઈ છઈ, પણિ ધર્મિ ઘટનો ભેદ ન ભાસઈ ઇમ જો કહિછે, તો જડ ચેતનનો ભેદ ભાઈ છો, તિહાં જડત્વ ચેતનવ ધર્મનો જ ભેદ, પણિ - જડ - ચેતન દ્રવ્યનો ભેદ નહીં. ઇમ - અવ્યવસ્થા થાઈ. ધર્મનો પ્રતિયોગિપણ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખો છો. અનઈ પ્રત્યક્ષસિદ્ધ - અર્થઈ બાધક તો અવતરઈ જ નહીં. જે ૪-૬ | એવો કરવાનો હોય છે. એટલે શ્યામઘટમાં રક્તઘટનો ભેદ છે જ નહીં, માત્ર અભેદ જ છે. માટે ભેદ-અભેદ બન્ને એક જ સ્થાને રહે છે એ વાત બરાબર નથી.
જૈન - આ રીતે, ધર્મી વાચક શબ્દ સાથે બોલાયેલ નગુથી (નકારથી) પણ જો ધર્મીનો ભેદ ન માનતા માત્ર ધર્મનો ભેદ માનવાનો હોય તો તો ખડો ન વેતનઃ આવી પ્રતીતિ પણ ધર્મી જડમાં ધર્મી ચેતનનો ભેદ નહીં જણાવે, માત્ર ધર્મ જડત્વમાં ચેતનત્વના ભેદને જ જણાવશે. એ જ રીતે “ધર્મો નાધર્મ આવી પ્રતીતિ પણ ધર્મી ધર્માસ્તિકાયમાં ધર્મી અધર્માસ્તિકાયનો ભેદ નહીં દર્શાવે, માત્ર ધર્માસ્તિકાયત્વધર્મમાં અધર્માસ્તિકાયત્વધર્મનો જ ભેદ દર્શાવશે. આ રીતે સર્વત્ર જ્યાં
જ્યાં ધર્મી સાથે નકાર બોલાયેલો હશે એ ધર્મનો જ ભેદ દર્શાવશે, ધર્મીનો ભેદ તો દર્શાવશે જ નહીં... અને તો પછી ધર્મીમાં ક્યાંય ભેદ પ્રતીત જ ન થવાથી જડ ચેતન જુદા જુદા છે એમ કહી જ નહીં શકાય. અને શ્યામો ન ર: પ્રતીતિ હોવા છતાં શ્યામઘટ અને રક્તઘટ જેમ એક જ છે એમ જડ અને ચેતન પણ એક જ થઈ જશે... એટલે કે જડને પણ ચેતનરૂપે સ્વીકારવો પડવાથી દ્રવ્યવ્યવસ્થા જ ઊડી જશે.
નૈયાયિક - ગcો વેતનઃ પ્રતીતિમાં ચેતનધર્મીનો જ પ્રતિયોગી તરીકે ઉલ્લેખ છે. આશય એ છે કે પટો પટ: માં જેમ, ઘટ પ્રતિયોગીરૂપે ભાસે છે... ને તેથી પટમાં ઘટપ્રતિયોગિક ભેદ (ઘટનો ભેદ) ભાસે છે.. એમ પ્રસ્તુતમાં પણ જડમાં ચેતનપ્રતિયોગિક ભેદ જણાય છે.. ને તેથી જડ-ચેતન અલગ હોવાથી દ્રવ્યવ્યવસ્થાને કોઈ વાંધો નથી.
જૈન - તો પછી એ રીતે શ્યામો ર માં પણ રક્તઘટનો પ્રતિયોગી તરીકે સમાન રીતે ઉલ્લેખ છે. એટલે જડ-ચેતનની જેમ આ પ્રતીતિ પણ ધર્મીના ભેદને જણાવે જ છે, નથી જણાવતી એમ નહીં, એ તમારે માનવું જ પડશે. (નહીંતર તો પટો ન ધટ: શું તમે જે દૃષ્ટાન્ત આપ્યું છે એ પણ તમે આપી શકવાના નથી જ.... કારણ કે અમારો એ પ્રતીતિ માટે પણ તમને પ્રશ્ન છે જ કે ત્યાં પણ શ્યામો ને રજી: ની જેમ માત્ર ધર્મભેદ જ પ્રતીત થાય છે, ધર્મભેદ નહીં... એવું જ તમારે માનવું પડશે...) એટલે આવી બધી પ્રતીતિઓમાં સમાન રીતે ધર્મીનો ભેદ ભાસે છે એમ તમારે સ્વીકારવું જ પડશે ને આ રીતે પ્રત્યક્ષથી જ જે વાત (પરસ્પર ભેદ) સિદ્ધ થાય છે એમાં પછી બાધક તો અવતરતો જ નથી. કારણ કે પ્રત્યક્ષસિદ્ધ વાતમાં પણ બાધક સંભવતો હોય તો દુનિયાનો કોઈ વ્યવહાર જ ઊભો નહીં રહી શકે. પ્રત્યક્ષથી જ મયં ધટ: એમ જોઈને કહેવા પર કોઈ કહી શકે છે કે આમાં કોઈ બાધક હશે તો ? માટે આવો નિર્ણય નહીં કરી શકાય.. અને તો પછી કોઈ નિર્ણય કે તદનુસાર વ્યવહાર ઊભા જ શી રીતે રહી શકશે ? માટે પ્રત્યક્ષસિદ્ધ ભેદ સ્વીકારવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org