________________
li
શક્ય બને તો નવી અનુપ્રેક્ષાને અવગાહતી એક સ્વતંત્ર નાની પુસ્તિકા ખાસ કરવા જેવી છે જેથી રાસ ન વાંચનારા પણ આ પદાર્થોને સ્પષ્ટ રીતે સમજી શકે.
વાંચતા વાંચતા જે પ્રશ્નો થાય તે અલગ કાગળમાં ટપકાવતો હતો, પણ થોડા આગળ જતાં જ એનું સમાધાન આવી જાય ને પેલું લખાણ મારે કેન્સલ કરવું પડે. આ રીતે અનેકવાર અનુભવ્યું.
આપના લખાણને આ બહાને વાંચવાનો જે આનંદ આવ્યો તે ખરેખર અવર્ણનીય છે.
* સપ્તભંગી ઘણીવાર વાંચેલી, એક-બે વાર ભણાવેલી, પણ મને કદિ સંતોષ થયેલો નહિ. કંઈ જ સમજ પડી ન હતી. માત્ર ઉપર છલ્લો બોધ થયેલો. આજે આપશ્રીનું જે ચિંતન વાંચ્યું. એ માટે એની અનુમોદના કરવાના મારી પાસે કોઈ શબ્દો જ નથી. કોઈપણ વિશેષ આધાર વિના આવું સૂક્ષ્મ-ગૂઢ છતાં અત્યંત યુક્તિયુક્ત લખાણ કરવું મને તો અશક્ય જ લાગે છે. પણ એ આપશ્રીએ કર્યું જ છે.
નય” ઉપર પણ આવું જ સૂક્ષ્મચિંતન કરીને આપશ્રી લખો એવી ભારભરી ભાવભરી વિનંતી, જેથી જિનશાસનના આ અણમોલ તત્ત્વોને સ્પર્શવાનું સૌભાગ્ય સાંપડે. ***
ઘણી ઘણી નવી અનુપ્રેક્ષાઓ હોય એટલે સંશોધન આવશ્યક જ નહીં, અતિઆવશ્યક કર્મપ્રકૃતિ ત્રણ ભાગ, યોગવિંશિકા-પાંચમા કર્મગ્રન્થના પદાર્થો. દશવિધ સામાચારી ત્રણ ભાગ.. વગેરેનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધનની કૃપા વરસાવનારા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. સા. ને વિનંતી કરી... કાર્યોની અતિવ્યસ્તતા વચ્ચે પણ શ્રુતપ્રત્યેની ભક્તિના કારણે ને મારા પ્રત્યેની લાગણીના કારણે તેઓશ્રીએ યથાવકાશ પ્રથમ ઢાળનું વિવેચન જોયું.... સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું. અનેક બહુમૂલ્ય સૂચનો કર્યા અને બાકીનું મેટર અન્ય મહાત્માઓ પાસે સંશોધન કરાવવાનું સૂચન કર્યું.
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના એ સૂચન બાદ મેં સંપૂર્ણ મેટર પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજી ગણિવર પાસે સંશોધન કરાવવું તેમજ થોડું થોડું લખાણ બીજા મહાત્માઓ પાસે પણ સંશોધન કરાવવું એમ નક્કી કર્યું. અન્ય મહાત્માઓના નામ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીએ પણ સૂચવ્યા. તદનુસાર આ સંપૂર્ણ લખાણનું સંશોધન પં. શ્રી અજિતશેખરવિજયજીએ કાળજીપૂર્વક કર્યું છે તેમજ
પ્રથમ ઢાળ - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ સુ.મ. સા. બીજી-ત્રીજી ઢાળ – મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. ચોથી ઢાળ - મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ. પાંચમી-છઠ્ઠી ઢાળ - પ. પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂ. મ. સા. સાતમી-આઠમી ઢાળ - પ. પૂ. આ. શ્રી વિ. જગન્દ્ર સૂ. મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org