________________
10.
જો કે આ ગ્રન્થના અનેક વિવેચનો પૂર્વે પ્રકાશિત થયેલા છે. વર્તમાનમાં પણ એક નવું વિવેચન પ્રકાશિત થયું છે ને અન્ય થઈ રહ્યું છે. એટલે હવે ઓર એક વધારાના વિવેચનની શી જરૂર? આ પ્રશ્ન સ્વાભાવિક છે. પણ, આવો પ્રશ્ન મારું યોગવિંશિકાનું વિવેચન પ્રકાશિત થયું ત્યારે પણ હતો. એમ પાંચમા કર્મગ્રન્થના પદાર્થો + એના પર હેતુદર્શક વિશદ ટીપ્પણોવાળું પુસ્તક પ્રકાશન કરવાના પ્રસ્તાવ વખતે પણ હતો. છતાં, આ બન્ને પ્રકાશનો થયાં. ને અધ્યેતાઓને સ્પષ્ટ પ્રતીતિ થયેલી છે કે જો આ પ્રકાશનો પ્રકાશિત થયા ન હોત તો ઘણાં ઘણાં રહસ્યો જિજ્ઞાસુવર્ગને જાણવા ન જ મળત. આવી જ પ્રતીતિ પ્રસ્તુત પ્રકાશન અંગે પણ અધ્યેતાઓને અવશ્ય થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ને તેથી આ પ્રકાશન અવશ્ય કરવું એવો નિર્ણય કરીને લખાણ ચાલુ કર્યું. લખાણ દરમ્યાન ઓર વધુ ફુરણાઓ ને વધુ સ્પષ્ટીકરણ થયા, ને એનાથી મારા આનંદ-ઉલ્લાસ ઓર વધ્યા.
આમાં ઘણી ઘણી સ્વકીય અનુપ્રેક્ષાઓ છે. એમાં પણ સપ્તભંગી, અર્થપર્યાય-વ્યંજનપર્યાય... આ અંગેનું બધું લખાણ લગભગ અપૂર્વ છે, કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ કોઈ જ ગ્રન્થોમાં આવું વર્ણન મળતું નથી. એટલે જ આ વિવરણના સંશોધકોના આવા હૃદયોદ્ગાર સહજ રીતે પત્રમાં વ્યક્ત થયા છે
* તમારું વિવેચન વિચારવાથી મને ઘણી સ્પષ્ટતા થયેલ. ત્રણેક વખત તો વંચાયું-વિચારાયું. એમ લાગ્યું કે રાસના પદાર્થો એના આધારે સમજવા સ્યાદ્વાદશાસનની સમજ માટે અનિવાર્ય છે.
* દરેક પદાર્થ તર્કબદ્ધ શૈલિથી ખૂબ સુંદર રીતે ખોલ્યા છે. ને વિશેષમાં તો જૈનજગતુને આમાંની ઘણી વાત પહેલાં કદી વિચારી નહીં હોય એવી પ્રાયઃ લાગશે.
* અતિસૂક્ષ્મતાથી વિવેચ્યું છે. ગજબ કરી છે આપશ્રીએ... ખૂબ જ સચોટ તર્કપુષ્ટ વિવેચન છે. નવી જ દિશા ખોલનારું છે એ વિશેષ.
* મેટરનું લખાણ ખાસ્સે ઊંડાણવાળું અને વળી સાવ નવી જ ભાતનું હોવાથી ર-૩ વખત ધ્યાનથી વાંચી લઈએ પછી પદાર્થ પરિચિત બને
ખરેખર આપશ્રીએ ગજબની કમાલ કરી છે. એક તો વિષય ગહન, એમાં પણ વણખેડાયેલા પદાર્થો, પૂર્વગ્રન્થોમાંથી દિગ્દર્શન પણ ઓછું મળે. તેમાં નવો જ આવિષ્કાર લાવતી તર્કપુષ્ટ અનુપ્રેક્ષા રજુ કરીને ખરેખર નવસર્જન કર્યું છે. સપ્તભંગી ને વ્યંજન-અર્થપર્યાયના પદાર્થો જાણે અપર્યાપ્તાવસ્થામાંથી હવે પર્યાપ્તાવસ્થામાં આવ્યા તેવું લાગે. (અલબત્ત પૂર્વે કોઈકે તેને સ્પષ્ટ કર્યા પણ હશે, જે સાહિત્ય ઉપલબ્ધ નથી.) ખરેખર વાંચતા વાંચતા એવી અનુભૂતિ થઈ કે જાણે કોઈ પૂર્વનો ગ્રન્થ ક્યાંકથી સજીવન થયો હોય.
દર્શનશાસ્ત્રોના ખરેખર અપ્રકાશિત રહી ગયેલા પ્રમેયોને જ પ્રકાશિત કર્યા છે તેથી સસસવિશેષ ઉપકારક બને એવું લખાણ છે. દિવસ-રાત આ જ લેગ્યામાં, તેના જ વિચારોમાં રમમાણ રહ્યા હશો તો જ અને ત્યારે જ આવું સ્પષ્ટતાપૂર્વકનું ઊંડાણ હાંસલ થાય. આપના માર્ગસ્થ ક્ષયોપશમ, તર્કશુદ્ધિ વગેરેનો ફરી એકવાર પ્રત્યક્ષ પરચો મળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org