________________
12
આ બધા મહાત્માઓએ પણ કાળજીપૂર્વક સંશોધન કરીને બહુમૂલ્ય સુધારા વધારા સૂચવ્યા છે... એ બદલ તેઓનો સર્વેનો ખૂબ ખૂબ આભારી છું.
આ લખાણમાં સપ્તભંગી-તેમજ અર્થપર્યાય-વ્યંજનપયાયનું જે વિવરણ છે તે હાલ ઉપલબ્ધ કોઈ જ ગ્રન્થમાં જોવા મળતું ન હોવાથી લગભગ અપૂર્વ જેવું છે. છતાં અત્યંત તર્કબદ્ધ પ્રતીત થવાથી, જેઓ રાસનું આખા ગ્રન્થનું અધ્યયન ન કરે તેઓને પણ સપ્તભંગીનો વિશદ પરિચય થઈ શકે એ માટે એનું સ્વતંત્ર લખાણ કરવાનો વિચાર કર્યો. એ મુજબ એ લખાણ કર્યું. પછી તો એનું સંસ્કૃત રૂપાંતર પણ કર્યું ને વીસ સ્વતંત્ર ગાથાઓ બનાવી સ્વોપજ્ઞ સપ્તભંગી વિંશિકાગ્રન્થ તરીકે એનું અલગ પ્રકાશન પણ થઈ રહ્યું છે. આ બધી લગભગ અપૂર્વ વિચારણાઓ છે, એ વાત સાચી છે. છતાં સાવ નિર્મૂળ અને માત્ર સ્વકલ્પનાશિલ્પ નિર્મિત છે એવું નથી જ. સ્વદ્રવ્યાદિની વિવક્ષા, એ વખતના ચૈવ વગેરે ૭ ભંગ, અર્થપર્યાયમાં ભંગ સાત જ હોવાનો ને વ્યંજનપર્યાયમાં બે જ હોવાનો શ્રી સમ્મતિમાં કહેલો નિયમ, ઘટાદિપદવાણ્યતા એ વ્યંજનપર્યાય છે. એવી ગ્રન્થકારે રાસના ટબમાં આપેલી વ્યાખ્યા... મારી સંપૂર્ણ અનુપ્રેક્ષાના આ આધાર છે. આમાં ૭ અને બે ભંગ હોવાનો નિયમ શા માટે ? એના પર જે મનને સંતોષ થાય એવી અનુપ્રેક્ષા ચાલી. એને અનુસરીને પ્રસ્તુત વિવરણ તૈયાર થયું છે, એની બધાને નોંધ લેવા નમ્ર વિનંતી છે.
પૂર્વપ્રકાશિત મુદ્રણોને અનુસરીને યથાયોગ્ય પાઠ સ્વીકારી વિવેચન કર્યું છે. લખાણ પૂર્ણ થઈ ગયું... પ્રેસમાં કામ ચાલુ થઈ ગયું... ને બીજું પૂરું સંશોધન દરમ્યાન, આ જ ગ્રન્થનું વિવેચન તૈયાર કરનારા મુનિરાજશ્રી યશોવિજયજી ગણિવર પાસેથી લગભગ ૬ જુદી જુદી હસ્તલિખિત પ્રતોના પાઠાંતર ઉમેરેલી નકલ મળી. એટલે જે શંકાસ્પદ સ્થાનો હતા તે અંગે પાઠાંતર જોવા માટે એનો ઉપયોગ કર્યો છે. પ્રેષક મહાત્માને ધન્યવાદ.
સિદ્ધાન્ત મહોદધિ, સુવિશુદ્ધબ્રહ્મચર્યમૂર્તિ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. સહજાનંદી કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ. આ. શ્રીમદ્વિજય ધર્મજિસૂરીશ્વરજી મ. સા. શ્રી સૂરિમંત્રારાધક દક્ષિણ મહારાષ્ટ્રપ્રભાવક સ્વ. પૂ.આ.શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.
આ સુવિહિતગુરુપરંપરાની અનરાધાર કૃપાનો જ ચમત્કાર છે પ્રસ્તુત વિવેચન.... માટે આ વિવેચનમાં જે કાંઈ સારું છે એ બધાનું શ્રેય વસ્તુતઃ આ ગુરુવર્યોને જ છે.
વાચના દરમ્યાન મુનિરાજશ્રી ચિશેખરવિજયજી મહારાજે તથા સાધ્વીશ્રી પુષ્પદંતાશ્રીજી મહારાજે ટપકાવેલી નોંધ પણ વિવેચનમાં કેટલાક સ્થળે સારી ઉપયોગી બની છે. તથા સહવર્તી તપસ્વી-ત્યાગી શિષ્ય-પ્રશિષ્યાદિ વૃન્દનો પણ લેખન-પ્રૂફરીડિંગ-પ્રકાશનાદિમાં સતત જે વિવિધ સહકાર મળ્યો છે તેને પણ કેમ ભૂલી શકાય ? સુંદર પ્રસ્તાવના દ્વારા ગ્રન્થને અલંકૃત કરનારા પં. શ્રી અજિતશેખરવિજયજી ગણિવરને પણ ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org