________________
૧૧૦
ઢાળ-૪ : ગાથા-૪-૫ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ શ્યામભાવ જે ઘટ છઇ પહિલાં, પછઇ ભિન્ન તે રાતો રે .. ઘટભાવઇ નવિ ભિન્ન જણાઈ, સી વિરોધની વાતો રે | ૪-૪ |
ટબો- ભેદભેદનો પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્યઈ દેખાડઈ છઇ- જે ઘટ પહિલા - શ્યામભાવ છઇ, તે પછઈ - રાતો ભિન્ન જણાઈ છઇ, અનઈ બિહું કાલિં ઘટભાવઇ અભિન્ન જ જણાઈ છઇ, શ્યામ રક્ત અવસ્થાભેદઈ ઘટ એક જ છે. તો ઇહાં વિરોધની વાત સી કહેવી ? | ૪-૪ બાલભાવ જે પ્રાણી દીસઇ, તરુણ ભાવ તે ન્યારી રે ! દેવદત્ત ભાવઈ તે એક જ, અવિરોધઈ નિરધારો રે | ૪-૫ ૫.
- ટબો- હવઇ આત્મદ્રવ્યમાંહિ ભેદભેદનો અનુભવ દેખાડઈ છઇ. બાલભાવઈ = બાલકપણે, જે પ્રાણી દીસઇ છઈ, તે તરુણ ભાવે ન્યારો કહતાં - ભિન્ન છઈ. અનઈ દેવદત્તભાવઈ તે મનુષ્યપણાનાં પર્યાયછે તે એક જ છછે. તો એકનો વિષઈ બોલતરુણભાવતું ભેદ, દેવદત્તભાવઈ અભેદ એ અવિરોધે નિર્ધારો. ૩ રં
ગાથાર્થ - જે ઘડો પહેલાં શ્યામભાવવાળો છે એ પછી ભિન્ન એવા રક્તભાવવાળો થાય છે અને ઘટપણાંથી તો ભિન્ન જણાતો નથી. માટે વિરોધની શી વાતો છે ? / ૪-૪ |
વિવેચન - ભેદ અને અભેદ... બન્ને પ્રત્યક્ષથી જણાય છે એ વાત પહેલાં પુદ્ગલદ્રવ્યમાં જણાવે છે... જે ઘડો પહેલાં શ્યામભાવ છે (= કાળો છે) તેને પાક આપવાથી એ રક્ત બને છે અને શ્યામો ન ર¢: એવું સ્પષ્ટ પ્રત્યક્ષ થાય જ છે, જે ભેદને જણાવે છે. વળી બન્ને કાળમાં ઘટ તરીકે એ અભિન્ન જ જણાય છે. એટલે જ તો સ વાર્થ પટે: એવી પ્રત્યભિજ્ઞા થાય છે. જો ઘડો બદલાઈ ગયો હોય તો રક્ત ઘટને જોઈને પર્વ એવી અભેદને જણાવનાર પ્રતીતિ થાય જ નહીં. પણ થાય છે એટલે એ જ ઘટરૂપે એના અભેદને પણ જણાવે છે. આમ શ્યામરક્તપણામાં ઘડો એક જ છે. એટલે કે અભેદ પણ છે જ. તો પછી ભેદ-અભેદમાં વિરોધ હોવાની વાત ક્યાં રહી ? || ૪૪ |
ગાથાર્થ - બાળભાવે પ્રાણી જે (= જેવો) દેખાય છે. એના કરતાં તરુણભાવે તે ન્યારો જણાય છે. વળી દેવદત્ત તરીકે તો અવિરોધપણે તે એક જ હોવો નિરધાર થાય છે. | ૪-૫TI
વિવેચન - હવે, આત્મદ્રવ્યમાં ભેદ અને અભેદનો પ્રત્યક્ષ અનુભવ દેખાડે છે - બાળભાવે જે જીવ જણાય છે તે તરુણભાવે જુદો જ હોય છે. નિર્દોષતા-કુતૂહલવૃત્તિ વગેરેથી સભર બાલ્યાવસ્થા કરતાં તરુણાવસ્થા અત્યંત ન્યારી હોય છે એ સર્વજનપ્રસિદ્ધ છે અને છતાં, આ એ જ દેવદત્ત છે... વગેરે રૂપે મનુષ્યપણાના પર્યાયથી તે એક જ છે. આમ એક જ વસ્તુમાં બાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org