________________
૧૦૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૩
ટબો- એક ઠામિ, ઘટાદિક દ્રવ્યન વિષઇ, સર્વલોકની સાખી પ્રત્યક્ષ પ્રમાણઇ, રક્તત્વાદિક ગુણ - પર્યાયનો ભેદાભેદ જે લહિઇ છઇ, તેહનો વિરોધ કહો કિમ કહિઇ ? જિમ રૂપ - રસાદિકનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઇ, તિમ ભેદાભેદનો પણ જાણવો. ૩૪ ઘ- ન હિ પ્રત્યક્ષવૃèડર્થે વિરોધો નામ । તથા-પ્રત્યક્ષર્દષ્ટ અર્થ દૃષ્ટાન્તનું પણિ કાર્ય નથી.
उक्तं च
क्वेदमन्यत्र दृष्टत्वमहो ! निपुणता तव ।
તૃષ્ટાન્ત યાચક્ષે યજ્યું, પ્રત્યક્ષેત્તુમાનવત્ ।। ↑ || ૪-રૂ |
-
રક્તત્વાદિક ગુણપર્યાયનો ભેદ- અભેદ જે જોવા મળે છે તેનો વિરોધ–તે બેનો પરસ્પર વિરોધ છે એવું કહો, શી રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. જેમકે રૂપ-રસ વગેરેનો એકાશ્રયવૃત્તિત્વાનુભવથી=રૂપ-રસ વગેરે એક આશ્રયમાં રહેલા છે એવો સ્પષ્ટ અનુભવ છે તો જેમ આપણે રૂપ-રસાદિકનો પરસ્પર વિરોધ હોવો કહેતા નથી, તેમ ભેદ-અભેદનો પણ ન કહેવો જોઈએ.
કહ્યું જ છે કે (અબાધિત) પ્રત્યક્ષથી જોયેલા પદાર્થમાં વિરોધ હોતો નથી... અર્થાત્ અબાધિત પ્રત્યક્ષથી જે જેવું દેખાયું હોય એ કદાચ એવું નહીં હોય... ને બીજા પ્રકારનું હોય... આવા વિરોધનું ઉદ્ભાવન કરી શકાતું નથી.
વળી, જે બાબત પ્રત્યક્ષથી દેખાતી હોય ત્યાં દૃષ્ટાન્તની પણ જરુર હોતી નથી... આશય એ છે કે ‘તમે સર્વત્ર ભેદ-અભેદ સાથે રહ્યા હોવાથી એ બેનો પરસ્પર વિરોધ નથી... આવું સાબિત કરવા માગો છો... પણ આવો વિરોધ ન હોય એનું ઉભયમાન્ય હોય એવું એકાદ દૃષ્ટાન્ત તો આપો કે જેથી અમને પણ એની પ્રતીતિ થાય...' આવું કોઈ પરવાદી કહે તો એનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે કે અનુમાનથી સિદ્ધિ કરવાની હોય ત્યાં દૃષ્ટાન્તની જરુર પડે... જેમકે ધૂમાડો જોઈને અગ્નિની સિદ્ધિ કરવાની હોય તો જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ, જેમકે રસોડામાં... એમ દૃષ્ટાન્ન આપવું પડે. પણ પર્વત પર અગ્નિ પ્રત્યક્ષ જ દેખાતો હોય તો પછી કાંઈ કોઈ દૃષ્ટાન્ત આપવાની જરુર હોતી નથી.
પ્રસ્તુતમાં પણ ભેદ-અભેદ - બન્ને સાથે રહેલા હોવા પ્રત્યક્ષથી જ દેખાય છે... પછી દૃષ્ટાન્તની ક્યાં જરુર છે ? કહ્યું જ છે કે
પ્રશ્ન તમે આ જે સાબિત કરવા ઇચ્છો છો તે અન્યત્ર ક્યાં
-
મળે છે, તે કહો.
ઉત્તર - અહો તત્ત્વનિર્ણય કરવાની તારી નિપુણતા ! કે જેથી તું પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દૃષ્ટાન્ત માગે છે...
Jain Education International
= કયા દૃષ્ટાન્તમાં જોવા
એટલે ભેદ-અભેદનો પરસ્પર વિરોધ નથી એ જો પ્રત્યક્ષથી જ દેખાય છે તો એમાં કોઈ દૃષ્ટાન્તની પણ જરુર નથી... ।। ૪૩
||
For Private & Personal Use Only
www.jainelibrary.org