________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૪ : ગાથા-૨
૧૦૭
ટબો- એહવી શિષ્યની શંકા જાણી કરી, ગુરુ-સ્યાદ્વાદી, પરમાર્થ બોલઇ છઇ, જે ઘટઘટાભાવાદિક નઇ યદ્યપિ વિરોધ છઇ, તો પણિ ભેદાભેદનઇ વિરોધ નથી, જે માટઇ સર્વ ઠામઇ, દોઇ ધર્મ ભેદ – અભેદ અવિરોધઇ = એકાશ્રયવૃત્તિપણઇ જ, દીસઇ છઇ, ઇક તોલઇ પણિ. ‘અભેદ સ્વાભાવિક સાચો, ભેદ ઔપાધિક જૂઠો' ઇમ કોઇ કહઇ છઇ, તે
=
પરમાર્થ કહે છે... એટલે કે હકીકતમાં ભેદ-અભેદ વચ્ચે વિરોધ છે કે નહીં ? એ કહે છે અને એ પરમાર્થ આ છે કે આ ભેદ-અભેદ વચ્ચે વિરોધ નથી, બન્ને પરસ્પર અવિરોધી છે. ઘડો અને ઘડાનો અત્યન્નાભાવ (ઘટ-ઘટાભાવ) વચ્ચે જો કે વિરોધ છે... એટલે જ્યાં ઘટ છે ત્યાં ઘટાભાવ નથી હોતો... જ્યાં ઘટાભાવ હોય છે ત્યાં ઘટ નથી હોતો... પણ આવું ભેદ - અભેદ માટે નથી... (ઘડાના) શ્યામવર્ણમાં ઘડાનો ભેદ પણ છે (કારણ કે માટે તો ઘડાનો શ્યામવર્ણ’ એમ ભેદાર્થક ષષ્ઠીવિભક્તિથી બોલાય છે તથા ઘડાનો નાશ ન થવા છતાં શ્યામવર્ણનો નાશ થઈ શકે છે...) અને ઘડાનો અભેદ પણ છે જ (કારણ કે માટે તો શ્યામવર્ણ ઘડાથી અલગ જોવા મળતો નથી... અને શ્યામ વર્ણ સાથેના ઘડાના સંબંધની અનવસ્થા નથી ચાલતી...) એમ (ઘડાની) નવાપણાની અવસ્થા-જુનાપણાની અવસ્થા વગેરેમાં ઘડાનો ભેદ પણ છે ને અભેદ પણ છે જ. માટે ભેદ-અભેદને વિરોધ નથી એ સ્પષ્ટ છે.
શંકા - ઘડામાં ઘટત્વેન ઘટનો અભેદ છે, તો ભેદ નથી... ને પટમાં ભેદ છે તો અભેદ નથી... જો બે વચ્ચે વિરોધ નથી તો આવું શા માટે ?
સમાધાન - ધટ અને પટને વિરોધ નથી એ વાત તો બધાને માન્ય છે... પણ એનો અર્થ એ નથી કે જ્યાં જ્યાં ઘટ હોય ત્યાં ત્યાં સર્વત્ર પટ જોઈએ જ. એક સ્થળે પણ જો બન્ને સાથે જોવા મળી ગયા, તો વિરોધ નથી એમ સાબિત થઈ જ ગયું... એમ એક શ્યામવર્ણ માત્રમાં પણ જો ઘટનો ભેદ અને અભેદ બન્ને જોવા મળી ગયા... તો બેને વિરોધ નથી એ સાબિત થઈ જ ગયું... પછી પટમાં ભલે ને ઘટભેદ અને ઘટઅભેદ એ બન્ને સાથે જોવા મળતા ન હોય...
શંકા - પણ તમે તો કહ્યું છે ને કે સર્વ ઠામે બન્ને ધર્મ અવિરોધપણે જોવા મળે છે. તો પટમાં ઘટનો ભેદ અને અભેદ બન્ને કેમ જોવા મળતા નથી ?
સમાધાન
અહીં સર્વ ઠામેનો અર્થ સર્વસ્મિન્ નથી, પણ પ્રત્યેકસ્મિન્ છે. અર્થાત્ ‘ઘટપટાદિ પ્રત્યેક દ્રવ્યમાં' એવો અર્થ છે. એટલે કે ‘દ્રવ્યનો, સ્વકીયગુણ-પર્યાયમાં ભેદ અને અભેદ બન્ને છે' આ વાત જેમ ઘટદ્રવ્યમાં જોવા મળે છે, એમ પટ-કટ વગેરે બીજાં પણ બધા જ દ્રવ્યમાં જોવા મળે છે. કોઈજ દ્રવ્ય એવું બાકી નથી જેનો ભેદ અને અભેદ... એ બંને પોતાના ગુણપર્યાયમાં ના રહ્યા હોય. આમ ભેદ અને અભેદ બન્ને સર્વત્ર અવિરોધપણે એક આશ્રયમાં રહેવા રૂપે દેખાય જ છે... વળી બન્ને રહ્યા હોય છે એટલું જ નહીં. બન્ને તુલ્યપણે રહ્યા હોય છે. અર્થાત્ ભેદ મુખ્યપણે હોય છે ને અભેદ ગૌણપણે હોય છે... અથવા અભેદ મુખ્યરૂપે હોય છે ને ભેદ ગૌણપણે હોય છે... આવું નથી હોતું... પણ બન્ને સમાન પ્રાધાન્ય સાથે રહ્યા હોય છે.
=
અહીં ભેદ-અભેદ બંનેની તુલ્યતા જે કહી એ અંગે કોઈ શંકા ઊઠાવે છે -
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org