________________
ઢાળ-૪ : ગાથા-૨
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ રૂપઇવિરોધી છઇ, વિરોધી બહુ એક ઠામિ ન રહઇ. જિમ આતપ હોઇ, તિહાં અંધારો ન રહઇ. અંધારો હોઇ, તિહાં આતપ ન રહઇ. તિમ ભેદાભેદ એકત્ર ન હોઇ.'
૧૦૬
ઇહાં-શ્રુતધર્મઇ=સ્યાદ્વાદ પ્રવચનમાંહિ, મન દ્રઢ વિશ્વાસવંત કરી રાખો. જિમ-શાસનશ્રદ્ધા દ્રઢપણઇ મોક્ષરૂપ-કલ્પવૃક્ષનાં ફળો સુખરૂપ ચાખો. શ્રુતધર્મ વિના ચારિત્રધર્મ ફળવંત ન હોઇ, જે માર્ટિં શંકા સહિત ચારિત્રીઓ પણિ સમાધિ ન પામઇ. ń -વિચ્છિસમાવનેનું અખાનેનું નો તમતિ સમાäિ ૫-૫ આચારાંગે. ।। ૪-૧।।
ઇસી શિષ્યની શંકા જાણી, પરમારથ ગુરુ બોલઇ રે । અવિરોધઇ વિઠામઇ દીસઇ, દોઇ ધર્મ એક તોલઇ રે ।।૪-૨ ॥
પ્રકાશ ન હોય... એમ ભેદ અને અભેદ એક સ્થળે રહી શકતા નથી. (જો પરસ્પર વિરોધી ચીજ પણ એક સ્થળે રહી જતી હોય તો તો દુનિયામાંથી ‘વિરોધ’ જેવી વાત જ ઊડી જશે.)
પરવાદીની આવી દલીલો સાંભળવા મળે તો પણ, ગ્રન્થકાર કહે છે કે અહીં શ્રુતધર્મમાં શ્રી જિનપ્રણીત સ્યાદ્વાદસિદ્ધાન્તમય પ્રવચનમાં મનને દૃઢ રીતે વિશ્વાસયુક્ત રાખવું... અર્થાત્ ભગવાને સર્વત્ર સ્યાદ્વાદ જે કહેલો છે એની શ્રદ્ધાને વિચલિત ન થવા દેતાં વધુ ને વધુ દૃઢ કરવી. જિમ જે રીતે, શાસન પરની = પ્રવચન પરની આ શ્રદ્ધાના દઢપણેજ (શ્રદ્ધાની દૃઢતાથી જ) મોક્ષરૂપ કલ્પવૃક્ષના સુખરૂપ ફળ ચાખો. અર્થાત્ રીતે શાસનશ્રદ્ધા દૃઢ કરવાથી મોક્ષફળ મળે એ રીતે એને દૃઢ કરો અને એની આવી શ્રદ્ધા શ્રુતધર્મ વિના સંભવિત નથી. માટે જ જણાય છે કે શ્રુતધર્મ વિના (પ્રવચનના પરિશીલન વિના) અને તેથી શ્રદ્ધાની દૃઢતા વિના ચારિત્રધર્મ ફળવંત=સફળ બનતો નથી. માટે જ શ્રી આચારાંગજીમાં કહ્યું છે કે - શંકાસહિત ચારિત્રીઓ પણ સમાધિ ન પામે તે આ રીતે વિતિગિચ્છા=શંકાશીલ આત્મા સમાધિને પામતો નથી. ચારિત્રના આચારોનું પાલન બરાબર કરતો હોય... પણ અંદર શંકાનો કીડો કોર્યા જ કરતો હોય - શું સ્યાદ્વાદ સિદ્ધાન્ત સાચો હશે ? શું એનું પ્રતિપાદન કરનાર જૈન પ્રવચન સાચું હશે ? એ જો સાચું નહીં હોય તો એમાં દર્શાવેલાં આ બધા આચારોનું પાલન તો કરું છું... પણ મને એનું ફળ મળશે ? એનાથી મારું આત્મકલ્યાણ થશે ? આવા બધા અનેક શંકારૂપ કીડા ખદબદ્યા કરતાં હોય એ ચિત્તમાં ખળભળાટ-ક્ષોભ જ હોય... સ્વસ્થતા-શાંતિ-સમાધિ ન જ હોય એ સ્પષ્ટ છે અને સમાધિ જ જો નથી... તો મોક્ષફળની આશા પણ ક્યાંથી ? આવા બધા
=
નુકશાનોને ટાળવા હોય તો પ્રવચનમાં - શ્રુતધર્મમાં મનને દૃઢ કરી રાખવું. ।। ૪૧।। પણ આ આ શ્રદ્ધા એમ કહેવા માત્રથી થોડાં દૃઢ બની જાય છે ? માટે ગ્રન્થકાર હવે પછીની ગાથાઓમાં પરવાદીઓની શંકાનું નિરાકરણ કરતી દલીલો જણાવશે
મન
-
Jain Education International
ગાથાર્થ - શિષ્યની આવા પ્રકારની શંકા જાણીને ગુરુ ૫૨માર્થ કહે છે. સર્વસ્થાનોમાં આ બન્ને ધર્મ સમાન રીતે વિના વિરોધ (રહેલા હોવા) દેખાય જ છે. ।। ૪-૨ ।। પરવાદીની આવી શંકા જાણીને કરુણાસાગર ગુરુ
વિવેચન - શિષ્યની
સ્યાદ્વાદી
=
-
For Private & Personal Use Only
=
www.jainelibrary.org