________________
ઢાળ ચોથી
ભેદ અભેદ ઉભય કિમ માનો, જિહાં વિરોધ નિરધારી રે ! એક ઠામિ કહો કિમ કરે રહવઈ, આતપનઈ અંધારી રે ! મૃતધર્મઈ મન દઢ કરિ રાખો, જિમ શિવસુખફળ ચાખો રે !
શ્રતધર્મઈ મન દઢ કરિ રાખો ! ૪-૧ | ટબો- હવઈ ચઉથી ઢાલમાંહિ ભેદભેદનો વિરોધ આશંકીનઈ ટાલઇ છS - પરવાદી કહઈ છઇ. ‘દ્રવ્યાદિકનઈ ભેદ - અભેદ બહુ ધર્મ કિમ માનો છો ? જિહાં વિરોધ નિર્ધાર છઈ, ભેદ હોઈ તિહાં અભેદ ન હોઈ, અભેદ હોઈ તિહાં ભેદ ન હોઈ, એ બહુ ભાવાભાવ
ગાથાર્થ - દ્રવ્યાદિનો પરસ્પર ભેદ અને અભેદ. એમ બંને કેમ માનો છો ? કારણ કે બે વચ્ચે વિરોધ હોવો નિશ્ચિત છે. એક જ સ્થાનમાં પ્રકાશ અને અંધકાર એ બે સાથે શી રીતે રહે ? (આવી શંકા અંગે કહે છે -) શ્રતધર્મમાં મનને દઢ કરીને રાખો જેથી શિવસુખફલ ચાખનારા બનો.. ૪-૧ |
વિવેચન - બીજી ઢાળમાં દ્રવ્યાદિ ત્રણનો પરસ્પર ભેદ સમજાવ્યો. ત્રીજી ઢાળમાં અભેદ સમજાવ્યો.. બન્ને પક્ષની દલીલોમાં તથ્ય પણ છે જ... માટે જ બન્ને માનવા આવશ્યક હોવાથી બેમાંથી એકનો પણ એકાન્તઆગ્રહ નિર્દોષ નથી. એટલે એ બંને માનવાનો (ભેદાનુવિદ્ધ અભેદ માનવાનો) સ્થિતપક્ષ છે. આટલી વાત ત્રીજી ઢાળની છેલ્લી ગાથામાં કરેલી હતી. જેમાં પરસ્પર ભેદ છે... તેઓમાં જ પરસ્પર અભેદ પણ છે... આવી વાત એકાન્તવાદીના દિલમાં જામી શકતી જ નથી. માટે એ પ્રશ્ન ઊઠાવી રહ્યો છે...
- હવઈ ચઉથી. હવે ચોથી ઢાળમાં ભેદ-અભેદનો વિરોધ આશંકાને ટાળે છે. એમાં પરવાદી (એકાન્તવાદી) પહેલાં પ્રશ્ન ઊઠાવે છે -
પરવાદી - દ્રવ્યનો ગુણ-પર્યાય સાથે ભેદ પણ છે ને અભેદ પણ છે એમ બન્ને ધર્મ કેમ માનો છો ? કારણ કે એ બેમાં પરસ્પર વિરોધ છે એ વાત નિશ્ચિત છે. ભેદ અને અભેદ એ ભાવ અને અભાવરૂપ છે ને તેથી ભાવ-અભાવરૂપે પરસ્પર વિરોધી છે... જેમ ઘટ અને ઘટાભાવ ભાવઅભાવરૂપ હોવાથી પરસ્પર વિરોધી છે અને તેથી એક સ્થાને રહેતા નથી... જ્યાં ઘડો છે ત્યાં ઘટાભાવ નથી. જ્યાં ઘટાભાવ છે ત્યાં ઘડો નથી.. એમ ભેદ અને અભેદ એ બે પણ એકસ્થાને રહી શકતા નથી. અર્થાત્ ગુણમાં (કે પર્યાયમાં) જો દ્રવ્યનો ભેદ છે... તો દ્રવ્યનો અભેદ રહી શકતો નથી... અને જો દ્રવ્યનો અભેદ છે તો ભેદ રહી શકતો નથી. બેમાંથી એક રહી શકે, પણ બન્ને રહી શકતા નથી. જેમ જ્યાં આતપ = પ્રકાશ છે ત્યાં અંધારું ન હોય... જ્યાં અંધારું હોય ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org