________________
૧૦૪
ઢાળ-૩ : ગાથા-૧૫
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જે માર્ટિ-પક્ષપાતી બિહુનય માંહોમાંહિ ઘસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતી સ્યાદ્વાદીનો જ દીપઇ. ૩ -
अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिण: प्रवादाः ।।
नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ तथा - य एव दोषा: किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव ।
परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यधृष्यं जिन ! शासनं ते ।। २६ ।।
(ત્રિમાનસર્વજ્ઞશ્રી હેમન્દ્રાચાર્ય – કચોવચ્છેવિI) / રૂ-૨૫ . માનવામાં જે દોષો આવે છે (કે સત્ જો છે તો એને કરવાનું કશું રહે જ નહીં. તો દંડાદિ સામગ્રી નિષ્ફળ જાય.. તેમજ પિંડો સર્વથા ઘટ રૂપે તો ભાસતો નથી જ... એટલે પ્રત્યક્ષ વિરોધ થાય.. વગેરે) એ દોષોને કથંચિત્ અસત્ માનીને દૂર કરે છે.... (ઘડો, પિંડાદિ અવસ્થામાં માટીરૂપે ભલે સત્ છે... પણ ઘડારૂપે તો અસત્ છે જ ને એટલે દંડાદિ એને એ રૂપે ઉત્પન્ન કરે છે... વળી એટલે જ ઘડારૂપે પિંડો નથી ભાસતો એમાં પ્રત્યક્ષવિરોધ પણ નથી. આ રીતે એ દોષોને દૂર કરે છે..).
પણ આ બે નયો (મતો) તો એકાંતપક્ષવાળા હોવાથી એમને દોષો લાગુ પડે જ છે.... જૈનમત સ્યાદ્વાદ દ્વારા બધા દોષોને દૂર કરીને નિર્દોષ સાબિત થાય છે. માટે એનો ભલો યશ વિલસે છે. બે નય એકબીજા પર દોષારોપણ કર્યા કરે... ઘસાતું બોલ્યા કરે.... ત્યારે અપક્ષપાતી - સ્થિતપક્ષ એવો જૈનમત દીપી જ ઊઠે એ સ્પષ્ટ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય અન્યયોગવ્યવચ્છેદ દ્વાäિશિકામાં કહ્યું જ છે કે –
બીજા તૈયાયિક વગેરેના પ્રવાદો પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવને વરેલા હોવાથી પરસ્પર માત્સર્યવાળા હોય છે. પણ હે પ્રભુ બધા જ નયોને સમાન રીતે ઇચ્છતો એવો તારો સ્યાદ્વાદ - અનેકાન્તવાદ સિદ્ધાંત પક્ષપાતી નથી. તથા,
એકાન્તનિત્ય વાદમાં જે દોષો છે તે એકાન્ત ક્ષણિકવાદમાં પણ સમાન રીતે લાગુ પડે જ છે... માટે પરસ્પરનો ધ્વંસ-પરસ્પર દોષોદ્ભાવન કરનાર કંટક જેવા એ વાદો છે... એ બધા વાદોની વચમાં હે જિનેશ્વર પ્રભુ ! તારું અપૃષ્ય શાસન જય પામે છે.... || 10 ||
द्रव्याश्रयाः विधिनिषेधकृताश्च भङ्गाः, कृत्स्नैकदेशविधया प्रभवन्ति सप्त । आत्माऽपि सप्तविध इत्यनुमानमुद्रा त्वच्छासनेऽस्ति विशदव्यवहारहेतोः ।।६९ ॥
-महावीरस्तवे श्रीमन्त उपाध्यायाः। ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org