________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૧૫
૧૦૩ આ ભેદના ઢાળ ઉપરિ અભેદનો ઢાળ કહિયો. જે માટઇ ભેદનય પક્ષનો અભિમાન અભેદનયે ટાલઇ. હવઈ એ બિહુ નયના સ્વામી દેખાડીનઈ સ્થિતપક્ષ કહઈ છઈભેદ ભણઈ નઈયાયિકોજી, સાંખ્ય અભેદ પ્રકાશ | જઈને ઉભય વિસ્તારતોજી, પામઈ સુજસ વિલાસ રે ભવિકા ૫ ૩-૧૫ા
ટબો- ભેદ, તે તૈયાયિક ભાસઇ, જે માટછે તે અસત્કાર્યવાદી છઇ. સાંખ્ય, તે અભેદનય પ્રકાશમાં છઈ. જઈન, તે બેહનય સ્યાદ્વાદઈ કરીનઈ વિસ્તારતો ભલા યશનો વિલાસ પામઈ.
અભેદ છે એમ માનવું જ જોઈએ. વળી માટી એ દ્રવ્ય છે અને ઘડો એ પર્યાય છે... માટે આ દૃષ્ટાન્ત દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણ અભેદ હોય છે એમ શ્રદ્ધા કરવી જોઈએ. || ૩૦ |
એ ભેદના ઢાળ.. બીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદની વાત કરેલી... એના પર આ ત્રીજી એ ત્રણના પરસ્પરના અભેદને જણાવનાર ઢાળ કહી... કારણ કે ભેદનયપક્ષના અભિમાનને = દ્રવ્યાદિનો પરસ્પર ભેદ જ છે એવા આગ્રહને અભેદ જણાવનાર અભેદનય જ ટાળે છે. અર્થાત્ અભેદનયની દલીલો ભેદનો આગ્રહ બંધાવા દેતી નથી.
પણ આ એકાન્ત ભેદ માનનાર કોણ છે ? અને અભેદ માનનાર કોણ છે ? એ સ્વામી હવે દેખાડીને પછી સ્થિતપક્ષ કહે છે... ભેદની વાતો સાંભળવા પર મનમાં એની શ્રદ્ધા જાગે છે.... પણ જેવી અભેદની વાતો જાણવા મળે એટલે ભેદની વાતો મનમાં ઢીલી પડવા માંડે છે... એમ ભેદની વાતો જાણવાથી અભેદનો નિર્ણય પણ સ્થિર થઈ શકતો નથી. આ બંને અસ્થિર થયા છે.. તો સ્થિર થાય એવી જે વાત હોય એને સ્થિતપક્ષ કહેવાય છે.
ગાથાર્થ - કાર્ય-કારણનો ભેદ તૈયાયિક કહે છે.. અભેદ સાંખ્ય કહે છે. જૈનમત ભેદ - અભેદ બંનેને કહે છે ને માટે સુજશવિલાસ પામે છે. ૩-૧૫ ||
વિવેચન - ભેદ તે તૈયાયિક.. નૈયાયિક અસત્કાર્યવાદી છે. એટલે કારણકાળે કારણ છે પણ કાર્ય છે જ નહીં. જે બેનો અભેદ હોય એ બેમાં હોય તો બંને હોય...” “ન હોય તો બંને ન હોય' આવું જ મળે... ‘એક હોય ને એક ન હોય આવું મળી શકે નહીં.. પણ કારણ - કાર્ય અંગે તો આવું મળે છે. માટે તૈયાયિક કારણ-કાર્ય વચ્ચે ભેદ માનનાર છે અને તેથી દ્રવ્યગુણ-પર્યાય વચ્ચે ભેદ માનનાર છે, એમ સાબિત થાય છે.
સાંખ્ય તે અભેદનય.. સાંખ્ય સત્કાર્યવાદી છે... કારણકાળે પણ કાર્ય, કારણરૂપે હાજર જ હોય છે, માટે કારણ-કાર્યનો અભેદ હોવો સ્પષ્ટ છે ને એથી દ્રવ્યાદિ ત્રણનો અભેદ પણ સ્પષ્ટ જ છે. આમ સાંખ્ય અભેદનયને પ્રકાશે છે.
જઈન.. જૈનમત આ બન્ને મતોને સ્યાદ્વાદથી સાંકળીને વિસ્તાર છે. કારણકાળમાં કાર્યને સર્વથા અસત્ માનવામાં આવતા દોષોને કથંચિત્ સત્ માનીને દૂર કરે છે... કાર્યને સર્વથા સત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org