________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૧૩
૧૦૧
ઘટ જાણ્યો જાઇ છઇ. અથવા નૈગમનયથી અતીતનઇ વિષઇ વર્તમાનતાનો આરોપ કીજઇ છઇ. પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઇ. ।। ૩-૧૨ ॥ ધર્મી અછતઇ, ધર્મ જો જી, અછતઇ કાäિ સુહાઇ । સર્વકાલિં નિર્ભયપણઇ જી, તો શશશૃંગ જણાઇ રે ।। ભવિકા॰
।। ૩-૧૩ ।। ટબો- ધર્મી અતીત ઘટ અછતઇ, ધર્મ-ઘટત્વ, અછત, કાલિં ઘટનઇ અભાવ કાલઇ ભાસઇ છઇ. અથવા ધર્મી = અતીત ઘટ, અછતઇ - ધર્મ - જ્ઞેયાકાર, અછતઇ કાલઇ
અને ‘ઘડો ઠીકરું બની ગયો' એવા સર્વશિષ્ટજનને થતા અભ્રાન્ત અનુભવનો પણ જો અપલાપ કરશો તો તો પ્રભાકર પણ ‘સુક્તિને મેં રજત તરીકે જાણી હતી...' એ અનુભવનો અપલાપ કરશે ને પોતાની અનુભવવિરુદ્ધ એવી પણ વાતને પકડી રાખશે તો શું કરશો ? એટલે એક સ્થળે અનુભવને અનુસરવું અને બીજા સ્થળે ન અનુસરવું... (ઉપરથી એનો અપલાપ કરવો) આવો અદ્ભુજરતીયન્યાય ન અપનાવવો જોઈએ... પણ ‘ઘડો ઠીકરું બની ગયો...' એવા અનુભવને અનુસરીને ઠીકરાં એ ઘડાનું જ સ્વરૂપ છે અને સ્વરૂપ જો હાજર છે તો સ્વરૂપવાન એવો ઘડો પણ હાજર જ છે... સાવ અસત્ નથી... એ પણ સ્વીકારવું જ જોઈએ....
એટલે, ‘હમણાં મેં અતીત ઘટને જાણ્યો...' વગેરે પ્રતીતિ પણ ઘટનો જે વર્તમાનશેયાકાર પર્યાય (= ઠીકરાં સ્વરૂપ) છે તે અંગે હોવાથી ‘હમણાં' (વર્તમાનતા) પણ અસંગત રહેતી નથી.. અથવા નૈગમનય અતીત અંગે પણ વર્તમાનતાનો આરોપ કરે છે (આ વાત આગળ આવશે.) એટલે અતીત ઘટ અંગે પણ એ વર્તમાન હોય એમ ઉપચાર કરીને વર્તમાનજ્ઞાનનો વિષય બને એમ સંગતિ કરી શકાય છે. પણ એ આરોપ પણ, સર્વથા અસત્ પદાર્થમાં થઈ શકતો નથી. કિન્તુ સમાં જ થાય છે. માટે સત્ પદાર્થનું જ જ્ઞાન થાય છે. પણ સર્વથા અસત્ વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી. ।। ૩૭ ||
।। ૩-૧૩ ।।
ગાથાર્થ - ધર્મી અછતે પણ-અછતાપણાના કાળમાં પણ ધર્મ જો જણાતો હોય તો સર્વકાળમાં નિર્ભયપણે શશશૃંગ પણ જણાવું જોઈએ. વિવેચન - ધર્મી આ સર્વથા અભાવવાળા કાળમાં પણ જો એનો ધર્મ ઘટત્વ ભાસતો હોય તો શશશૃંગ પણ ત્રણેકાળમાં નિઃશંકપણે ભાસવું જોઈએ.
અતીત ઘટ... એ અછતે
એનો સર્વથા અભાવ હોય તો... એના
=
=
=
Jain Education International
આશય એ *લાગે છે કે અતીતો (નષ્ટો) પટોડધુના જ્ઞાત: વગેરે પ્રતીતિમાં ઘટનો ઘટત્વ ધર્મને આગળ કરીને ઉલ્લેખ થયેલો છે. ઘટત્વ ધર્મ આગળ તો જ થઈ શકે જો એ જણાયેલો
*‘લાગે છે કે' એમ એટલા માટે લખ્યું છે કે ટબાના શબ્દો પરથી નિઃશંકપણે અર્થ મને સ્પષ્ટ થયો નથી... એટલે સંભાવના છે... આમાં ફેરફાર પણ હોય શકે છે. અન્યત્ર પણ વિવેચનમાં જ્યાં જ્યાં ‘લાગે છે' જેવા શબ્દો વાપર્યા હોય ત્યાં આવી સંભાવના જાણવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org