________________
૧૦૦
ઢાળ-૩ : ગાથા-૧૨ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કહવાઈ છઇ ? તે ઉપરિ કહઇ છઇ- તે અતીત ઘટ માં હમણાં જાણ્યો' ઇમ જે જણાઈ છઇ, તિહાં દ્રવ્યથી છતા અતીત ઘટનઈ વિષઈ વર્તમાનયાકારરૂપ પર્યાયથી “હમણાં અતીત
ઘટ સર્વથા નથી. તો એનો અર્થ ધર્મ નથી.. અને ધર્મ ન હોય તો ધર્મ શી રીતે હોય?
વળી, આ ઠીકરા જોઈને થતું જ્ઞાન છે. માટે ચાક્ષુષપ્રત્યક્ષ છે. હવે ચાક્ષુષ પ્રત્યક્ષ માટે ચક્ષુસંનિકર્ષ જોઈશે.. જે ઠીકરાં સાથે છે... માટે ઠીકરામાં પણ કથંચિત્ સરૂપે ઘડો છે ને એની સાથે સંનિકર્ષ છે એમ તમારે માનવું જ પડશે.
નૈયાયિક - આવા સ્થળે અમે અલૌકિક સંનિકર્ષ માનીએ છીએ. જેમ સુક્તિમાં રજતનું જ્ઞાન થાય છે... ત્યારે ચક્ષુસંનિકર્ષ સુક્તિ સાથે છે.. રજત સાથે નથી. પણ ચાકચીજ્યાદિ જોઈને રજતનું સ્મરણ થાય છે... ને પછી અલૌકિક સંનિકર્ષ દ્વારા રજતને સુક્તિમાં જોડી રૂટું રતમ્ જ્ઞાન થાય છે. એમ પ્રસ્તુતમાં ઠીકરાને જોઈને ઘટનું સ્મરણ થાય છે. પણ અલૌકિક સંનિકર્ષથી એ પ્રત્યક્ષ જ્ઞાનમાં ભાસે છે.
ગ્રન્થકાર - પ્રભાકર ભ્રમને નથી માનતો, પણ ભેદાગ્રહ માને છે. અર્થાત્ સુક્તિ પ્રત્યક્ષથી ઉપસ્થિત થયેલ છે. રજત સ્મરણથી ઉપસ્થિત થયેલ છે. આ બંને ભિન્ન ભિન્ન છે.. પણ બે વચ્ચેના ભેદનું જ્ઞાન થતું ન હોવાથી (ભેદાગ્રહ હોવાથી રૂર્વ અને વચ્ચેનો ભેદ ખ્યાલમાં ન આવવાથી) રૂટું રગતમ્ જ્ઞાન થાય છે. બાકી સુક્તિ ક્યારેય રજત તરીકે પ્રતીત ન થઈ શકે. આવું કહેતાં પ્રભાકરને તમે (નૈયાયિક) કહો છો કે “રજત રજત તરીકે જ ભાસ્યું છે ને મુક્તિ રૂદ્ર તરીકે ભાસી છે.. પણ સુક્તિ કાંઈ રજત તરીકે ભાસતી નથી' આવી તમારી (પ્રભાકરની) વાત ખોટી છે, કારણ કે પાછળથી ભ્રમ દૂર થવા પર આવી પ્રત્યભિજ્ઞા થાય છે કે “આ સુક્તિને મેં રજત તરીકે જાણી હતી.”
આમ પાછળથી થતા અનુભવને આગળ કરીને પૂર્વની પ્રતીતિ શું જણાવે છે ? એનો તમે નિર્ણય કરો છો.. તો એ જ રીતે પ્રસ્તુતમાં પણ વિચારવું જોઈએ. શિષ્ટપુરુષોને એવી અભ્રાન્ત પ્રતીતિ થાય જ છે કે “ઘડો ઠીકરું થઈ ગયો.” આ પ્રતીતિ જણાવે જ છે કે ઠીકરાં એ ઘટનું જ સ્વરૂપ છે. આશય એ છે કે “ઘડો રીઢો થઈ ગયો...” “ઘડો જુનો થઈ ગયો.' વગેરે પ્રતીતિ પરથી રીઢાપણું કે જુનાપણું જેમ ઘડાના સ્વરૂપ તરીકે જણાય છે. તેમ “ઘડો ઠીકરું થઈ ગયો” એવી અભ્રાન્તપ્રતીતિ પરથી આ પણ જણાય જ છે કે ઠીકરાં એ પણ ઘડાનું સ્વરૂપ જ છે. જો એ ઘડાનું સ્વરૂપ નથી ને સાવ સ્વતંત્ર પદાર્થ જ છે.... ઘડાએ પોતાનો કોઈ અંશ છોડ્યો જ નથી.. આવું બધું માનવાનું હોય તો પ્રતીતિ “ઘડો ઠીકરું થઈ ગયો’ એવી ન થવી જોઈએ, પણ ઘડો શશશંગ બની ગયો...” એવી થવી જોઈએ... પણ એવી થતી નથી. એટલે જણાય છે કે ઘડો સર્વથા અસત્ - શશશૃંગ જેવો તુચ્છ બની ગયો નથી ને ઠીકરાં એ ઘડાનું જ સ્વરૂપ છે. હવે, સ્વરૂપવાનું વિના તો સ્વરૂપ ક્યારેય રહી જ શકતું નથી, એ બધાને માન્ય છે. માટે માનવું પડે કે ફૂટી ગયા પછી પણ ઘડો ઠીકરા સ્વરૂપે વિદ્યમાન છે જ.. સાવ અસત્ બની ગયો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org