________________
ઢાળ-૩ : ગાથા-૧ ર
૯૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ તે બુદ્ધનાં જ હોઈ. ઈમ કહતો યોગાચાર નામઈ ત્રીજો બૌદ્ધ જ જીપઇ, તે માટd = અછતાનું જ્ઞાન ન હોઇ. ૩-૧૧ ૫. હમણાં જાણ્યો અર્થ તે જી,” ઈમ અતીત જે જણાઈ | વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે ભવિકાળ ૩-૧૨ .
ટબો- “જો અછતાનું જ્ઞાન ન હોઈ, તો હમણાં મઈ અતીત ઘટ જાણ્યો” ઈમ કિમ
પડતું જ હોય છે. એમ કોઈપણ આકાર વિનાનું જ્ઞાન કેવું હોય ? એ આપણા માટે કલ્પનાતીત છે. પણ જ્યારે અવિદ્યાનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે, ત્યારે બાહ્યાકાર વિનાનું શુદ્ધજ્ઞાન થાય છે, (કારણ કે આકાર ઊભો કરનાર અવિદ્યા હતી.. ને એ તો હવે વિચ્છિન્ન થઈ ગયેલી છે.) આવું બાહ્યાકાર વિનાનું શુદ્ધ જ્ઞાન બુદ્ધને જ હોય છે.
એટલે હે મૈયાયિક ! અતીત - અનાગત વિષય સર્વથા અસત્ હોવા છતાં જ્ઞાનમાં ભાસે છે. આટલી આંગળી જો તું બૌદ્ધના ત્રીજા ભેદ યોગાચારને આપીશ, તો એ આખું પોચું પકડી લેશે. ને તું જેને વર્તમાન - સત્ વિષય કહે છે... એને પણ અસત્ કહી દેશે.. જ્ઞાન થાય છે, એટલા જ માત્રથી એની સત્તા માની શકાય નહીં, એમ કહીને બાહ્ય બધા પદાર્થોને અસત્ જાહેર કરી દેશે. જો આવી ઉપાધિ હોરી લેવી ન હોય તો “અછતાનું પણ જ્ઞાન થાય' આવી દુર્બુદ્ધિને છોડી દે. ને જો જ્ઞાન થાય છે તો વિષય કોઈ ને કોઈ રૂપે તો વિદ્યમાન છે જ.. એવી સબુદ્ધિને સ્વીકારી લે.... | ૩૬ /
ગાથાર્થ - તે અતીત અર્થ હમણાં જાણ્યો’ આ રીતે અતીત પદાર્થ જે જણાય છે. ત્યાં વર્તમાનપર્યાયથી વર્તમાનતા થાય છે, એમ જાણવું. તે ૩-૧૨ ||
વિવેચન - જો અસત્ પદાર્થનું જ્ઞાન થતું ન હોય... સનું જ જ્ઞાન થતું હોય.... તો હમણાં મેં અતીત ઘટ જાણ્યો. એમ જે કહેવાય છે તે શી રીતે કહેવાય ? એમ તૈયાયિક પૂછી રહ્યો છે. એનો આશય એવો છે કે - “તે ઘડો ફૂટી ગયેલો છે એની મને હમણાં ખબર પડી..” આવું જે કહેવાય છે. એમાં સ્પષ્ટ રીતે બોલાય જ છે કે ઘડો ફૂટી ગયેલો છે ને તેથી અસત્ થયેલો છે. તે છતાં હમણાં એનું જ્ઞાન થઈ રહ્યું છે. એટલે જ્ઞાન સતનું જ થાય એવો નિયમ નથી.. તૈયાયિકની આવી દલીલ અંગે ગ્રન્થકાર કહે છે - “તે અતીત ઘટ મેં હમણાં જાણ્યો.” આમ જે જણાય છે તે દ્રવ્યથી સત્ એવા જ અસત્ ઘટને વિષે વર્તમાનશેયાકારરૂપ પર્યાયથી હમણાં જ્ઞાન થાય છે. આશય એ છે કે સામે જે ઠીકરા પડેલા છે ને એ જોઈને ઘડો ફૂટી ગયો છે એની જેને ખબર પડી છે એ બોલે છે કે સ નો પટોડધુના મયા જ્ઞાતિ:... અને ક્યારેક તો આ રીતે પણ બોલાય છે કે... ઓહોહો ! આ ઘડો ફૂટી ગયો. મને તો હમણાં જ (= આ ઠીકરા જોવા પર જ) ખબર પડી..
આમાં નષ્ટ ઘટ એ વિષય = વિષયતાવાન્ ધર્મી છે. અને વિષયતા એ ધર્મ છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org