________________
८८
ઢાળ-૩ : ગાથા-૧૧ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ જ્ઞાનના જ તેવા તેવા સ્વભાવના પ્રભાવે આ - આ આકાર ઊભા થાય છે... હવે, અસવિષયક જ્ઞાનમાં જ્ઞાનના જ તેવા સ્વભાવથી જ જો આકાર ઊભા થાય છે, તો તમે જેને સદ્વિષયકજ્ઞાન કહો છો ને તેથી વિષયના પ્રભાવે જ્ઞાનાકાર માનો છો તે માનવાની પણ શી જરૂર છે ? ત્યાં જ્ઞાનનો સ્વભાવ ક્યાં ભાગી ગયો ? જ્યાં અસર્વિષય હોય ત્યાં જ્ઞાનનો સ્વભાવ.... ને જ્યાં સદ્વિષય હોય ત્યાં વિષયનો પ્રભાવ. આવું અલગ-અલગ માનવાનું ગૌરવ શા માટે ? બધે જ, જ્ઞાનને તેવા તેવા આકાર માટે બાહ્ય કોઈ જ વિષયની જરૂર નથી.. જ્ઞાનના તેવા પ્રકારના સ્વભાવે જ - વગર વિષયે જ તેવો તેવો આકાર ભાસે છે.
શંકા - પણ, બાહ્યવિષયનો કોઈ પ્રભાવ ન હોય, તો ક્યારેક ઘટાકાર ને ક્યારેક પટાકાર કેમ ભાસે છે ?
સમાધાન - અનાદિકાલીન અવિદ્યા - વાસનાના કારણે એવું થાય છે... જીવને અનાદિકાળથી અવિદ્યા વળગેલી છે... એના કારણે જ્ઞાનના આકારોની હારમાળા પણ નિશ્ચિત થયેલી છે. પ્રથમક્ષણે ઘટાકાર, દ્વિતીય ક્ષણે પટાકાર... વગેરે વગેરે.. બાહ્યવિષયની તો આકાર માટે કોઈ જ જરૂર નથી. નહીંતર તમારે પણ સર્વથા અસત્ વિષય અંગે પ્રશ્ન આવશે જ કે ક્યારેક (= ઠીકરાની ઉપસ્થિતિમાં) ઘટાકાર ને ક્યારેક ( ચીંથરાની ઉપસ્થિતિમાં) પટાકાર આવું શા માટે ? એટલે જેમ સ્વમમાં વગર બાહ્ય વિષયે પણ ક્યારેક બગીચો તો ક્યારેક ઉકરડો... ક્યારેક મહેલ... તો ક્યારેક ઝૂંપડું. તેવી તેવી વાસનાવશાત્ ભાસે છે... એમ બાહ્ય ઘટ-પટાદિ વિના જ અનાદિવાસનાવશાત્ જ્ઞાનમાં ઘટાકાર-પટાકાર ભાસે છે. અને વસ્તુ તો એ જ માની શકાય છે જ્ઞાનમાં ભાસતી હોય.. (જે જ્ઞાનમાં ભાસતી ન હોય એવી પણ વસ્તુ માનવાની હોય તો તો શશશૃંગ પણ માનવું પડે..) હવે જ્ઞાનમાં તો માત્ર પોતાના આકાર જ ભાસે છે. બાહ્ય ઘટ-પટાદિ ક્યારેય ભાસતા જ નથી. માટે ઘટ-પટાદિ કોઈ જ વસ્તુ આ સંસારમાં છે જ નહીં. જે છે એ માત્ર જ્ઞાનાકાર જ છે. માટે આખો સંસાર માત્ર જ્ઞાનાકાર છે. એ સિવાય કશું નથી...
બીજી રીતે કહીએ તો... બારીની સામી ભીંતે દર્પણ છે. એમાં જોનારને દર્પણમાં અંદર - અંદર વૃક્ષ દેખાય છે. એની પાછળ નદી. એની પાછળ પર્વત... હકીકતમાં આ કશું દર્પણમાં છે જ નહીં. કારણ કે દર્પણની તો લંબાઇ – પહોળાઈ જ છે. જાડાઈ નથી.. ને એની પાછળ તો ભીંત છે.. જોનાર ભલે ‘આ વૃક્ષ છે. એની પાછળ આ નદી દેખાય છે...” વગેરે બોલતો હોય... પણ હકીકતમાં એ વૃક્ષ - નદી વગેરેને જોતો જ નથી... એ તો દર્પણમાં જે જે આકાર ઉપસેલા છે (પ્રતિબિંબિત થયેલા છે) એને જ જોઈ રહ્યો છે અને એનો જ ઉલ્લેખ કરી રહેલો છે. આપણું જ્ઞાન પણ દર્પણ જેવું છે. એમાં જે આકારો ઉપસે છે એ જ આપણે જોઈ શકીએ છીએ. ને એનું જ આપણે વર્ણન કરીએ છીએ. વળી જ્ઞાનમાં તો આકાર ઉપસવા માટે પણ બાહ્ય કોઈ પદાર્થની જરૂર જ નથી, એ આપણે ઉપર વિચારી ગયા છીએ.) માટે જે કાંઈ છે તે જ્ઞાનના જ આકારો છે. બીજું કશું નથી. કોઈ જ આકાર ઉપસેલો ન હોય. એવું દર્પણ કેવું દેખાય ? આપણી કલ્પના જ પહોંચી શકતી નથી. કારણ કે છેવટે આકાશનું પ્રતિબિંબ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org