________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૧૧ કહિઉં, તે મત મિથ્યા, જે માટો - અતીત વિષય ઘટાદિક સર્વથા અછતો નથી, તે પર્યાયારથથી નથી, દ્રવ્યારથથી નિત્ય છઈ, નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઇ, સર્વથા ન હોઈ તે શશશ્ચંગ સરખો થાઇ. ૫ ૩-૧૦ | અછતું ભાસદે જ્ઞાનનો જી, જો “સ્વભાવિ સંસાર | કહતો જ્ઞાનાકાર” તો જી, જીપઈ યોગાચાર રે ભવિકાo || ૩-૧૧ |
ટબો- “સર્વથા અછતો અર્થ જ્ઞાનમાંહિ ભાસઈ કઈ’ એહવું કહઈ છઈ, તેહને બાધક દેખાડઈ છઈ = જો “જ્ઞાનનો સ્વભાવઇ, અછતો અર્થ અતીત ઘટ પ્રમુખ ભાઈ એહવું માનઈ, તો “સારો સંસાર જ્ઞાનાકાર જ છઈ, બાહ્ય આકાર અનાદિ અવિદ્યા વાસનાઈ અછતા જ ભાસઈ છઇ, જિમ - સ્વપ્રમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઇ, બાહ્યાકાર રહિત શુદ્ધ જ્ઞાન, મતલબ જ કથંચિત્ સત્ છે જ. વળી કંબુગ્રીવાદિમાનું આકાર વગેરે રૂપ પર્યાયરૂપે નથીઅને માટીરૂપે છે એ પ્રત્યક્ષથી જણાય છે. એટલે સાબિત થાય છે કે પર્યાયાર્થથી જ તે અસત્ થયો છે... દ્રવ્યાર્થથી તો સત્ જ છે.
એટલે અતીતવિષયની જે જ્ઞપ્તિ થાય છે તે સર્વથા અસત્ની નથી હોતી. પણ (કથંચિત) સની જ હોય છે. એટલે અમે કહીશું કે જ્ઞપ્તિ જો સની જ હોય છે તો ઉત્પત્તિ પણ સની જ હોય... અસત્ની નહીં. હવે, સત્ની જ જો ઉત્પત્તિ માનવાની છે તો એને અભિવ્યક્તિરૂપ જ તમારે પણ માનવી પડશે. અને તો પછી તમારા કાર્યકારણભાવમાં પણ અભિવ્યક્તિનો સમાવેશ તમારે કરવો આવશ્યક બનવાથી (એ સિવાયનો કાર્યકારણભાવ સંભવિત ન હોવાથી) ગૌરવદોષ રહેતો નથી. જે ૩૫ ||
ગાથાર્થ – જ્ઞાનને સ્વભાવે કરીને જ અસત્ પદાર્થ ભાસે છે. એમ જ કહેશો સંસાર માત્ર જ્ઞાનાકારરૂપ જ છે એવું કહેતો યોગાચાર જીતી જશે. | ૩-૧૧ ||
| વિવેચન - સર્વથા અસત્ પદાર્થનું પણ જ્ઞાન થાય છે એવું કહેતા નૈયાયિકને બાધક દેખાડે છે. એનો ભાવાર્થ આવો છે – સામે ઘડો પડ્યો હોય ત્યારે “યં ધટ: જ્ઞાન થાય છે. સામે કપડું પડ્યું હોય ત્યારે “ર્ય પર:' એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો આવો આવો આકાર વિષયને આધીન હોય છે. જેવો વિષય હોય એવું જ્ઞાન થાય છે. જેવો શેયાકાર હોય એવો જ્ઞાનાકાર થાય. પણ વિષય જો સર્વથા અસત્ છે. શશશંગ જેવો છે... તો વિષયનો તો કોઈ જ આકાર ન હોવાથી એ તો જ્ઞાનને આકાર આપતો નથી, એ સ્પષ્ટ છે. પણ તે તે જ્ઞાનમાં ચોક્કસ આકાર તો હોય જ છે. ઠીકરાને જોઈને થતાં (સ્મૃત્યાદિ) જ્ઞાનમાં ઘટાકાર જ હોય છે, પટાકાર કે કટાકાર નહીં... તંતુમાં વણકરને પટ જ દેખાય છે, ઘટ કે કટ નહીં.. તો સર્વથા અસત્ વિષયના જ્ઞાનમાં આ આ ચોક્કસ આકાર કોના પ્રભાવે આવે છે ? વિષય તો છે જ નહીં, માટે વિષયના પ્રભાવે આવે છે એમ તો કહી શકાતું નથી... એટલે ન છૂટકે પણ તમારે માનવું જ પડશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org