________________
ઢાળ-૩ : ગાથા-૧૦ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ દંડાદિક અહે કહું છું, તિહાં લાઘવ છઇ, તુહરિ મતિ ઘટાભિવ્યક્તિનું દંડાદિક કારણ કહેવું તિહાં ગૌરવ હોઈ. બીજુ અભિવ્યક્તિનું કારણ ચક્ષુ: પ્રમુખ છઈ, પણિ દંડાદિક નથી. તે માટે ભેદ પક્ષ જ. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ, ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ, તિહાં ગૌરવ છઇ, તે ન ઘટછે. ૩-૯ | તે મિથ્યા, નહીં સર્વથાજી, અછતો વિષય અતીત | પર્યાયારથ તે નહીં જી, દ્રવ્યારથ છઈ નિત્ય રે ભવિકા | ૩-૧૦ |
ટબો- હવઈ એ મત દૂષઈ છઇ- “અછતાની શક્તિની પરિ અછતાની ઉત્પત્તિ હોઈ ઇમ
=જ્ઞાનરૂપે ઘટને અભિવ્યક્ત થવા માટે ચક્ષુ વગેરે કારણ છે. “અર્થાભિધાનપ્રત્યયાઃ તુલ્યનામધયા” [અર્થ : પદાર્થ(ઘડો), અભિધાન (ઘડો એવો શબ્દ), તથા પ્રત્યય(= જ્ઞાન) આ ત્રણેનું નામ તુલ્ય હોય છે. એટલે કે ત્રણ માટે “ઘડો' શબ્દ વપરાય છે. એટલે ઘડાનું જ્ઞાન પણ ઘડો કહેવાતું હોવાથી “ઘટી છે... વળી એ જ્ઞાન છે, તેથી ભાવાત્મક હોવાથી “ભાવરૂપે ઘડો આવિર્ભત થયો એમ કહી શકાય છે. (ઘડાનું જ્ઞાન થયું હોય ત્યારે.) (અહીં દ્રવ્યઘટ એટલે ઘડાનો દ્રવ્યનિક્ષેપો.. અર્થાત્ ઘડાના કારણભૂત મૃર્લિંડ.. અને ભાવઘટ એટલે ભાવનિક્ષેપો. એટલે કે કંબુગ્રીવાદિમાનું પદાર્થ... આવો અર્થ સંગત નથી એ એકદમ સ્પષ્ટ છે, કારણ કે દ્રવ્યઘટની = મૃપિંડની કોઈપણ પ્રકારની અભિવ્યક્તિ માટે દંડ કારણ નથી એ નાનું બાળક પણ સમજે છે.)
જૈનો કદાચ આ રીતે દંડ અને ચક્ષુરૂપ કારણના કાર્યનો વિભાગ કરી નાખે છે તો પણ એ બરાબર નથી, કારણ કે કાર્ય-કારણભાવમાં ગૌરવ જે ઉપર દોષરૂપે અમે (નૈયાયિકો) કહી ગયા છીએ એ ગૌરવ ઊભું જ છે. | ૩૪ |
ગાથાર્થ - નૈયાયિકની આ વાત મિથ્યા છે, કારણ કે અતીતવિષય સર્વથા અસત્ હોતો નથી. માત્ર પર્યાયરૂપે તે નથીeતે અતીત થયો છે... દ્રવ્યરૂપે તો એ નિત્ય છે. (તેથી સત્ પણ છે જ.) | ૩-૧૦ |.
વિવેચન - અતીત પદાર્થ અસત્ છે... અને છતાં એનું જ્ઞાન થાય છે. એટલે, અસત્ની જો જ્ઞપ્તિ થાય છે તો અસત્ની ઉત્પત્તિ કેમ ન થાય ? અર્થાત્ થાય જ.. આવી તૈયાયિકે જે વાત કરી છે એને દૂષિત ઠેરવવા ગ્રન્થકાર કહે છે કે અતીત વિષય પણ સર્વથા અસત્ થયો હોતો નથી. માત્ર પર્યાયાર્થિક નયથી જ તે ત્યાં નથી. દ્રવ્યાર્થિક નયથી તો નિત્ય હોવાથી તે ત્યાં છે જ. નષ્ટ ઘટ પણ સર્વથા નષ્ટ થઈ ગયો હોતો નથી. માટીરૂપે તો હાજર જ રહે છે. જો એનો સર્વથા અભાવ થઈ જતો હોય તો એ શશશંગ જેવો તુચ્છ બની જાય. પણ તૈયાયિકોએ પણ ઘટવૅસને શશશૃંગકલ્પ નથી માન્યો... કિન્તુ સાતમા પદાર્થરૂપે માન્યો છે જેમાં શેયત્વાદિ ધર્મો પણ માન્યા છે... શશશૃંગમાં તો શેયત્વ પણ હોતું નથી. એટલે જણાય છે કે ઘડો નાશ પામી જાય તો પણ શશશૃંગ જેવો સર્વથા અસત્ થઈ જતો નથી. સર્વથા અસત્ થયો નથી, એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org