________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૩ : ગાથા-૯
ટબો- ઇહાં તૈયાયિક એહવું ભાષઈ છઈ “જિમ - અતીત વિષય જે ઘટાદિક, અછતા છઈ, તેહનું જિમ જ્ઞાન હોઈ, તિમ - ઘટાદિક કાર્ય અછતાં જ, મૃત્તિકાદિક દલથકી સામગ્રી મિલ્યુઇ નીપજચઇ. અછતાની શક્તિ હોઇ, તો અછતાની ઉત્પત્તિ કિમ ન હોઈ ? ઘટનું કારણ છે, કથંચિત્ અસત્ હોય છે એવું સદસત્ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમકે ઘડો ઉત્પત્તિપૂર્વે ઘડારૂપે અસત્ હોય છે. પણ માટીરૂપે યોગ્યતારૂપે તો સત્ હોય જ છે. આમ સદસત્ હોય છે.
નૈયાયિક અસત્કાર્યવાદી છે. જે પૂર્વે સર્વથા અસતું હોય તે શશવિષાણની જેમ ક્યારેય ઉત્પન્ન થઈ શકે નહીં... થાય નહીં. આવી આપણે અસત્કાર્યવાદીને જે આપત્તિ આપેલી, એનું વારણ કરવા તૈયાયિક દલીલ કરી રહ્યો છે કે સર્વથા અસત્ની જો જ્ઞપ્તિ થાય છે, તો એ રીતે ઉત્પત્તિ પણ થઈ શકે છે.
નૈયાયિક - જે ઘટાદિ વિષય અતીત થઈ ગયો હોવાથી = નાશ પામી ગયો હોવાથી વર્તમાનમાં અસત્ છે, છતાં તેનું સ્મરણાદિ જ્ઞાન થાય છે... અર્થાત્ અસત્ની જ્ઞપ્તિ થાય છે તો એ રીતે પૂર્વે અસત્ એવા ઘટાદિ કાર્ય માટી વગેરે ઉપાદાનકરણમાંથી દંડ-ચક્ર વગેરે સામગ્રી મળે ત્યારે ઉપજશે.... ટૂંકમાં અછતાની જ્ઞપ્તિ થાય છે તો અછતાની ઉત્પત્તિ કેમ ન થાય ?
વળી, ઘટને પહેલાં પણ સત્ માનો છો એટલે તમને બીજી પણ એક આપત્તિ આવે છે. તે આ રીતે - ઘડો પહેલાં પણ સત્ છે. (પણ તિરોભૂત છે, માટે તો દેખાતો નથી.) એટલે દંડાદિ સામગ્રીએ એને તો ઉત્પન્ન કરવાનો રહે નહીં. સને શું ઉત્પન્ન કરવાનો ? નહીંતર તો એને ફરી ફરી ઉત્પન્ન કર્યા જ કરવો પડે. પણ ઘડો પહેલાં તિરોભૂત છે, એને આવિર્ભત કરવાનો છે. માટે, તમારે દંડાદિ સામગ્રીને ઘટનું નહીં, પણ ઘટાભિવ્યક્તિનું કારણ માનવું પડશે, જેમાં ગૌરવ સ્પષ્ટ છે. ઘટવાવચ્છિન્નકાર્યતાનિરૂપિતદંડવાવચ્છિન્નકારણતા. આવો કાર્યકારણભાવ માનવાના બદલે ઘટાભિવ્યક્તિત્વાવચ્છિન્નકાર્યતાનિરૂપિતદંડવાવચ્છિકારણતા...આ રીતે કાર્યકારણભાવ માનવામાં ગૌરવ છે એ સ્પષ્ટ જ છે.
અંધારામાં રહેલા ઘડાને વ્યક્ત કરવા માટે દીવો કરવો. આંખ ખોલવી (એ તરફ નજર નાખવી...) વગેરે જ લોકો કરે છે.. દંડ-ચક્ર વગેરે કાંઈ ભેગું કરતા નથી, એટલે જણાય છે કે અભિવ્યક્તિના કારણ તરીકે ચક્ષુ વગેરે પ્રસિદ્ધ છે. પણ દંડ-ચક્રાદિ કાંઈ એના પ્રમુખ કારણ તરીકે કહેવાતા નથી. તેથી ભેદપક્ષ જ માનવો યોગ્ય છે. એટલે કે દંડ-ચક્રાદિ ઘટને જ ઉત્પન્ન કરે છે... ઘટાભિવ્યક્તિને નહીં. એટલે જ ઉત્પત્તિ પૂર્વે ઘડાને અસત્ માનવાનો જ રહે છે. વળી એ વખતે કારણ તો હાજર (સતુ) હોય છે. માટે કારણ કરતાં કાર્ય ભિન્ન જ હોય છે, એમ ભેદપક્ષ માનવો ઉચિત છે. કારણ કે અસત્ અને સત્નો અભેદ ન હોય શકે.
તમે જૈનો કદાચ જો એમ કહો કે દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ વગેરે અને ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ... તો એમાં ગૌરવ હોવાથી એ પણ ઘટતું નથી. આશય એ છે કે દ્રવ્યરૂપે ઘટને અભિવ્યક્ત થવા માટે આવિર્ભત થવા માટે દંડ વગેરે કારણ છે. અને ભાવરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org