________________
ઢાળ-૩ : ગાથા-૯
૯૪
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ આવિર્ભાવ - તિરોભાવ પણ દર્શન - અદર્શન નિયામક કાર્યના પર્યાય વિશેષ જ જાણવા.” તેણઈ કરી આવિર્ભાવનઈ સત્, અસત્ વિકલ્પઈ દૂષણ ન હોઈ, જે માટઇ અનુભવનઈ અનુસારો પર્યાય કલ્પિછે. . ૭-૮ છે. નઇયાયિક ભાષઈ ઈમ્યું , “જિમ અછતાનું રે જ્ઞાન | હોવઈ વિષય અતીતનું જી, તિમ કારય સહી નાણ રે ભવિકાઢે છે. ૩-૯ |
થાય છે. અર્થાત્ ઘટોત્પત્તિ એ પણ કાર્ય છે. વળી ઘટ તો કાર્ય છે જ.. હવે, માટી-દંડ-ચક્રકુંભાર વગેરે ઘટની સામગ્રી છે ? ઘટોત્પત્તિની સામગ્રી છે ? કે તે બંનેની સામગ્રી છે? બંનેની સામગ્રી છે, એમ કહી શકાતું નથી, કારણ કે કાર્યભેદે કારણભેદ જોઈએ જ. એટલે જ ઘટોત્પત્તિની એ સામગ્રી છે, એવું પણ નથી, કારણ કે ઘટની સામગ્રી તરીકે પ્રસિદ્ધ છે. તો ઘટોત્પત્તિની સામગ્રી શું છે ? એ કહો. વળી, ઘટ એ કાર્ય છે.... તો એની ઉત્પત્તિ થાય છે. એમ ઘટોત્પત્તિ એ પણ કાર્ય છે... તો ઘટોત્પત્તિની પણ ઉત્પત્તિ માનવી પડશે. વળી એ (બીજા નંબરની) ઉત્પત્તિ પણ પહેલાં નહોતી. ને પછી થાય છે, માટે એ પણ કાર્ય છે. એટલે ઘટોત્પત્તિની એ ઉત્પત્તિની પણ ઉત્પત્તિ (ત્રીજા નંબરની ઉત્પત્તિ) માનવી પડશે... આમ ઉત્પત્તિની ઉત્પત્તિ. વળી એની ઉત્પત્તિ.. પાછી એની પણ ઉત્પત્તિ... આમ ક્યાંય પાર જ નહીં આવવાથી અનવસ્થા પણ આવશે. એ ટાળવા માટે તમારે તર્કનું પૂછડું છોડીને અનુભવનું શરણ લેવા સિવાય છૂટકો જ નથી.
અને અનુભવને અનુસરશો એટલે અનુભવ તો “ઘટોત્પત્તિ થઈ આટલો થાય છે.... પછી ઘટોત્પત્તિની ઉત્પત્તિ થઈ.” વગેરે અનુભવો કોઈપણ ડાહ્યા માણસને તો ક્યારેય થતા નથી.... માટે એની પંચાતમાં પડવાનું હોતું નથી... ને તેથી અનવસ્થા આવતી નથી.
આ જ વાત આવિર્ભાવને લાગુ પાડવાથી પૂર્વે જણાવ્યું એમ આવિર્ભાવ અંગે પણ કોઈ દૂષણ રહેતું નથી. (અહીં ટબામાં “આવિર્ભાવનઈ સત્ અસત્... એમ કહ્યું છે, આવિર્ભાવાદિનઈ સત્ અસત્... એમ નહીં... એટલે આવિર્ભાવ અંગેના દૂષણ અને એના વારણ જ વિવક્ષિત છે. તિરોભાવ અંગેના નહીં. અને આવશ્યકતા પણ આવિર્ભાવ અંગે જ છે.... તિરોભાવ અંગેની વિચારણા તો જ જરૂરી બને. જો નાશ” પ્રસ્તુત હોય.) || ૩૩ |
ગાથાર્થ - અહીં, નૈયાયિક આ પ્રમાણે કહે છે કે - અતીત વિષય અસત્ થઈ ગયો છે, તેમ છતાં જેમ એનું જ્ઞાન થાય છે... તો અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે, એમ હે સખિ ! તું જાણ. ૩-૯
વિવેચન - ઉત્પત્તિપૂર્વે પણ કાર્ય સર્વથા સત્ હોય છે... આવું સર્વથા સત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે. આવું માનનારા દાર્શનિકો સત્કાર્યવાદી કહેવાય છે. કાર્ય, ઉત્પત્તિ પૂર્વે સર્વથા અસત્ હોય છે... આવું સર્વથા અસત્ કાર્ય જ ઉત્પન્ન થાય છે. આવું માનનારા દાર્શનિકો અસત્કાર્યવાદી કહેવાય છે. આપણે જૈનો સદસત્કાર્યવાદી છીએ.... અર્થાત્ ઉત્પત્તિપૂર્વે જે કાર્ય કથંચિત્ સત્ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org