________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૮
૯૩
તિરોભાવની શક્તિ છઇ, તેણઇ કરી છઇ, પણિ - કાર્ય જણાતું નથી, સામગ્રી મિલઇ, તિ વારઇ - ગુણ પર્યાયની - વ્યક્તિથી આવિર્ભાવ થાઇ છઇ, તેણઇ કરી કાર્ય દીસઇ છઇ. ઘટોત્પત્તિ પૂર્વે સત્ એવો એ આવિર્ભાવ પોતે આવિર્ભૂત છે કે તિરોભૂત? જો આવિર્ભાવ આવિર્ભૂત હોય તો તો ઘટોત્પત્તિ પૂર્વે ઘટ પણ દેખાવો જ જોઈએ. કારણ કે એ આવિર્ભાવ પોતે જ તો ઘટના દર્શનનો નિયામક છે. એટલે એને જો તિરોભૂત માનશો તો અનવસ્થા આવી પડશે. કારણ કે હવે આવિર્ભાવનો આવિર્ભાવ માનવો પડશે...ને એના માટે આ બધા વિકલ્પો ઊભા થશે...
આમ આવિર્ભાવને સત્ કહો કે અસત્... દૂષણ જ દૂષણ છે. માટે આવિર્ભાવ કહીને તમે છૂટી શકતા નથી...
સમાધાન
આવિર્ભાવ-તિરોભાવ એ કાર્યના દર્શન-અદર્શનના નિયામક છે... પણ એ કાર્યના અમુક ચોક્કસ પ્રકારના પર્યાયરૂપ જ છે... જેમ ઘડાનું રૂપ... ઘડાનો આકાર... આ બધા જ ઘડાના પર્યાય છે... એમ ઘડાનો આવિર્ભાવ... ઘડાનો તિરોભાવ... આ પણ ઘડાના જ પર્યાયો છે. એટલે ઘડાના રૂપ વગેરે પર્યાયો જેમ પિંડાદિરૂપે સત્ હોવા છતાં તિરોભૂત હતા.. અને ઘટકાળે આવિર્ભૂત થાય છે... એ જ પ્રમાણે આવિર્ભાવ માટે પણ જાણવું...
-
-
શંકા - આ તો અમે પૂર્વે જણાવ્યું એમ તમે આવિર્ભાવનો આવિર્ભાવ માન્યો... ને તેથી, અમે જણાવ્યા મુજબ એમાં અનવસ્થા આવશે જ.
સમાધાન - ના, આવી અનવસ્થાની કોઈ આપત્તિ નથી... કારણ કે પર્યાયોની કલ્પના અનુભવને અનુસારે થાય છે... આડેધડ થતી નથી... ‘ઘડાનો આવિર્ભાવ થયો...' આવો અનુભવ થાય છે... એટલે આવિર્ભાવ થવો તો માનવો જ પડે... વળી એને પૂર્વે સર્વથા અસત્ તો માની શકાતો નથી... (નહીંતર તો શવિષાણની જેમ એનું થવું અશક્ય બની જાય.) માટે એનો પણ પૂર્વે તિરોભાવ માનીને કાર્યકાળે આવિર્ભાવ માની શકાય. પણ આ રીતે ‘આવિર્ભાવનો આવિર્ભાવ થયો’ ‘આવિર્ભાવના આવિર્ભાવનો આવિર્ભાવ થયો' આવા બધા અનુભવો કાંઈ થતા નથી કે જેથી એ બધા માનવા પડે ને તેથી અનવસ્થા ચાલે...
Jain Education International
શંકા - આવી બધી વિચારણામાં અનુભવના આધારે ચાલવાનું હોતું નથી... પણ તર્કના આધારે ચાલવાનું હોય છે... કારણ કે અનુભવ તો આપણો ક્યારેક ભ્રાન્ત પણ સંભવે છે (જેમ કે રેલવેના બે પાટા ભેગા થતા દેખાય છે, વગેરે). ને તર્ક તો ઘડાને જે દલીલ લાગુ પડે છે એ જ એના આવિર્ભાવને લાગુ પડતી જણાવે છે... વળી એ આવિર્ભાવના આવિર્ભાવને... વળી પણ એના આવિર્ભાવને... બધે સમાન રીતે લાગુ પડતી હોવાથી અનવસ્થા તો આવશે જ. આમ તર્કને આટલો બધો વહાલો કરવા જશો તો તમે પણ ફસાઈ જશો. તે આ રીતે - અમે તમને પૂછીએ છીએ કે ઘટ એ કાર્ય છે... એની ઉત્પત્તિ જ્યારે થાય છે... એ પહેલાં એ ઉત્પત્તિ હતી કે નહીં ? જો હતી એમ કહેશો તો ઘડો પહેલેથી જ ઉત્પન્ન હતો.. પછી દંડ-ચક્રાદિએ શું કર્યું ? જો નહોતી... તો એનો અર્થ એ થયો કે એ ઉત્પત્તિ પણ ઉત્પન્ન
સમાધાન
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org