________________
૯૨
ઢાળ-૩ : ગાથા-૮
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ કારણમાંહિ અછતી કાર્યની પરિણતિ ન નીપજઇ જ જિમ શવિષાણ. જો કારણમાંહિં કાર્યસત્તા માનિઇ, તિવારઇ અભેદ સહજ જ આવ્યો. ॥ ૩-૭૪॥
દ્રવ્યરૂપ છતી કાર્યની જી, તિરોભાવની રે શક્તિ ।
આવિર્ભાવઇ નીપજઇજી, ગુણપર્યાયની વ્યક્તિ રે ।। ભવિકા૰ ।। ૩-૮ ॥
ટબો- કારણમાંહિં કાર્ય ઉપના પહિલા જો કાર્યની સત્તા છઇ, તો કાર્યદર્શન કાં નથી થાતું ? એ શંકા ઉપર કહઇ છઇ - કાર્ય નથી ઉપનું તિ વારઇ કારણમાંહિ કાર્યની દ્રવ્યરૂપઇ
પિંડ વગેરેમાં પણ માટીરૂપે ઘડો હાજર જ છે... સત્ છે... ને પછી એ જ ઘડારૂપે ઉત્પન્ન થાય છે. ।। ૩૨ ।।
ગાથાર્થ – કારણમાં કાર્યની દ્રવ્યરૂપે - તિરોભાવે શક્તિ રહેલી હોય છે. જ્યારે કારણસામગ્રી મળે છે ત્યારે એ શક્તિ આવિર્ભાવે નીપજે છે ને તેથી ગુણ-પર્યાયની વ્યક્તિ-અભિવ્યક્તિ થાય છે. ।। ૩-૮ ।।
વિવેચન - કાર્યોત્પત્તિ પૂર્વે પણ જો કારણમાં કાર્ય હાજર છે, તો એ દેખાતું કેમ નથી? આવી શંકાને ટાળવા માટે ગ્રન્થકાર કહે છે કારણકાળે કારણમાં કાર્ય હાજર છે જ... પણ તિરોભાવની શક્તિએ રહેલ છે... અર્થાત્ તિરોભૂત છે... અંધારામાં ઘડો જણાતો નથી... જણાતો નથી એનો અર્થ એ નથી કે એનો અભાવ જ હોય... જેમ અભાવ હોય તો ન જણાય એમ તિરોભૂત હોય તો પણ ન જણાય.
શંકા - અંધારામાં તો અંધકારથી જ તિરોભૂત હોવાના કારણે ઘડો ન જણાય એ બરાબર છે.. પણ પિંડાવસ્થામાં અંધકાર વગેરે તો કશું નથી... તો ઘડો શાનાથી તિરોભૂત છે ?
સમાધાન માટીમાં પિંડ-સ્થાસ... ઘડો વગેરે બધું જ હાજર હોય છે... પણ જ્યારે પિંડાકાર પ્રગટ હોય છે... ત્યારે એ જ બાકીના બધા આકારોને તિરોભૂત કરી દે છે... એમ જ્યારે સ્થાસાકાર પ્રગટ થાય છે ત્યારે એ જ પિંડાકાર કે કોશાકાર વગેરે દરેકને તિરોભૂત કરી દે છે... એટલે પિંડ વગેરે અવસ્થા દરમ્યાન પણ ઘડો હાજર જ હોય છે. માત્ર તિરોભૂત હોવાથી દેખાતો નથી. પણ જ્યારે કારણસામગ્રી હાજર થાય છે ત્યારે એ આવિર્ભૂત થાય છે. કારણ કે એના ગુણપર્યાય વ્યક્ત થયા હોય છે... અને કાર્ય આવિર્ભૂત થાય છે, માટે દેખાય છે.
શંકા - આનો અર્થ એ થયો કે કાર્યનો તિરોભાવ હોય ત્યારે ન દેખાય.. આવિર્ભાવ થાય
ત્યારે દેખાય... તો આ તમારો આવિર્ભાવ, કાર્ય થયા પૂર્વે સત્ હતો કે અસત્ ? જો અસત્ કહેશો તો, એ ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય... કારણ કે જે અસત્ હોય તે શવિષાણની જેમ ક્યારેય પેદા થતું નથી... અને છતાં અસત્ એવો પણ આવિર્ભાવ ઉત્પન્ન થઈ શકે છે એમ જો કહેશો તો એની જેમ કારણકાળમાં અસત્ એવા ઘટને પણ ઉત્પન્ન થવામાં શું તકલીફ છે ? એટલે પૂર્વકાળમાં આવિર્ભાવને અસત્ માની શકાતો નથી. એટલે એને સત્ માનવો પડશે... હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org