________________
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૭
જો અભેદ નહીં એહોનો જી, તો કારય કિમ હોઇ ? ।
અછતી વસ્તુ ન નીપજઇજી, શવિષાણ પર જોઇ રે ।। ભવિકાo ।। ૩-૭ ।। ટબો- વળી અભેદ ન માનઇ, તેહનઇ દોષ દેખાડઇ છઇ જો એહનઈ - દ્રવ્ય ગુણ પર્યાયનઇ અભેદ નથી, તો કારણ કારયનઇ પણિ અભેદ ન હોઇ, તિ વારઇ કૃત્તિકાદિક કારણથી ઘટાદિકાર્ય કિમ નીપજઇ ? કારણમાંહિ કાર્યની શક્તિ હોઇ તો જ કાર્ય નીપજઈ,
ગાથાર્થ - આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો અભેદ ન હોય તો કાર્ય શી રીતે થશે? કારણ કે શવિષાણની જેમ સર્વથા અસત્ વસ્તુ ક્યારેય ઉત્પન્ન થતી નથી. ।। ૩-૭ ||
૯૧
=
વિવેચન - વળી- દ્રવ્યાદિનો અભેદ ન માનનારને નવું દૂષણ આપે છે કારણ એ દ્રવ્ય છે અને કાર્ય એ પર્યાય છે. એટલે જો દ્રવ્ય-પર્યાયનો અભેદ ન હોય તો કારણ-કાર્ય વચ્ચે પણ અભેદ નહીં જ માની શકાય, અને તો પછી માટી-તંતુ વગેરે કારણથી ઘટ-પટ વગેરે કાર્ય શી રીતે ઉત્પન્ન થશે ? કારણમાં કાર્યની શક્તિ યોગ્યતા હોય તો જ કાર્ય નીપજે... કારણમાં જે જે કાર્ય વસ્તુની શક્તિ યોગ્યતા નથી એ કાર્ય પરિણામ પામતું જ નથી, જેમ કે શવષાણ. અને જો આ રીતે કારણમાં કાર્યસત્તા માનીએ તો કારણ-કાર્ય (દ્રવ્ય – પર્યાય) વચ્ચે અભેદ સહજ રીતે જ આવી ગયો. આશય એ છે કે કુંભાર માટી જ કેમ લાવે છે ? ને વણકર તાંતણા જ કેમ શોધે છે ? જો માટી-ઘટને કશું લાગતું વળગતું ન હોય તો માટીનો જ આગ્રહ શા માટે ? કોઈપણ સુશે કહેવું જ પડે કે માટીમાં જ ઘડાની યોગ્યતા છે... તંતુમાં જ પટની યોગ્યતા છે. માટીમાં આ ઘડાની યોગ્યતા છે એનો મતલબ જ છે કે ઘડો માટીમાં યોગ્યતા રૂપે હાજર છે... જેમ, ઠંડામાં મોરની યોગ્યતાનો મતલબ જ છે કે મોર ઇંડામાં યોગ્યતારૂપે હાજર છે અને ‘હાજર છે’ એનો અર્થ જ ‘સત્' છે. એટલે માટીમાં ઘડો સત્ છે... ને કારણસામગ્રીથી એ ઉત્પન્ન થાય છે. માટીમાં પટ હાજર નથી માટે લાખ પ્રયત્વે પણ ઉત્પન્ન થતો નથી... માટીમાં શવિષાણ હાજર નથી... એટલે કરોડો પ્રયને પણ ઉત્પન્ન થઈ શકે જ નહીં.
શંકા - ગ્રન્થકારે, માટીમાં પટની યોગ્યતા જ નથી... માટે પટ ઉત્પન્ન થાય જ નહીં... એમ પટનું દૃષ્ટાન્ત ન આપતા ઠેઠ શશિવષાણ સુધી કેમ ગયા ?
સમાધાન ગાથામાં ગ્રન્થકારે કારણ તરીકે કશાનો ઉલ્લેખ કર્યો નથી... એટલે કારણ તરીકે તંતુ વગેરે પણ લઈ શકાય જેમાં પટની યોગ્યતા છે જ. શશવિષાણની યોગ્યતા તો કશામાં જ નથી... માટે એનો ઉલ્લેખ કર્યો છે.
ઘડામાં જેમ ઘટત્વ ધર્મ છે, એમ મૃત્મયત્વ ધર્મ પણ છે... એટલે, ઘટત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ઘટભેદ જેમ વિચારી શકાય એમ મૃત્મયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ પણ વિચારી શકાય છે. પિંડ-સ્થાસ વગેરેમાં ઘટત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ હોવા છતાં મૃત્મયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક ઘટભેદ તો નથી જ... ઘટભેદ નથી... એનો અર્થ જ ઘટનો અભેદ છે... એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org