________________
ઢાળ-૩ : ગાથા-૬ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ છઈ, તે ગુણ પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ પર્યાયથી અભિન્ન દ્રવ્ય તે જીવદ્રવ્ય, રૂપાદિક - ગુણપર્યાયથી અભિન્ન તે અજીવદ્રવ્ય. નહી તો દ્રવ્ય સામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ. દ્રવ્ય ગુણ પર્યાય એ ૩ નામ છઈ. પણિ સ્વજાતિ ૩ નઈ એકત્વ પરિણામ છઈ, તે માટિ - તે ૩ પ્રકાર એક કહઈ (હિ), જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કિહિઈ, જિમ રત્ન ૧, કાન્તિ ૨, જ્વરાપહાર શક્તિ ૩, પર્યાયનઈ, એ ૩ નઈ એક જ પરિણામ છઈ, તિમ - દ્રવ્ય - ગુણ - પર્યાયનઈ ઇમ જાણવું. ૩-૬ છે.
જ્ઞાનાદિથી કે નરનારકાદિકથી જે અભિન્ન છે તે જીવદ્રવ્ય... રૂપાદિથી કે પિંડ-સ્થાસાદિથી જે અભિન્ન છે તે પુદ્ગલદ્રવ્ય.... નહીંતર = ગુણ-પર્યાયનો જો અભેદ ન હોય. જ્ઞાનાદિ કે રૂપાદિ બધા જ ગુણપર્યાયોનો જીવ-પુદ્ગલ વગેરે બધા દ્રવ્યો સાથે સમાન રીતે ભેદ હોય તો બધા દ્રવ્ય સમાન રીતે દ્રવ્ય સામાન્ય રૂપ જ બની જવાથી “દ્રવ્ય' તરીકે ઓળખાઈ શકાશે પણ “આ જીવ'
આ પુદ્ગલ' વગેરે વિશેષ સંજ્ઞાથી નહીં બોલાવી શકાય. આશય એ છે કે સંજ્ઞાઓ આડેધડ નથી. હોતી. જેનો ઉલ્લેખ કરવો છે એ પદાર્થના ધર્મને નજરમાં રાખીને બોલાય છે. જેમ કે ધન જોઈને ધનવાન.. રૂપ જોઈને રૂપવાન્... જ્ઞાન જોઈને જ્ઞાની.... વગેરે સંજ્ઞાઓ વપરાય છે. જીવપુદ્ગલાદિ દ્રવ્યો કરતાં જ્ઞાન-રૂપાદિ સર્વથા ભિન્ન હોય તો આ જ્ઞાનવાન્ જીવ... આ રૂપવાનું પુગલ વગેરે બોલી જ શી રીતે શકાય ?
જે દ્રવણશીલ = પર્યાયપ્રાપણશીલ છે તે દ્રવ્ય, સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ તે પર્યાય.. આવી પોતપોતાની જાતિને આગળ કરીને દ્રવ્ય, ગુણ અને પર્યાય એવા ૩ નામ છે અને કથંચિદ્ ભેદ હોવાથી એ ત્રણ પદાર્થ પણ છે. છતાં એ ત્રણેનો કથંચિત્ એકત્વ પરિણામ = અભેદ પણ છે જ.. જ્ઞાનાદિ ગુણો અને નરનારકાદિક પર્યાયો જીવની સાથે અભિન્ન છે, પણ પુદ્ગલની સાથે નહીં.. રૂપાદિ ગુણો અને પિંડ-સ્થાસાદિ પર્યાયો પુદ્ગલ સાથે એકમેક છે, જીવ સાથે નહીં.
આ સમજાવવાને દૃષ્ટાંત આપે છે – જેમ રત્ન (દ્રવ્ય), એની કાન્તિ (ગુણ) અને એની વરાપહાર શક્તિ (= તાવને દૂર કરવાનું સામર્થ્ય-પર્યાય) આ ત્રણે બાબતો કથંચિત્ ભિન્ન હોવા છતાં, ત્રણેનો એકત્વ પરિણામ પણ છે જ એમ પ્રસ્તુતમાં જાણવું જોઈએ.
શંકા - સ્વરાપહાર શક્તિ તો રતને સહભાવી છે, તો એને પર્યાયના સ્થાને કેમ કરી?
સમાધાન - કોઈ રત વ્યાધિને દૂર કરે. કોઈ રત વિજય અપાવે. કોઈ રત ધન અપાવે. આવી જાતજાતની શક્તિઓ હોય છે. એ શક્તિઓ એના લક્ષણને આધીન હોય છે. રતની ચમક, વર્ણ, અમુક સ્થળે કાળું ટપકું... આવું બધું ચોક્કસ પ્રકારનું અવસ્થાન એ લક્ષણ છે... માટે લક્ષણ એ પર્યાયરૂપ હોવું સ્પષ્ટ હોવાથી એને આધીન શક્તિને અહીં પર્યાય તરીકે કહેલ છે. | ૩૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org