________________
૮૯
દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ
ઢાળ-૩ : ગાથા-૬ ટબો- દ્રવ્યાદિકનઈ અભેદ ન માનઈ છઇ, તેહનઈ ઉપાલંભ દિઇ છઈ - ભિન્ન દ્રવ્ય - જે પાષાણ, કાષ્ઠ, પૃથિવી, જલાદિક. તેહનો પર્યાય જે ભવનાદિક - ઘરપ્રમુખ, તેહનઈ તુ “એક' કહઈ છઇ. “એક ઘર એ' ઇત્યાદિ લોકવ્યવહાર માટઇ. તો એક દ્રવ્યમાં - દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ હોઈ, એહવો વિવેક કાં નથી કહિતો ? જે માટછે - આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ, તેહ જ આત્મપર્યાય, એહવો વ્યવહાર અનાદિસિદ્ધ છઇ. I ૩-૫ | ગુણ પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર | પરિણતિ જે છઈ એકતા જી, તેણેિ તે એક પ્રકાર રે ભવિકાd I ૩-૬ .
ટબો- જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય, ઇત્યાદિ જે નિયત કહતાં વ્યવસ્થા સહિત વ્યવહાર થાઈ તરીકે પૃથ્વી - જળ બંને દ્રવ્યોને માનવાની આપત્તિ આવે. પરંતુ પાર્થિવ સાથે પાર્થિવ મળીને.... જલીય સાથે જલીય મળીને... એ જ રીતે અવયવી બને છે. માટે જ તેઓ આપણા શરીરને પાર્થિવ જ માને છે. અર્થાત્ શરીરનું ઉપાદાનકારણ તો પાર્થિવ પરમાણુ જ.. જળાદિનો જે અંશ છે તે બધું નિમિત્તકારણ. એટલે તેમના મતે તો પાષાણ-કાષ્ઠ-જળ વગેરે મળીને કોઈ એક અવયવી બની શકે નહીં. તેથી ટબામાં “એ એક ઘર છે' એવો લોકવ્યવહાર હોવાથી એમ જણાવ્યું છે.
શિષ્ટજનપ્રસિદ્ધ આવા જે કોઈ વ્યવહારો હોય તે કોઈક ને કોઈક નયથી તો સંગત હોય જ. અર્થાત્ કોઈક નયથી એને સંગત કરવો જ પડે. માટે તો કહ્યું છે કે જેટલા વચનપ્રયોગો છે તેટલા નય છે.
બૌદ્ધ આત્માને ક્ષણિક માને છે તો એ પણ સંગત કરી શકે છે. ને સાંખ્ય આત્માને પુષ્કર પલાશવત્ નિર્લેપ કહે છે તો એ પણ સંગત ઠરી શકે છે. નય શોધી કાઢવો જોઈએ. જેમકે પૂર્વે વિશુદ્ધ નિશ્ચયનયની વાત કરી ગયા.... જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામી ગયો હોય.... અને બહાર કોઈ જ ચમક ન દેખાતી હોય.. તો પણ તેનું અંદરનું તેજ-મહિમા વગેરે બધું અક્ષત જ હોય છે. એ જ રીતે નિગોદના જીવમાં પણ અંદર કેવલજ્ઞાન તો એવું જ અક્ષત હોય છે. એ જ રીતે અન્ય પણ બધા ગુણો એવા ને એવા અક્ષત હોય છે. એમાં જરા પણ ફેરફાર થતો નથી. (બહારથી ભલે આવરાઈ ગયેલા દેખાય) આને જ કહેવાય.. અંદરખાને આત્મા પુષ્કર પલાશવત્રિપ છે. || ૩૦ ||
ગાથાર્થ - દ્રવ્યોનો જે નિયત વ્યવહાર થાય છે તે ગુણ-પર્યાયના અભેદના કારણે થાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા પરિણતિ જે થઈ છે તેથી તે ત્રણે પ્રકાર એક કહેવાય છે. || ૩-૬ |
વિવેચન - આ જીવદ્રવ્ય.. આ અજીવદ્રવ્ય... આવો ચોક્કસ વ્યવસ્થાવાળો જે નિયત વ્યવહાર થાય છે તે ગુણ-પર્યાયનો દ્રવ્ય સાથે જે અભેદ છે એના કારણે થાય છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org