SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ્રાવૃત્તિ બ્રાંતિદર્શનને ખેલ નથી? તેનું રહસ્ય પામીએ તે મન પર કાબૂ આવે. તેવું જ નિદ્રા વિષે છે. તેને થોડો વધુ વિચાર આવતા પ્રકરણમાં. ૨૧-૫-'૪૯ ૩૧ ૧૩૨ ગ એટલે શું? જેમ કે કંઇડ. તેણે સ્વપ્નાવસ્થાને ઊંડો અભ્યાસ કર્યો. તે મનના લક્ષણ વિષે કેટલાંક નવા જ બિંદુઓ તેણે જગત આગળ રજૂ કર્યા; અને સારાંશે કહ્યું કે, આપણી અંદર મુખ્ય પ્રેરક બળ “લિબિડો” છે – કામવાસના છે. ગીતાકારે પણ અજુનના ખરી મૂંઝવણથી પૂછેલા સવાલને એને મળતો ઉત્તર સદાને માટે નથી આપ્યો? TF TE: ધ gવ: I ૦ ૨, ૩૭ I પરંતુ ગીતાકાર આગળ જઈને કહે છે, એ “કામ” આપણે નથી. આપણી ઇન્દ્રિયે, તેથી આગળનું તત્ત્વ મન, તથા તેથીય આગળનું તત્ત્વ બુદ્ધિ, – કામ ત્યાં ઘર કરીને વર્તે છે. પરંતુ આટલું જ સમજવું એ ભ્રાંતિજનક છે. બુદ્ધિ અને ત્યાં સુધી વ્યાપતા કામ-શત્રુની પણ પર એવું આત્મતત્ત્વ છે. સ્વપ્ન અને નિદ્રામાં તે સાક્ષીરૂપે અનુભવ લે છે. એ અનુભવોની છણાવટ કરવા દ્વારા જે આપણે આત્મનિષ્ઠાને સંસ્કાર દઢ કરીએ, તે સ્વપ્ન અને નિદ્રામાં મળતા તે જ્ઞાનના આધારથી મન પર કાબૂ આવતો જાય. મનને કાબૂ એ આત્મચિંતનને હેતુ છે. તે ચિતન કરવાને માટે બાહ્ય પ્રવૃત્તિ (સૂત્ર ૩૬ જુઓ), વિચારમય જીવન (સૂત્ર ૩૭ જુઓ), ઉપરાંત સ્વપ્નદશાના મનને અભ્યાસ કરવાની સૂમ માનસપ્રવૃતિ પણ કામની છે. કેવળ જાગ્રત જ નહિ, તે ઉપરાંત સ્વપ્ન ને નિદ્રા એમ ત્રણે દશામાં જે અનુભવ થાય, તે બધાને ભેગે ક્યાસ કરીને રહસ્ય કાઢવું જોઈએ. સ્વપ્નદશા એક ભારે મોટા નિદ્રાવૃત્તિ ગયા પ્રકરણમાં આપણે સ્વપ્ન અને નિદ્રા એ બે અવસ્થામાં થતા જ્ઞાન પર આધાર રાખીને અભ્યાસ કરવાથી પણ ચિત્ત ઉપર અમુક કાબૂ મળી શકે છે, તેની ચર્ચા કરી હતી. તે અંગે થોડુંક વિશેષ જોવા જેવું છે. - નિદ્રા એક વૃત્તિ છે, એ અહીં યાદ કરવું જોઈએ. એટલે કે, ચિત્ત સામાન્ય રીતે આ વૃત્તિમાં પણ જાય છે; અને એને શારીરિક તથા માનસિક ફાયદે કેટલો બધે છે, એ તો દરેક જાણે છે. ઊંઘ ન આવે તો આપણે સાજાતાજા ન રહી શકીએ; ઊંઘ ન મળતી રહે તો આપણું. ચિત્ત સ્વસ્થ રીતે કામ ન કરી શકે; તે વગર લોકો ગાંડા પણ થઈ જાય છે. મતલબ કે, નિદ્રાવૃત્તિમાં આ ગુણ સહેજે રહેલો છે. ચિત્તને તે અમુક સ્વસ્થતા અને તંદુરસ્તી આપે છે. આ સૂત્રમાં તેથી આગળ જઈને જ્ઞાનપૂર્વક અમુક અભ્યાસ કરવાની વાત છે. તે એ કે, આ નિદ્રાદશામાં ચિત્તને જે અનુભવ થાય છે, જે નિદ્રાકાર રૂપમાં તે એ For Private Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy