________________
૩૦
સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનના અભ્યાસ
મનને સ્થિર કરવાને અગાઉ જોયા તે ઉપરાંત બીજા અભ્યાસ પણ છે, તે ૩૮, ૩૯ સૂત્રમાં છેવટે કહે છે. આ બેઉ સૂત્રમાં પણ ‘મનસ: સ્થિતિનિબંધનમ્ ’—જેવા અ અધ્યાહાર માની હોવાનેા છે. આ એ સૂત્રા આમ છે—
स्वप्ननिद्राज्ञानालंबनं वा ।। ३८ ।। यथाभिमतध्यानात् वा ।। ૨ ।।
–સ્વપ્ન કે નિદ્રાની અવસ્થામાં જે જ્ઞાનને અનુભવ ચિત્તને થાય છે, તેનું આલંબન લઈને જો અભ્યાસ કરાય, તેાય મનને સ્થિર કરવામાં મદદ મળે છે.
–અથવા તેા આપણને જે પસંદ હાય તેવી વસ્તુનું ધ્યાન કરવાથી પણ મદદ થાય છે.
આપણે જોયું છે કે, આ અભ્યાસના પ્રકારાને સંબંધ અંતરાયાના પ્રકારો સાથે કાંઈક છે. જેમ કે શારીરિક અંતરાયા — વ્યાધિ, સ્થાન માટે પ્રાણાયામને વધુ લેવાદેવા છે; અવિરતિ અંતરાયને વીતરાગવિષય ચિત્ત જોડે છે. તેમ જ સૂત્ર ૩૮ ૩૯માં જે આ મે અભ્યાસ બતાવ્યા છે, તેમને અનુક્રમે બ્રાંતિદર્શન અને અલખ્યભૂમિકત્વ એ અંતરાયા જોડે સબંધ બતાવી. શકાય. પહેલું બ્રાંતિદન લઈ એ.
૧૩૦
Jain Education International
સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનનો અભ્યાસ
૧૩૧
ભ્રાંતિ શું કામ થાય ? કારણ, સાચી સમજ નથી તેથી, તેને માટે જે જ્ઞાનનિષ્ઠા કે અમુક પાકી શ્રદ્ધા જોઈએ તે ન હેાવાથી મન ડગમગે છે. હવે સ્વપ્ન અને નિદ્રામાં થતા જ્ઞાનને જુએ. આપણા સામાન્ય અનુભવ જાગ્રત અવસ્થાને જ હોય છે. સ્વપ્ન સાચાં ન હોય એમ માનીએ છીએ. અને નિદ્રામાં તે કાંઈ ખબર જ નથી પડતી, એટલે તે વિષે ઝાઝો વિચાર શે? સૂત્રકાર કહે છે કે, આ બે જ્ઞાન પર અભ્યાસીએએ વિચાર કરવા જેવા છે; તેા મન-માંકડાને વિષે એવું જણવાનું મળશે કે જેથી માણસ તેનું ખરું સ્વરૂપ પામી શકશે.
સ્વપ્નમાં દશે ઇંદ્રિયા શાંત હાય છે, કેવળ તેમને નાથ — અગિયારમી ઇંદ્રિય જે મન, તે કામ કરે છે; અને નિદ્રામાં તે પણ નથી કરતું. પણ સ્વપ્નમાં જે ચાલે છે તે આપણે તેથી નિરાળા એવા સાક્ષી તરીકે જોઈ એ છીએ; તેનાં સુખદુઃખ, ભય, રાગદ્વેષ ઇત્યાદિ પણ તે વખતે અનુભવીએ છીએ; તેમાંનું કેટલુંક જાગ્યા પછી યાદ રહે છે; ઘણું નથીયે રહેતું. નિદ્રામાં તે વખતે કશી ખબર નથી હોતી, પણ જાગ્યા પછી એમ યાદ કરીએ છીએ કે, ઠીક ઊંઘ આવી, કાંઈ ખબર જ ન પડી, બહુ સારું લાગ્યું ઇ.
સામાન્ય જાગ્રત દશાના અનુભવથી આ એક વિલક્ષણ અનુભવ છે. તેમાં આપણું હુંપણું જરા જુદી રીતે દેખાય છે. મનની ચેષ્ટાએ અસાધારણ જોવા મળે છે. તે પરથી આપણે હુંપણું, મન, મનની કામ કરવાની રીત વગેરે વિષે સાક્ષાત્કાર પામી શકીએ. દાખલા લઈ એ તે,
For Private & Personal Use Only
www.jainelibrary.org