________________
૧૨૨
વેગ એટલે શું? લેવાની અને કાઢવાની કસરતો * બસ થાય છે. એ નિયમિત કરવાથી તેને ફાયદો થાય, એ તો દરેક અભ્યાસનું લક્ષણ છે અને તે અહીં પણ બરોબર લાગુ પડે છે.
આ કસરતને મનને સ્થિર કરવામાં કામ દેનારી કહી છે. એ એની વિશેષતા છે. પ્રાણની ગતિ સાથે મનની -વૃત્તિની ગતિનો જે નિકટ સંબંધ રહેલો છે, તે પરથી કહેવામાં આવ્યું છે કે, પ્રાણાયામથી મનની સ્થિતિ પર ફરક પડે છે. જેમ સામાન્ય વ્યાયામથી પાચન પર, વજન પર, સ્નાયુની શક્તિ વગેરે પર અસર પડે, તેમ પ્રાણાયામની કસરતથી સામાન્ય આરોગ્ય ઉપરાંત જે ફળ નીપજે છે તે આ છે. આ વાત અનુભવે જોવાની રહી. પણ એટલું એમાંથી સમજી લઈ શકાય કે, શ્વાસોશ્વાસની કસરતનેય. વ્યાયામમાં સ્થાન મળવું જોઈએ, કેમ કે તે શરીરના પ્રાણાભિસરણ પર સારી અને સીધી અસર કરે છે. એ અસર કેટલે સુધી જઈ શકે છે તેનું વર્ણન અષ્ટાંગયોગના પ્રકરણમાં સાધનપાદનાં ૪૯થી પર સૂત્રમાં આપ્યું છે, જે ત્યાં પહોંચીશું ત્યારે જોઈશું. ૧૪-૨-૪૯
* વિધારણ એટલે, વિશેષ કરીને વાયુને લેવો– ઊંડો શ્વાસ લે, એવે અર્થ પણ થઈ શકે, એટલે ઊંડેથી ખેંચીને શ્વાસ કાઢો (એટલે પ્રર્દન અને દાડે સુધી તે લે (એટલે વિધારણ)–એમ ઊંડા શ્વાસે શ્વાસ લેવે ને મૂક, એ અર્થ પણ કરી શકાય. એ જ ભસ્ત્રિકા અને દીધ’ ઉડે શ્વાસે શ્વાસને પ્રાણુ–ાયામ છે.
૨૮ વિષયવતી પ્રવૃત્તિનું ગબળ ગયા પ્રકરણમાં આપણે પ્રાણાયામ કે પ્રાણા ભિસરણની કસરતથી અંતરાય-નિવારણમાં શો ફાયદો થાય છે તે જોયું હતું. અંતરાયોના પ્રકારો સૂત્ર ૩૦માં કહ્ય છે તે યાદ કરીશું તો જણાશે કે, પ્રાણાયામ શરીરના વ્યાધિ ને સ્થાન પર સારી અસર પહોંચાડે છે. અને એ બે અંતરાયો પર સીધો પ્રહાર કરીને એકાગ્રતાના અભ્યાસમાં મદદ કરે છે.
પછીનાં બે સૂત્રોમાં જે અભ્યાસ કહ્યો છે, તે પ્રમાદ અને આળસ તથા કાંઈક સંશયના અંતરાય પર અસર પહોંચાડનારો છે. તે સૂત્રો આ છે – विषयवती वा प्रवृत्तिः उत्पन्ना मनसः
સ્થિતિનવંધ (-fધ)ની 1 રૂ I विशोका वा ज्योतिष्मती ।। ३६ ।। - વિષયને અંગેની પ્રવૃત્તિ જમે તો તે પણ મનની સ્થિતિ પ્રેરવા તરફ કામ દે છે.
-તેવી જ રીતે દરેકના ઘટની અંદર જે જીવનત છે, જે અસ્મિતા-જ્ઞાન ને બુદ્ધિ છે, તેને અંગેની પ્રવૃત્તિ જે જન્મે તો તે પણ મનને સ્થિર કરવાનું કામ દે છે. આ બે પ્રવૃત્તિઓ કઈ?
૧૨૩
Jain Education International
For Private & Personal use only