________________
ગ એટલે શું? એટલે આ સૂત્રમાં એક ઉમેરવા જેવું હોય છે તે વિદની ભાવના દ્વારા મૌમ્યને જીતવાનું. આપણી - મૂર્ખતા પર પણ હસતાં આવડવું જેઈ એ.
- આ ગુણે કે ભાવ સતત સેવવા હોય તે હરેક નાના મોટા પ્રસંગ પર ભાવના કરતા રહેવું જોઈએ. એ ભાવના કરવા માટે વાચન, શ્રવણ, મનન અને ચિંતન હોય. હરેક કામમાં એ ભાવના જાગ્રત રાખીને વર્તવા માટે સદા જાગ્રત રહેવું જોઈએ. આ વસ્તુ પોતે પણ એક. તત્વનો જ અભ્યાસ બની શકે; અને તેમાંથી ઉત્તમ શીલ કે સમ્યગૂ આચારની સિદ્ધિ થાય, જે ચિત્તને પરમ શાંતિ આપે જ છે. ૨૨-૯-'૪૮
અભ્યાસના પ્રકારે ઉપાય શો? આનો જવાબ હવે ચાલે છે. તેનો મુખ્ય મુદ્દો શરૂમાં કો–
૧. કોઈ પણ એક તત્ત્વનો અભ્યાસ થાય તે અંતરાય રેકાય (સૂત્ર ૩૨).
૨. ચિત્ત પ્રસન્ન રહેવું જોઈએ (સૂત્ર ૩૩).
આ ચિત્તને પ્રસન્ન રાખવાનું તો બીજી રીતે પણ જરૂરનું છે; દરેક જણે શીખી લેવા જેવી જીવન-કળા એ છે. તે વિષે આપણે ગયા પ્રકરણમાં જઈ આવ્યા.
આ જે પ્રકરણ ચાલે છે તેમાં ૩૨થી ૩૯ સૂત્રો દ્વારા, ‘અભ્યાસ કરવો એટલે શું કરવું, એની સમજ આપવામાં આવી છે. એ યાદ રાખીએ, તો આ સૂત્રોમાં રહેલી સંકલના સ્પષ્ટ થશે.
અભ્યાસનો અર્થ મનની સ્થિરતાને માટેનો યત્ન (જુએ સૂત્ર ૧૩-તંત્ર ચિતૈયત્નઃ અભ્યાસઃ) કરવો તે છે. આ યત્ન એટલે શું કરવું? આ સૂત્રો એનો જવાબ આપે છે. શરૂમાં એનું સામાન્ય સ્વરૂપ સમજીશું.
એક આ સૂત્રોમાંથી એ જોવા મળે છે કે, જે યત્ન કરવાનું છે તે સર્વાગીણ છે. મનુષ્યજીવનનાં બધાં પાસાં તરફ ધ્યાન આપવું જોઈએ, એ આ સૂત્રોમાં સ્પષ્ટ જોવામાં આવે છે?
પ્રથમ કહે છે કે, આ અભ્યાસનું રહસ્ય કોઈ પણ એકતત્વને તીત્રરૂપે અભ્યાસ કરવો જોઈએ (સૂત્ર ૩૨), એ છે. એનાં ક્ષેત્રો આટલાં આટલાં છે:
અભ્યાસના પ્રકારો ચિત્તને એકાગ્ર કરવા જતાં વચ્ચે અંતરા આવે છે. અથવા એમ કહો કે, અંતરાયે ચિત્તમાં આવ્યા જ કરે છે, તેથી કરીને ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. આ અંતરાયો અને તેમની સાથે અચૂક જોડાયેલા ભાવો કયા છે, તે અગાઉ આપણે જોયું હતું. (સૂત્ર. ૩૦, ૩૧.)
એટલે સવાલનો સવાલ એક થઈને રહ્યું કે, આ અંતરાને કેમ પહોંચી વળાય? અંતરાયનિવારણને
* મૌખ્યને દુ:ખ ગણી શકાય તે પછી “મૌખ્ય ને ઉમેરવાની જરૂર ન રહે, એમ કોઈ દલીલ કરી શકે.
non
For Prve & Personale Only