SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ એટલે શુ? મંત્રી-ફળા-મુદ્રિતા-ઉપેક્ષાળામ્સુલ-૩:૬-પુષ્ય-અપુષ્પविषयाणाम् भावनातः चित्तप्रसादनम् ।। ३३ ।। — સુખ, દુ:ખ, પુણ્ય અને અપુણ્ય – આ ચાર વિષયાને માટે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એવી ચાર વૃત્તિએની ભાવના કરવાથી ચિત્તને સાધી શકાય છે. આંતર પ્રસાદ શાંતિ કે ચિત્તપ્રસાદને ચળાવનારો મહરિપુ હાય તેા તે રાગ-દ્વેષ અથવા કામ-ક્રોધ છે. એમના પર વિજય મેળવવા માટે પહેલપ્રથમ તેા માણુસે, આસપાસના દૃશ્ય સાથેના પેાતાના સામાજિક સંસગને લીધે જે અનિષ્ટ વિકારા મનમાં ઊપજે છે, કે જેને લીધે ચિત્તમાં અજપા જન્મે છે, તે વિકારને રોકવા જોઈએ. ૩૩મું સૂત્ર મુખ્યત્વે આ કહે છે. ૧૪ આ કામ દરેક મનુષ્ય કરી શકે એવું છે. એ કેવળ ભલાઈ ને સજ્જનતાનું કામ છે. એમાં કશી ગૂઢ ચેાગવિદ્યાની વાત નથી. સાદે! સુખશાંતિના માર્ગ એ છેઃ કેાઈનું સુખ જોઈ તેને દ્વેષ ન કરતાં તેના પ્રત્યે મૈત્રીભાવ રાખવા. કાઈ નું દુઃખ જોઈ, તે આપણા શત્રુ કે સામાવાળિયા હોય છતાં, તેથી રાજી ન થતાં, દુઃખમાત્ર જોઈને સમભાવ ને દયાભાવ કેળવવા. નહિ તે હૃદયના ભાવા પરુષ થઈ જાય; અને પરુષતા કે નિષ્ઠુર જડતા ચિત્તની સારી સુખકારક સંપત્તિ નથી. કેાઈ પુણ્યકમીને જોઈ આનંદથી રાચવું, જેથી આપણી વૃત્તિને પુણ્ય તરફની કેળવણી મળે. અને કાઈ પાપકમી જોઈ તે પ્રત્યે તિરસ્કાર Jain Education International ચિત્તપ્રસાદ ૧૧૫ કે ઘૃણાભાવ ન ધરતાં ઉપેક્ષાથી જોવું. કદાચ તેનું પાપી કામ આપણા દેખીતા સ્થૂળ લાભમાં હોય, તેાયે તેને સંમતિ ન આપવી; અને ન તે માણસને વિષે ધુત્કાર સેવવે. કેટલાક લાક વૈરાગ્યના અથ એવા વિચિત્ર કરે છે કે, જગતનાં કાર્યોં તથા સબધાથી દૂર ભાગવું. આ અ અરાબર નથી. આ સમા તથા કાર્ય વિષે ઉપરને મૈત્રી-કરુણાદિ-ભાવ રાખવેા, એ સાચી સુજનતા અને .સાધના છે, એમ આ સૂત્ર સ્પષ્ટ બતાવે છે. આ સમધામાં એક વિશેષ સંબંધ ધ્યાન પર લેવા જેવા છે તે, આદેવત્તે અંશે છતાં, દરેકમાં સામાન્યપણે જોવામાં આવતું અજ્ઞાન, અણુસમજ કે મૌખ્યું. જગતના વહેવારમાં આનાં પાલાં પડે છે ત્યારે શાંતિ નથી રહેતી. તેવું જ અનુભવમાં આવતું પારુષ્ય કે દુર્જનતા છે. તેનાથી પણ દુઃખ, ક્રોધ ઊપજે છે. આ એ વિષયા પણ ચિત્તપ્રસાદની દૃષ્ટિએ જોવા જોઈએ. મૌખ્ય સામે નમ્રતા અને વિનેદવૃત્તિ કેળવવાની જરૂર છે. સામાની ભૂલ જોઈને આપણે પોતેય ભૂલપાત્ર છીએ એમ સમજી નમ્રતા ધરવી અને સામાની ભૂલથી થતા વિક્ષેપને વિનેાદ દ્વારા જીતી લેવા જોઈ એ. અને દુષ્ટતા સામે? દુષ્ટતા એ એક અપુણ્ય જ છે, એટલે એની ઉપેક્ષા કરવી જોઈએ. ન તેની સામે આપણે ક્રુષ્ટ બનીએ કે ન તે દુષ્ટતામાં લાભ હાય તેય તેમાં ભળી જઈએ; પરંતુ નમ્રતાપૂર્વક સ્વસ્થ રહી આપણી સજ્જનતાની ઢાલ સાબૂત રાખીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy