________________
૧૧૩
૧૧૨
યોગ એટલે શું? આમાંનાં સુખદુઃખનાં કારણે બાહ્ય હોય છે. અગાઉ કરેલાં કર્મના ફળરૂપે તે આવે છે. તે અચૂક નીપજે છે, તેથી તેમનો અનુભવ તો થાય જ. પણ તેથી કાંઈ તેણે આપણા મન પર અસર કરીને ચિત્તપ્રસાદને બગાડવો જ જોઈએ, એવો અટળ કાયદો નથી. સુખદુઃખ સરખાં માનીને ચાલવાની કળા માણસ કેળવી શકે છે. એને જ નરસિંહ મહેતાજીએ પેલા એમના અમર ભજનમાં ગાયું છે
સુખદુઃખ મનમાં ન આણીએ,
- ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કેઈનાં નવ ટળે,
જદુનાથનાં જયિાં.” અથવા એથી જ કરીને ગીતાકારે અર્જુનને કહ્યું કે,
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुख दुःखदाः ।
आगमापायिनोऽनित्याः तांरिततिक्षस्व भारत ।।२-१४ ।। સુખ અને દુઃખ આપનારાં જે ઊનુંટાતું ઈ જેવાં કંઠો છે, તે ઇન્દ્રિયને સ્પશીને પિતાનું કામ કરે છે. તે આવે છે ને જાય છે તેમાં કશું કાયમીપણું નથી. એટલે મનને સ્વસ્થ રાખીને તેમને તો સહી લેવાં.
આ બાહ્ય કારણેને માટે થયું. અંદરનાં કારણે રાગદ્વેષ કે વાસનાને લઈને જાગે છે. તે મનમાં જ પિઅજંપો જગવે છે અને એમ સુખદુઃખ અનુભવાવે છે; તેથી મન અસ્થિર કે વ્યગ્ર બને છે. આ પણ ચિત્તપ્રસાદને હણનારું કારણ છે.
ચિત્તપ્રસાદ ગીતાકારે આ વસ્તુ પણ ચચી છે. તે કહે છે –
અર70 સુત: સુરમ્ | -૬૬ / - જે અશાંત મનવાળો છે, એને ક્યાંથી સુખ થવાનું હતું?
તો શાંતિ કેમ મેળવવી જેથી સુખ થાય ? જવાબ નકારવાચક વાક્યથી ગીતા આપે છે
ર રામાવત: શાંતિઃ | - જેણે પિતાની ભાવના નથી કેળવી, જે પોતાના મનના ભાવને કેળવતો નથી, તેને શાંતિ મળતી નથી.
એ કેળવણી એટલે શું? તે જ શ્લોકમાં તેને. નકારવાચક ભાષામાં જવાબ છે કે,
___न चायुक्तस्य भावना ॥ -જે માણસ અયુક્ત છે, જેણે પિતાની બુદ્ધિને વ્યવસ્થિત કરી નથી, તે માણસ મનના ભાવને નહિ કેળવી શકે.
એટલે સાર એ થયો કે, આપણે મનના ભાવને કેળવવાનો અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ તે કયો? એને જવાબ સૂત્રકાર હવે પછી આપે છે. ગીતાના બીજા અધ્યાયના જે કો ઉપર ટાંક્યા છે, તે દ્વારા પણ સૂત્રનું આ જ ભાવના-ચોગનું પ્રકરણ ગીતાકારે કાવ્યમાં ચણ્યું છે. ગીતાને એ ભાગ વાચક જોશે તે આ સંદર્ભમાં તેને એમાં રમૂજ પડશે.
ચિત્તને એકાગ્ર કરવાને માટે, તેની પૂર્વતૈયારી તરીકે ચિત્તને પ્રસાદ કે પ્રસન્નતા જોઈએ; તે કેમ કરતાં મળે, એ બતાવવા સૂત્રકાર ૩૩મું સૂત્ર કહે છે –
Jain Education International
For Private & Personal use only
www Bielinary