________________
૧૧૦
૨૫
વેગ એટલે શું? જ્યાં ત્યાંથી હઠાવવાને. તેને ટૂંકે અને એકમાત્ર ઉપાય સૂત્ર ૩૨માં સામાન્ય રૂપે આપી દેવામાં આવ્યો છે –
તપ્રતિવેથાર્થમ્ જીવતાભ્યાસ: || રૂ૨ છે. તે અંતરાયો અને એમની સાથે થતા વિક્ષેપને રોકવાને માટે એક તત્ત્વને અભ્યાસ કરે જોઈએ.) કોઈ પણ એક મુદો કે બાબત લઈને તેની ઉપર ચિત્તને એકાગ્ર કરવાનો સતત પ્રયત્ન કર્યા કરે જોઈએ. જેમ કે, નવ અંતરા અને ચાર તેના સહભૂ, એ ૧૩માંથી એક અંતરાયને જીતવાને માટે અભ્યાસ આદરીએ. આ તેરે વસ્તુઓ ઓતપ્રોત સંકળાયેલી છે. એકને પણ જીતવામાંથી બીજી હાથમાં આવતી જાય છે અને એમ અંતરા દૂર કરવાનો જે એક મુદ્દો છે તે હલ થાય છે. વાત મૂળ એ છે કે, ચિત્તને એકાગ્ર થવાની ટેવ પાડવી જોઈ એ. ચિત્તની સામાન્ય ટેવ તે એક વસ્તુથી બીજે અને બીજેથી ત્રીજે, એમ ક્ષણે ક્ષણે ચંચળપણે ઊડવા કરવાની છે. એને લઈને જ અંતરા અંતરાયરૂપે વતી શકે છે. એટલે ચિત્તને એમ કૂદાકૂદ કર્યા કરવામાંથી પકડવું જોઈએ. તે કરવાને માટે શરૂમાં જ સૂત્રકારે કહ્યું કે, યા તો ઈશ્વરપ્રણિધાન કે ભક્તિયોગ અથવા તો વૈરાગ્ય - અભ્યાસ - યેાગ લેવા જોઈએ. તેમાં આ જે બીજો અભ્યાસ કહ્યો તે કેવા પ્રકારનો હોય, તે હવે પછીનાં ઘોડાંક સૂત્રોમાં બતાવે છે.
ચિત્તપ્રસાદ ચિત્તને એકાગ્ર કરવાને માટે કઈ પણ એક તત્ત્વ કે પ્રયત્ન-દિશા લઈને અભ્યાસ કરવા મડવું જોઈએ. આ તે પ્રયત્નની એક બાજુ થઈ. પરંતુ એ પૂરતી નથી. આપણે સામાન્યપણે પણ જાણીએ છીએ કે, જે આપણને સુખ નથી હોતું, ચેન નથી હોતું, મનની કાંઈક નિરાંત નથી હોતી, તે કશું સૂઝતું નથી; સૂઝે તેય તે કરવામાં ગોઠતું નથી, અને કશે ઝાઝે ભલીવાર નથી આવતો. તેથી હરેક પ્રયત્નને માટે એક બીજી બાજુ પણ રહી છે અને તે એ કે, આપણે મનથી ખુશ અને ઉત્સાહી હોવું જોઈએ. આ ઉત્સાહ અને ખુશીને જ ચિત્તપ્રસાદ કહે છે. ચિત્તમાં ખેદ, વિષાદ, ક્રોધ, અસૂયા દૃઢ થયા કરે, તો એ અનેક ક્ષેશનાં ને ગૂચનાં કારણ પેદા કરે છે. તેથી ચિત્તની પ્રસન્નતા નથી રહેતી. અને એ ઉઘાડું છે કે, એના વગર સ્વસ્થ કે એકાગ્ર ચિત્ત જન્મી ન શકે.
આપણા ચિત્તને ઉદ્વેગ થવામાં મુખ્ય બે કારણો બતાવી શકાય:
૧. સુખદુઃખના અનુભવ પ્રમાણે આપણને ખુશી કે નાખુશી થાય છે.
૨. રાગદ્વેષ જેવાં આંતર કારણને લઈને મનમાં જંપ-અજંપ કે શાંતિ- અશાંતિ થાય છે.
૨૦-૭-૮
૧૧૧
in Education in
For Private & Personale
Only