SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ - ૨૪ અંતરાયોનું નિવારણ ગયા પ્રકરણમાં આપણે અંતરાયો અને તેમની સાથે અચૂક જન્મતો તેમનો પરિવાર કયો છે, એ જઈ આવ્યા આ બધાને ઓળંગી જવું જોઈએ. તે કેવી રીતે બને ? તેને ઉપાય શો? પછીનાં સૂત્રો તે જણાવે છે. આ જોતા પહેલાં એક સામાન્ય વિચાર કરી લેવા જેવો છે. દુઃખ, ક્રોધ, ચીડ, શરીરકંપ ઈત્યાદિ અનુભવે નવ અંતરાને કારણે થાય છે. પરંતુ આ અંતરાયોનું કારણ શું? તેમને અંતરાયો કેમ કહેવામાં આવે છે? શામાં અંતરાય તરીકે એ આવે છે કે જેથી તેનું નામ એમને આપવામાં આવ્યું છે? જવાબ ઉઘાડો છે. આપણી સહજ સ્થિતિ છે તે અનુભવવામાં અંતરાય થાય છે, તેથી એ નામ એમને મળ્યું છે. આય કે હિંદુ તત્ત્વજ્ઞાન આ સ્થિતિ વિષે એમ કહે છે કે, જે છે તે જ છે અને બીજું કાંઈ નથી. (નાડતો વિદ્યતે માવ: Rડમા જીવાતે મત: ગીતા, ૨-૧૬.) અને તેથી તે દશા સદાકાળ સુખશાંતિ અને સ્વસ્થ સમાધાનની જ હોઈ શકે, કે જે સૌનું પરમ ધામ છે. એ આપણું સાચું સ્વરૂપ છે. પરંતુ આવો અનુભવ તો આપણને થતો નથી. જે અનુભવ મોટે ભાગે થયા કરે છે એ તો દુઃખ, ક્રોધ ચીડ, અંતરનું નિવારણ ઇત્યાદિ ભાવોનો. જે કારણોને લઈને આ નવો અને વિપરીત અનુભવ થાય છે, તેમને “અંતરાયો” કહ્યા છે. આ રીતે એ યથાર્થનામ છે. છતાં જે સહજ સ્થિતિ અચલ એકસમાન હોય, તો પછી એ કારણે શાથી નીપજે છે, એમ પૂછી શકાય. એ સવાલ આપણને તત્ત્વજ્ઞાનના મૂળ પ્રશ્ન ઉપર લઈ જાય છે. આ મૂળ કારણને બૌદ્ધો તૃષ્ણા કહે છે, વેદાન્ત તેને અવિદ્યા કે માયા કહે છે; ખ્રિસ્તીઓ તેને “ઓરિજિનલ સિન’ – મૂળપાપ કહે છે; જૈને તેને પુદ્ગલ કે કરજ કહે છે. એમાંથી દુઃખ અને પાપકર્મો પેદા થાય છે. ગસૂત્રકાર અહીં આ વિચારમાં ઊંડે ગયા વગર, દુઃખના પ્રત્યક્ષ જોવા મળતા બધા પરિવારનો વિચાર કરીને, અંતરાયો તથા તેમના અચૂક જોડીદાર ગણાવે છે, કે જેથી સાધકને અભ્યાસ કરવાની દિશા અને પ્રયત્નની સ્પષ્ટતા મળી રહે. ગકારનું મુખ્ય લક્ષ્ય ચિત્તવૃત્તિનિરોધ કે સમાહિત અથવા સ્વસ્થ ચિત્તદશા મેળવવી એ છે. ખરું જોતાં આ દશા આપણને સહજપ્રાપ્ત છે; પણ આપણે તે જોઈ શકતા કે અનુભવી શકતા નથી. કારણ, અવિદ્યા કે અજ્ઞાનમાંથી નીપજને અંતરાયો વચ્ચે આવે છે. આ અંતરાય શરીર, મન તથા હૃદય સુધી બધે વ્યાપે છે અને બધે પહોંચીને પજવે છે. અભ્યાસ કરવાને જે કહ્યો છે તે, આ ઊંડે સુધી વણાઈ ગયેલા અંતરાયોને ૧૦૮ Jain Education International For Private & Personale Only www.eliye
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy