SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગ એટલે શું? અંતરાયો ઓળખી શકાય છે. એટલે તેમને વિચાર પણ પછીના ૩૧માં સૂત્રમાં કરવામાં આવ્યો છે. તે હવે પછી જોઈશું. ૧૫-૫-૪૮ ૨૩ અંતરાયના અચૂક જોડીદારો નવ અંતરાયોની પારખ કહો કે તેમાંથી અચૂક ઊપજતા પ્રકારો કહો, નીચેનાં ચાર લક્ષણે તેમની સાથે હોય જ છે – :4ઢાનસ્ય – સામેનાવ – વાસ rari વિક્ષે સમુ: || રૂ ? // દુઃખ, દૌર્મનસ્ય, અંગમાં કંપ, અને શ્વાસપ્રશ્વાસ એ ચાર (ઉપર ૩૦મા સૂત્રમાં કહેલા) વિક્ષેપની સાથે જોડાયેલાં છે. દુઃખને અનુભવ અનિવાર્ય નથી. ચિત્તના વિક્ષેપ છે; મનની સમાધિદશામાં અંતરાયો ઊભા થઈ શકે છે; દુઃખ એ તેથી થતો વિકાર છે. એવું જ મનની ચીડ કે અપ્રસન્નતાનું પણ છે. દુઃખ અંદર અને બહારનાં કારણોથી હોય. દૌમનસ્ય એ ચિત્તમાં અંદર થત ક્ષેાભ – ચીડ છે. જેમ કે, ધાર્યું ન થાય ત્યારે જે સંતાપ થાય, મનમાં ક્રોધ, ગ્લાનિ, નિરુત્સાહ, વિષાદ વગેરે આવી જાય તે. અંતરાયના અચૂક જોડીદારે ૧૦૭ અંતરાય આવે તો આ બે વસ્તુ તો માનસિક ક્ષેત્રમાં થાય એમ સૌને ખબર છે. બીજાં બે લક્ષણે શારીરિક છે; પરંતુ યોગના શરીરવિજ્ઞાન કે હઠયોગનાં મૂળરૂપ એ વિધાન છે. અંગમેજયત્વ એટલે શરીરની અસ્થિરતા–અંગેની અદઢતાને લઈને નીપજતો કંપ. મને જયને માટે કે સાધનાને માટે આદ્ય સાધન શરીર છે. તે સાબૂત ન હોય તો ? આવી તેની સાબુતીને અભાવ એ અંગમે જ્યત્વ છે. આ ત્રણે કરતાં ઝટ સમજાય એવું લક્ષણ શરીરની શ્વાસપ્રક્રિયા છે. આપણામાં કહેવત છે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જડેલાં છે. યેગ-વિજ્ઞાન પ્રાણ વિષેના સૂમ અભ્યાસ પરથી એમ જણાવે છે કે, પ્રાણાયામના અભ્યાસથી અંતરાય પર જય મેળવી શકાય છે. ચિત્તવૃત્તિ, પ્રાણગતિ, અને શરીરદશા એ ત્રણે ઓતપ્રોત સંબંધ રાખનારાં છે, એકમેકને પરસ્પર ઉપકારક છે, એ મોટી શેધ કદાચ ગકારે જગતને પ્રથમ આપી છે. એટલું જ નહિ, એ ત્રણેને માટે એક સમગ્ર સાધનાને અભ્યાસ પણ યોજે છે. અભ્યાસ કરે તો તે શેને, એ વિચારવાને આ વિક્ષેપો અને તેમનાં સહભૂ ચાર લક્ષણોનું પૃથક્કરણ કર્યું છે. તે અંતરાયોનું નિવારણ કરવાનું છે. તેને માર્ગ શો ? એ પ્રશ્ન હવે પછી વિચારીશું. ૨૧-૬-૪૮ Jain Education International For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy