SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ગ એટલે શું? ગુરુવ કે ભારેપણું હોઈ કાર્યમાં પ્રવૃત્તિ ન થાય તે.” (– ભાષ્યકાર.) ૬. વિરતિ – ઉપરનાં ત્રણે સૂફમ કારણે કરતાં સૂફમ અને મૂળગામી એવું કારણ આ છે. અવિરતિ = વૈરાગ્યને અભાવ, એટલે કે ચિત્ત વિષય તરફ લલચાયા કરે તેવું ખોટું ખેંચાણ*, કઈ પણ લક્ષ્ય વિષે એકાગ્ર થવાની અશક્તિ હોય – એટલી બધી વ્યગ્રતા બીજા કારણેથી હોય, તો એ કેવું વિદ્ગ! અંગ્રેજીમાં “પ્રિ-એકધુપિશન” કહે છે તે. ચિત્તમાં જે પૂરતો વિવેક કે બીજાં ખેંચાણે તરફથી પાછા વળી જવા જેટલી સમજ ન હોય, તે કશું જ ન કરી શકાય, અને કરીને તેમાં કાંઈ ભલીવાર ન આવે, એ ઉઘાડું છે. - ત્યાર પછીનાં ત્રણ અંતરાય-કારણે છે તે સાધકની સાધનાની અંદર અવ્યવસ્થાને લઈને નીપજનારાં – કહો કે આધ્યાત્મિક છે. તેઓ પણ સ્વતંત્રપણે નોંધપાત્ર તો ખરાં જ:- ૭, પ્રાંતિવન – ઉપરનાં વિશ્ન ન નડે; પણ જે કાંઈ કરવાનું હોય તે વિષે સ્પષ્ટ સમજ ન હોય – બ્રમથી ઊંધું જ સમજાય, તો આ ઊંધી સમજ કે અજ્ઞાન પણ અંતરાય જ બને. જવા નીકળ્યા હોઈ એ મુંબઈ અને તેને રસ્તે લઈ એ તે હોય દિલ્હીને, છતાં માનીએ કે તે મુંબઈનો છે, એના જેવું. અંતરાયે અને તેમનું સ્વરૂપ ૧૦૫ ૮. બત્રામમિવ – માને કે સાવ ભ્રાંતિ નથી, સમજ જોઈએ તે છે; કાંઈક કરીએ પણ ખરા. પરંતુ તેમાં આગળ વધી અમુક ભૂમિકા મેળવ્યાનો સંતોષ ન મળે. આ પણ મેટું વિન ગણાય. આથી શ્રદ્ધા ન જામે, અને તેથી પ્રગતિ રેકાય. આમ બનવામાં કારણ બ્રાંતિદર્શન હોય, અથવા બીજાં કારણ પણ હોય. ૯, નવથિતત્વ – કાંઈક ભૂમિકાએ પહોંચીએ, પણ ત્યાં ટકાય નહિ એવી અનવસ્થા થાય, તો તેય વિશ્ન જ ગણાય. જે વિચારીએ તો જણાશે કે, ઉપરના નવે અંતરાય સામાન્ય વ્યવહારમાં પણ નડે છે. યોગમાં તે વિશેષ સૂક્ષમ રીતે અને બરોબર નડે છે. તેથી તેમને ગમલ”, યેગના શત્રુ કે અંતરાય કહેવામાં આવે છે. તેમની સાદી સમજ એ છે કે, શરીર અને મનને યોગ્ય તત્પરતાવાળું કરવું જોઈએ. તે ઉપરાંત જે જે કરવાનું છે તેની સાચી સમજ હોવી જોઈ એ; તે ન હોય તેય કામમાં ટિચાવું પડે. આ પછી પણ નડતર સંભવે છે તે એ કે, છતાં આપણે ફાવી ન શકીએ (અંતરાય ૮, ૯). આનું કારણ ચિત્ત કે સ્વભાવનાં લગભગ દર ન કરી શકાય એવાં વલણે હોય છે. આ અંતરાયો કે ચિત્તના વિક્ષેપને તપાસી તેમના કાર્યરૂપે – અવશ્ય તેમના ચિહનરૂપે – જે પ્રગટ થાય છે, તેમને એમના “સહભૂ’ કહ્યા છે. તે લક્ષણે પરથી * અવિરતઃ વિતત્ત્વ વિષયપ્રયોકારિHT IN: I –ભાષ્ય કાર. in Education in For Private & Personale Only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy