SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શું? અહીં સુધીમાં સૂત્રકારે ૨૩માં સૂત્રના વર' પદ વિષે સમજૂતી પૂરી કરી. હવે gforઘાન સમજાવવાનું આવે છે. તે ૨૮મા સૂત્રથી કરે છે. ૨૮મા સૂત્રને અનુબંધ આ રીતે સમજવું જોઈએ. તેમાં સૂત્રકાર કહે છે કે, એવા (એટલે કે ૨૪થી ૨૭ સૂત્રમાં વર્ણવેલા) ઈશ્વરનું પ્રણિધાન એટલે એ કે, તેના નામને જપ કરે અને તેની સાથે જ તેનો જે અર્થ ઈશ્વરતત્વ છે, તેની મન સાથે પ્રયત્નપૂર્વક ભાવના કરવી. આમ કરવાથી ચિત્ત તેમાં એકાગ્ર બનશે, અને એમ એનું પ્રણિધાન સધાશે. આ પણ એક ગ જ છે. એટલે, સમાધિપ્રાપ્તિ કે યોગસિદ્ધિનું બીજું સાધન જે ઈશ્વરપ્રણિધાન, તે પ્રણવ-જપ અને તેની સાથે ઈશ્વરનું એકાગ્ર ધ્યાન છે, એમ સૂત્રકારે અહીં જણાવી, તે પ્રકરણ એટલા પૂરતું અહીં પૂરું કર્યું. અહીંયાં બેએક પ્રશ્ન વિચારવા જેવા ઊઠે છે : ૧. નામજપને માત્ર પ્રણવનું જ કરવું જોઈએ? કે રામ, કૃષ્ણ, વાસુદેવ, ઇગમે તેને જપ ચાલે? ૨. તેને કેવળ જપ કરે એમાં જ કોઈ શક્તિ રહેલી છે? કે જપની સાથે “ અર્થભાવન હોવું જોઈએ? આ સવાલ ખાસ ઊઠે છે તે અજામિલની પેલી પૌરાણિક આખ્યાયિકાને લઈને, કે જ્યાં અર્થહીન માત્ર નામ-ઉચ્ચારનો મહિમા બતાવ્યો છે. આ બે બાબતોમાં યોગસૂત્રકારને શું કહેવું છે, એ જેવું જોઈએ. ઈશ્વરનું પ્રણિધાન એટલે શું? હ૧ પ્રણવ શ દાર્થ છે ભારે સ્તુતિ. એટલે કે, ઈશ્વરનો વાચક તેના પ્રત્યે અત્યંત સ્તુતિભાવ પ્રગટ કરતા શબ્દ હોય. અને તે શબ્દ આયેના ઈતિહાસના યુગેની પરંપરાથી ? બનેલું છે. અને શબ્દની સંકેત-શક્તિ તેની યુગયુગાંતર-જૂની પરંપરાથી જામે છે અને દઢ થાય છે. તેથી પ્રણવ એટલે રૂઝ એમ જ અર્થ થઈ ગયો હશે. બાકી વ્યક્તિના સંસ્કાર વગેરે પ્રમાણે, તેના દિલમાં પરમ સ્તુતિ અને સમર્પણ ભાવ ઉપજાવે એ કોઈ પણ વાચક ચાલે, કેમ કે તેવી વ્યક્તિને માટે તે “ Trય' છે. એટલે ગયા પ્રકરણમાં કહેલું એમ, ઈશ્વરના નામ વિષે નામ-પસ્તીને જંગ સંભવી નથી શકતો. બીજો સવાલ – તેના કેવળ ઉરચારમાત્રમાં પણ કાંઈ શક્તિ ખરી? સૂત્રકાર સ્પષ્ટ કરે છે કે, કેવળ જપ જ નહિ, પરંતુ તેના અર્થની ભાવના કે મનની અંદર તેનું રટણ કે સંકલ્પન કરવું, એ પણ જરૂરી છે. નામના ઉરચારણ દ્વારા સાધવાને મુદ્દો છે ઈશ્વરપ્રણિધાન. તે તો એક જ રીતે બની શકે કે જો તે ઉરચારની સાથે મન પણ જોડાવાને માટે પ્રયત્નવાળું હોય. એ વાત ખરી કે, ‘મા’ શબ્દની પેઠે “રામ” કે “રમ” ઈ૦ શબ્દ બોલતાં-સાંભળતાંવેંત ઈશ્વરભાવ મનમાં ઊપજે છે – તરમાવન અમુક થાય છે. કારણ કે, એની પાછળ યુગના યુગથી તે તે માનવસમાજે સેવેલી પરંપરાનું ર તે સમાજની વ્યક્તિ પર રહેલું છે. પરંતુ તેથી વધારે એમાં કંઈ માની ન શકાય. ઈશ્વરના વાચક શબ્દમાં આવું in Education in For Private Personal l y
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy