________________
યોગ એટલે શુ?
અને છે. ) એ વિશેષ પુરુષમાં જ્ઞાનની પરાકાષ્ઠા થાય છે; તે સજ્ઞ છે. આપણુ સર્વ મનુષ્યેામાં જ્ઞાન કે જિજ્ઞાસાનું ખીજ અચૂક હેાય છે, ને એકુંવત્તું દરેકમાં એ ફૂલે છે ફાલે છે પણ ખરું; સૈક્રેટિસ કે શંકર યા યુદ્ધ મહાવીર આદિ મનુષ્યેામાં એ અપાર હદે પહોંચે છે એય ખરું; છતાં તેને માનવ-મર્યાદા રહેલી જ છે. આમ છતાં, માનવની જે ભૂખ જુએ તે ? એની જિજ્ઞાસા બધું જ આવરી લેવા તલસે છે. એનેા મૂળ પ્રશ્ન જ એ છે કે, મિત્સુ ... વિજ્ઞાતે સર્વનિયં વિજ્ઞાત મતિ ? (શું જાણ્યાથી સર્વજ્ઞ બની જવાય?) આ જે અમાપ માનવ જ્ઞાનવાસના તે જ સર્વજ્ઞયોગ છે. સૌમાં સજ્ઞતાનું આવું ખીજ તેા રહેલું જ છે, એટલે એની પરિપૂણ તા હાવી એ આપેાઆપ સ્વતઃસિદ્ધ વસ્તુ બને છે. માનવહૃદય જ એનું પ્રમાણ છે. તેની આસ્તિકતાના અર્થ જ એ છે કે, સર્વજ્ઞબીજરૂપી એની જે પરમ અને સ્વભાવસિદ્ધ ઝંખના છે, તેની સફળતા થવાની જ છે, એવી સ્વયંભૂ શ્રદ્ધા કે અચળ પ્રતીતિ. આ બીજની સિદ્ધિ એટલે શું? જ્યાં આગળ એ ખીજ એટલુ ફૂલેફાલે કે તેનાથી અતિશય કાંઈ ન રહે. એ સરખીજ એવી નિતિશય દશાને જ્યાં પામે, એ સ્થાન કે ધામ કે પદ તે પુરુષાત્તમ છે.
૩૮
આમ ઈશ્વર માનવ હૃદયથી સિદ્ધ છે. તેને માટે ખાહ્ય પ્રમાણની જરૂર નથી. જેમ ક્લેશ, કમ વગેરેનાં અંધનેાના અનુભવ છતાં, તે બધાથી નિતાંત મુક્ત સ્થિતિ અચૂક છે, એમ આપણે જીવનના અણુએ આગમાં અને
Jain Education International
ઈશ્વરનું પ્રમાણ શું?
૭૯
ક્ષણે ક્ષણમાં સાક્ષાત્ અનુભવીએ છીએ, અને છતાં તે મનબુદ્ધિથી કદાચ સ્પષ્ટ ન પણ સમજતા હાઈ એ; તેમ જ આપણી અલ્પજ્ઞતા છતાં આપણે ક્ષણે ક્ષણુ સજ્ઞતાને ઉપાસીએ છીએ, અને એમ એ પરમ પુરુષ કે વિશેષ પ્રકારના પુરુષની હયાતીને અણુએ અણુમાં કબૂલીએ છીએ. આથી, કેાઈ બીજું પ્રમાણ એને માટે જરૂરી નથી. એથી મેટું પ્રમાણ હાય પણ શું? ૨૪મું અને ૨૫ મું સૂત્ર એ કહેવા માગે છે.
યેગશાસ્ત્ર મનુષ્યની વ્યાખ્યા સાધક' સમજીને ચાલે છે. અને ખરેખર, દરેક જીવ સાધક છે; ભલે એના પ્રકારો પાડી બતાવેા. છતાં જીવ છે તે તેમાં જીવનસિદ્ધિનું મુગ્ધ કે અમુગ્ધ પ્રયેાજન પડેલું જ છે. અને એ જ સાધકતા છે, અને બધા સાધકે એક પરમ સિદ્ધને જાણ્યેઅજાણ્યે ઉપાસે છે. જેમ દરેક લીટી યુક્લિડની આદશ લીટીને ઉપાસે છે એમ. એટલું જ નહિ, દરેક લીટીમાં એ યુક્લિડ રેખા અમૂર્ત પણે રહી જ છે. તેવી જ રીતે, જીવમાત્રમાં તેની પરમસિદ્ધિરૂપ જે પુરુષ-વિશેષ તે રહેલા જ છે. અને તે આઘે કે પાસે જ નહિ, એ દરેકમાં ને એના અંતરખાદ્યને સમાવી લઈને રહેલા છે.
આથી જ આ શ્વરતત્ત્વ આપણું પ્રણિધાનપાત્ર છે; દરેકનું એ પરમ ઉપાસ્ય છે, આલખન છે. જ્ઞાન- અને સમજ- પૂર્ણાંક એવા એ તત્ત્વનું આલેખન જીવનમાં સેવવું એ જ ઈશ્વરપ્રણિધાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org