________________
વેગ એટલે શું? પિતાની શ્રદ્ધા, કે વીરતા, કે સ્મૃતિયુક્ત પ્રજ્ઞાબળ, કે સમાધિ યા એકાગ્રતા, તે પ્રમાણે સાધકને તેનું ફળ હાંસલ થશે. અંતે વાત એક જ છે કે, પોતે પિતાના સમગ્ર જીવનને વ્યવસ્થિત ને એકાગ્ર કરવાનું છે. તેને માટે શ્રદ્ધા અને વાય કે બળ જોઈએ. ઉપનિષત્કાર કહે છે એમ, નાથનારમાં વેસ્ટીનેન જમ્ય: * | અને આ બળની માત્રા એ સાધ્ય માટેની આપણી કળકળ કે ઈરછાની તીવ્રતા અને તે માટેનો પુરુષાર્થ છે. ૧૮-૬-'૪૬
૧૬
ઈશ્વર એટલે શું? ૨૩ મા સૂત્ર “રવરાળિયાનાર વાપછી સૂત્ર ૨૪થી માંડી ૨૯ સૂત્ર સુધી સૂત્રકાર આ વિષયને ચર્ચે છે. યોગ એક દર્શન છે. – એટલે શાસ્ત્ર છે. કઈ પણ વિધાનને ચેકસ વ્યાખ્યા આપ્યા વગર એનાથી આગળ ન વધાય. વર એક નવું તત્ત્વ છે, કેમ કે સાંખ્યદર્શન બે જ તત્ત્વમાં પોતાનું સમગ્ર “સંખ્યાન” પૂરું કરે છે એક, જડ એવું આ ઇદ્રિયગમ્ય દશ્ય જગત; બીજું, ચેતન એવું પુરુષતત્ત્વ. આ બે બહાર બીજું કોઈ સત્વ હોય નહિ. તે પછી આ ‘વ’ શું? યોગકારે એને ઉત્તર આપીને આગળ જવું જોઈએ.
* મુંડક ઉપનિષદ, ૩, ૨, ૪,
ઈશ્વર એટલે શું?
* કપ આ પ્રશ્ન જગતમાં હંમેશાં ચર્ચાતે આવ્યો છે. ઈશ્વર છે કે નથી, છે તો કેવું છે, શું કરે છે, ઈ૦ જાત જાતના સવાલે આ રૂંવર તત્ત્વ વિષે પુછાય છે. યુગ એ જીવનસાધનાનું દર્શનશાસ્ત્ર છે. સાંખ્યની પેઠે તક અને પ્રજ્ઞા જ નહિ, શ્રદ્ધા અને કલાને પણ તે પોતાના માર્ગમાં સ્થાન આપે છે. તેનો અભ્યાસ કેવળ સ્વાધ્યાય કે પ્રવચનની તાર્કિક પદ્ધતિ નથી, તેમાં યિા પણ આવે છે. આપણે આગળ જોયું કે, ઈશ્વરપ્રણિધાનને માગ ગની ખાસિયત છે, જેથી તેને સેશ્વર સાંખ્ય પણ કહે છે.
પરંતુ કલા પણ કાંઈ તકતી વસ્તુ નથી. હૃદયના ભાવો દ્વારા કામ કરવું કે મગજના તર્કના ન્યાયથી કામ કરવું – બેઉમાં સૂક્રમ એવી એકતા રહેલી છે, અને તે એ કે, તે બંને અંતે તો ચિત્તના જ વ્યાપાર હોઈ પ્રજ્ઞા કે વિવેક બહાર બેમાંથી કઈ ન જઈ શકે. આથી યોગે બતાવેલું ઈશ્વરપ્રણિધાન તર્કશુદ્ધતા કે વિવેકની બહાર નથી જતું. તેવા વિવેકના પાયારૂપ સમજૂતી હવેનાં શેડાંક સૂત્રોમાં યોગકાર આપે છે.
૨૪મા સૂત્રમાં ઈશ્વરની વ્યાખ્યા આપી છે કે, તે પ્રકૃતિ નથી; તેમ જ કેવળ સામાન્ય પુરુષતત્ત્વ પણ નથી; તે વિશેષ રૂપ છે, એટલે કે, પુરુષ પેઠે તે ચેતનગુણી છે; પરંતુ એમાં એક વિશેષતા છે. તે વિશેષતા જણાવીને સૂત્રકાર ઈશ્વરની વ્યાખ્યા કરે છે – वलेश-कर्म-विपाक--आशयः अपरामृष्टः पुरषविशेषः
વર: | ૨૪ ||
For Private & Personal use only.