________________
૧૫ સંવેગ અને સાધના આપણે જોયું કે, નિધિના માર્ગના બે પ્રકાર છે- ૧. અભ્યાસ અને વૈરાગ્ય (સૂત્ર ૧૨), ૨. ઈશ્વરપ્રણિધાન (સૂત્ર ૨૩). તે બેઉનું આછું સ્વરૂપ આપણે જોયું. બેઉ માર્ગ આમ ભલે જુદા ગણાવ્યા, છતાં બેઉમાં એકતાની ઓતપ્રોતતા રહેલી છે.
છેવટે જોતાં, બેઉમાં એકે વધારે સહેલ કે કોઈ રીતે ચડિયાતો છે એમ ન કહી શકાય. એ પ્રકારની ખેંચાખેંચી ઘણી વાર જોવામાં આવે છે, તેમાં મૂઢ સાંપ્રદાયિકતા, પક્ષપાત કે વિશેષ રાગ હોવા ઘણે સંભવ છે. નરી સાધનાની દૃષ્ટિ રાખીને જ આ બે માગેને તપાસીએ, તો પિતાને ફાવે તે માગે, પરંતુ માત્ર વાર અને મનના મારે તનમનાર ને તીવ્રતાની સાથે, સાધના કરવી જોઈએ. જે ફરક આ તીવ્રતામાં કે અપ્રમાદપૂર્વક પુરુષાર્થ કરવામાં હશે, તે પ્રમાણે નિરોધ સાધવામાં અને તેના ફળરૂપ જ્ઞાન થવામાં ઓછાવત્તાપણું રહેશે.
સૂત્ર ૨૧, ૨૨માં આ વાત કહી છે?— તીવ્રસવેTIનામું સન્નઃ || ૨ ||
मृदु-मध्य-अधिमात्रत्वात् ततोऽपि विशेषः ।। २२ ।। જે સાધકો ભારે તત્ર સંવેગવાળા છે, તેમને (નિરોધ)
સવેગ અને સાધના કડો છે. અને આ સંવેગ મૃદુ કે હળ હોય, મધ્યમ કેટિને હોય, કે અધિમાત્ર અથવા અતિઘણો હોય, તે પ્રમાણે નિરોધ સિદ્ધ થવામાં અનુરૂપ ફરક પડે છે.
આ તો સાવ સાફ અને ઉઘાડી વાત છે. તેમાં કેઈને શંકા હોય નહિ. જેવી મહેનત તેવું ફળ અને જેવું દિલ તેવી બરકત –એ સામાન્ય નિયમ આ સ્થાને પણ કાયમ છે.
અહીં એક વાત જેવી રહે છે અને તે એ કે, સૂત્ર ૨૧, ૨૨નો ભાવાર્થ કોને લાગુ પડે છે? તે માત્ર વૈરાગ્ય - અભ્યાસ માટે જ છે? કે ૨૩મા સૂત્રમાં પછીથી ગણાવેલા ઈશ્વરપ્રણિધાનને પણ એ લાગુ પડે? વસ્તુતાએ જોતાં તો તે બધાને – સાધનમાત્રને – લાગુ પડે, એ અબાધિત નિયમ છે. પરંતુ સૂત્રક્રમમાં પાછળ આવતા રાજધાનાં સૂત્ર ૨૩ને લાગુ કરવામાં દોષ ગણાય.
પણ એ શાસ્ત્રાર્થમાં પડવા જરૂર નથી. એમ દેખાય છે કે, સાંખ્યદર્શન પ્રમાણે વિચાર કરવાનું કામ ૨૨ સૂત્ર સુધીમાં પૂરું થયું અને એશ્વર સાંખ્યનું ખાસ પ્રકરણ (સૂત્ર ૨૩ થી ૨૯) ત્યાર પછી ઉમેરાયું; આથી સંવેગમાત્રા પ્રમાણે કુલમાત્રાનો સામાન્ય નિયમ વચ્ચે આવી ગયો હોય, એમ બને. પરંતુ આ તો એક કલ્પના થઈ. એને લંબાવવાની જરૂર નથી. સાર એ છે કે, વૈરાગ્ય – અભ્યાસ અથવા ઈશ્વરપ્રણિધાન, જે હોય તે-તેની જેવી સંગમાત્રા કે તીવ્રતા, તે પ્રમાણે ફળ નીપજવાનું. આ ત્રણે વસ્તુનાં ઘટકબળ આ છે શ્રદ્ધા. વીર્ય. સ્મૃતિ. સમાધિ, પ્રજ્ઞા (સૂત્ર ૨૦). જેવી
Jain Education International
For Private & Personale
Only