SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ એટલે શુ? ૧૨ ગુણુ મનવા લાગે છે; સદા ચંચળ જ ન હોય, એમ લાગતું ચિત્ત ઊલટું જ સ્થિરતામાં દૃઢ અને છે. રહેવા જાણે ઘડાયું બની જાય છે — આવા ચંચળ મનને નાથવા માટે અભ્યાસની ઉત્કટતા કેવી હાવી જોઈ એ, તેનેા શ્રેષ્ઠ દાખલા કબીરજીનું ભજન છે ઃ मन | तोहे हि विध में समझाउँ ॥ ध्रु० ॥ सोना होय तो सुहाग मँगाउँ, बकनाल रस लाऊँ । ग्यान शब्दको फुंक चलाऊँ, पानी कर पिघलाऊं ॥ १ ॥ घोड़ा होय तो लगाम लगाऊँ, ऊपर जीन कसाऊँ। होय सवार तेरे पर बैठूं चाबुक देके चलाऊं ॥ २ ॥ हाथी होय तो जंजीर गढाऊँ, चारों पैर बँधाऊँ । होय महावत तेरे पर बैठूं अंकुश लेके चलाऊँ ॥ ३ ॥ लोहा होय तो एरण मँगाऊँ, ऊपर धवन धुवाऊँ । धूवनकी घनघोर मचाऊँ, जंतर तार खिचाऊँ ॥ ४ ॥ ग्यानी होय तो ज्ञान सिखाऊँ, सत्यकी राह चलाऊँ । कहत कबीर सुनो भाई साधू अमरापुर पहुँचाऊँ ॥ ५ ॥ ખરા મનથી આપણને લાગવું જોઈ એ કે, મન જે ભમ્યા કરે છે તે ખરાખર નથી. પણ તે ભમ્યા શું કામ કરે છે? ઘણા ભૂલ ખાઈને કહે છે, બહારનાં આકષ ણાને લીધે. આ તે અથીય એછું કે નહિવત જ સાચું છે. ખરું દોડવાનું કારણ પણ ચિત્તને પૂર્વના અભ્યાસ જ છે— આપણે રાગદ્વેષની પાછળ તેને જન્માજન્મથી ઢેડચા કરવા દેતા આવ્યા છીએ, તેથી જ તે એવું તે ‘દૃઢભૂમિ’ થઈ ગયું છે કે, જાણે એ જ એને સ્વભાવ હોય ! આવી તેની દૃઢ બનેલી ચલતા એ નિરોધ-વિરોધી વસ્તુ છે; તેને હણવા Jain Education International અભ્યાસ અને બૈરાગ્ય - ૧ ૬૩ માટે લગાતાર મથ્યા જ કરવું, એ અભ્યાસ છે. અને તેને હણવાનું જે શસ્ત્ર છે તેને વૈરાગ્ય કહ્યુ છે. તેને વિષે હવે પછીના પ્રકરણમાં. ૨૧-૧-'૪૬ ૧૩ અભ્યાસ અને વૈરાગ્ય – ૨ અંગ્રેજીમાં એક કહેવત છે, તેને અથ એમ થાય છે કે, દરેક સિદ્ધિમાં એક ટકા આંતરઊમિ બળ અને ૯૯ ટકા પરિશ્રમ કે પરસેવે! હાય છે. તે આપણા ચાલુ પ્રકરણને લાગુ કરીને કહીએ તેા, દરેક સિદ્ધિમાં આંતર ઊર્મિ બળ એ વૈરાય છે અને ૯૯ ટકાને પરસેવા એ અભ્યાસ છે. સૌમાં કદાચ આંતર મિ એછીવત્તી હોય, — એકસરખી ન પણ હેાય. પરંતુ અભ્યાસને પરસેવા તા ધારે તે સૌ પાડી શકે. અભ્યાસ અને વૈરાગ્યના સંબધને વિચાર કરતાં પેલી સસલા અને કાચબાની વાત પણ યાદ કરવા જેવી છે. માત્ર સહજશક્તિ પર નિર્ભર રહી પ્રમાદમાં પડનાર સસલું હાડમાં હાર્યુ”; અને જેટલી પણ શક્તિ હતી તેને ખત-અને-લગની-ભેર ઉપયાગ કર્યા કરીને કાચો જીત્યા. અભ્યાસનું બળ એવું છે. એમ છતાં, એની સાથે વૈરાગ્ય જોઈએ જ. વૈરાગ્ય અભ્યાસની આંખ છે. જેમ જ્ઞાન વિનાનું કાય, તેમ જ For Private & Personal Use Only www.janhitary ag
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy