SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગ એટલે શું? વિરાગ્ય વિનાનો અભ્યાસ મિથ્યા જવા પૂરી બીક રહે છે. તેથી જ જડ પ્રથા કે રૂઢિઓ, ન કોઈ પવન વાતાવંત, ઊડી જાય છે; શ્મશાન-વૈરાગ્યને વીતતાં વાર નથી લાગતી; અને ભારે જૂની ટેવો પણ, તેમનાં દોષિતતા કે ખરાબપણાનું જ્ઞાન થતાં, સુધરી શકે છે. સાચા જ્ઞાનના અગ્નિકણુથી અજ્ઞાન અને પાપના ઘલા ભસ્મસાત્ થઈ જાય છે, તે પણ આથી જ કહેવાયું છે. આવી શક્તિ વૈરાગ્યની છે. પણ તેનો અર્થ સામાન્ય લોકમાં બહુ ગેરસમજ ભરેલો ચાલે છે. નકારાત્મક શબ્દ હોવા છતાં, વૈરાગ્ય એક પ્રકારના ચેકસ જ્ઞાનનું કે તજ્જન્ય બળનું વાચક છે. તેને માટે આત્મબળ જોઈએ છે; સુખદુઃખ તથા પદાર્થોના ખરા સ્વરૂપ વિષેની પાકી અને અચળ સમજ જોઈએ છે. પડયા ત્યારે કહે કે નમસ્કાર,” અથવા “અશક્તિમાન ભવેત્ સાધુઃ ” કે એને મળતી ઉક્તિઓ વૈરાગ્યને આમ હું સમજવા સામે લાલ બત્તી ધરવાને માટે છે. વૈરાગ્ય એક પ્રકારનું બળ છે, અને એમ જ યોગસૂત્રકાર તેને વર્ણવે છે– दृष्टानुश्रविकविषय वितृष्णस्य वशीकारसंज्ञा बैराग्यम् ।। १५ ।। આ લોકમાં સાક્ષાત જોવા-જાણવા મળતા એવા “દુષ્ટ” વિષ, અને બીજા લોકોમાં ભેગવવા મળે છે એમ શાસ્ત્રાદિમાં કહેલું સાંભળવાથી જાણીએ છીએ એવા આનુશ્રવિક વિષય – ટૂંકમાં આ લેક તથા પાકમાં મળતા બધા વિષય કે પદાર્થો પ્રત્યે તૃષ્ણાબુદ્ધિ ન હોવાથી ચિત્તમાં જે વશીકારભાવ કે કાબૂ આવે છે, તેનું નામ વૈરાગ્ય છે. વિષયેનું સામાન્ય અભ્યાસ અને વૈરાગ્ય-૨ લક્ષણ એમ મનાય છે કે, (નાવને વાયુ હારે એમ) તે ચિત્તને ખેંચી જાય છે. આ વશીકાર નથી, અવશતા છે. તેવી અવશતાથી કશું કામ ન બની શકે. આ વશીકાર કે પિતા ઉપરનો કાબૂ માત્ર આધ્યાત્મિક કામમાં જ આવશ્યક છે એવું નથી. કાર્યમાત્રમાં કાંઈ ને કાંઈ કાબૂ રાખીએ તો જ તે સધે છે. ભણનાર વિદ્યાથી પિતાના ભણતરને માટે મન ઉપર કાબૂ રાખે, મનને વિદ્યાકાર્યની બહાર ચહેલવા ન દે, તો જ તે ભણી શકે. વેપારી તેના વેપારકામમાંથી વ્યગ્ર રહે તે ન જ ફાવે. એમ વૈરાગ્ય તે દરેક માટે જરૂરી બળ છે. પિતાના ઈષ્ટ વિષયમાં ધ્યાન રાખવું એટલે અન્ય તરફ વિરાગી તો બનવું જ જોઈએ. એમ બનવાને માટે ચિત્ત આપણા કાબૂમાં રહેવું જોઈએ. એ કાબુનું નામ જ વૈરાગ્ય. માત્ર, વિશેષ એ છે કે, અધ્યાત્મમાં અથવા કહો કે મનુષ્યના પરમ – ચરમ પુરુષાર્થને સારુ તે કાબૂની માત્રા તેવી જ પરમ જોઈએ. આ વશીકાર મેળવવા માટે હમેશ વિષયના સ્વરૂપ વિષે સાચી સમજ મેળવી, તેમનું દોષદર્શન કરતા રહેવું જોઈએ. જાગૃતિ- કે અપ્રમાદ- પૂર્વક, તેમનાં આકર્ષ ણથી ચિત્તને ખેંચાઈ જતું ઝાલી રાખવું જોઈએ. એ કામ કરવાને માટે વૈરાગ્યબળ કામ આવે છે. અને જે આપણી ઈષ્ટ વસ્તુનો પ્રકાર તે પ્રમાણે આ બળ વધારે અને ચડિયાતું જોઈએ. આત્મા વિષયમાત્રની માતારૂપ જે પ્રકૃતિ, તેનાથી ભિન્ન છે. એટલે, સૂત્રકાર Inin Education International For Private & Personal use only www.eliye
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy