SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અભ્યાસ અને વિરાગ્ય-૧ યોગ અથવા ચિત્તવૃત્તિનિરોધનાં બે સાધનમાં પહેલું ગણાવ્યું છે – અભ્યાસ અને વૈરાગ્ય. આ બેઉ મળીને પૂરું સાધન બને છે. બેઉ અરસપરસ ઉપકારી હોઈ, તે દરેક એકબીજાની મદદથી પુષ્ટ અને સફળ બને છે. - તેમાંના “અભ્યાસનો અર્થ ગસૂત્રકારે આમ કર્યો છે – તત્ર થિત યત્નોગ્યાસ: 119 રૂા. - મનની સ્થિતિ–સ્થિરતા મેળવવાને માટે યત્ન કરે, એને અભ્યાસ કહે છે. આ કામ કેવું અઘરું છે, એ દરેક જણ જાત-અનુભવે જાણે છે. એથી જ ગીતાકારને અર્જુન કહે છે– चचलं हि मनः कृष्ण प्रमाथि बलवत् दृढम् । तस्याहं निग्रहूं मन्य वायोरिव सुदुष्करम् ॥६-३३ ।। (હે કૃષ્ણ, મન તે ચંચળ જ છે; ભારે જબરું ઉધમાતી છે અને એમાંથી ન ફરે એવું દૃઢ છે. એટલે પવનને બાંધી ને તેને પકડવું એ સરખાં જ કઠણ છે.) અને જવાબમાં શ્રીકૃષ્ણ એ વાત કબૂલ કરે છે– સંજયે મહા મનો નકશું - જરૂર, મન ચંચળ છે ને પકડવું વસમું છે; છતાં હે મહાબાહુ, વીરતાથી અભ્યાસ અને વૈરાગ્ય-૧ ૧૧ પ્રયત્ન કરનાર પુરુષનાં અભ્યાસ અને વૈરાગ્ય વડે તે હાથમાં આવે છે – માન તુ જૌતેર વૈરાગ્યેજ જ હતે I ૬-૩૪ || ચંચળતામાં જ જાણે દઢ હોય એવું લાગતું મન આ બે સાધનો વડે સ્થિતિમાં પણ એવું જ દઢ કરી શકાય છે. આ અસંભવિત લાગતી વસ્તુ સાધનારી તાકાત પણ એ જ ચંચળ-સ્વભાવી મનની છે; તેને જ અય્યાસ કહી છે. તેની શરત આ છેઃ___ स तु दीर्घकालनैरंतर्यसत्कारासेवितः दृढभूमिः ।।१४।। - પણ તે અભ્યાસ લાંબે વખત અને નિરંતર -- સતત ચાલો જોઈએ; એટલું જ નહિ, તે યત્નમાં ઉત્સાહ અને ઉમળકો તથા લગની પ્રેરે એવી તેને સારુ સત્યારબુદ્ધિ હોવી જોઈએ. અભ્યાસનું અભ્યાસપણું એમાં રહેલું છે. પૂરાં ખંત ને ચીવટથી ધ્યેયમાં લાગવું એ જ અભ્યાસ છે. એ અભ્યાસ વેઠ વળગી છે એવી બુદ્ધિથી ન થઈ શકે, તેને માટે પ્રેમ, આદર, અને આવકાર આપણામાં હોવાં જોઈએ. એટલે, તે કામમાં પ્રેર્યા કરનારું પ્રજન હમેશ આપણને લાગ્યા કરવું જોઈએ. એ જ આપણે પરમ અર્થ છે, એવો ભાવ જામે, તે જ આ બની શકે. અને આ શક્ય બને છેસાધનના બીજા તત્ત્વ વૈરાગ્ય વડે. તેની મદદથી જ અભ્યાસ આગળ વધે છે. જેમ દેશપ્રેમથી પ્રેરાઈને મનુષ્ય હોંશે હોંશે કુરબાન થવા સુધીને યત્ન કરે છે, સહેજે તેમ કરી શકે છે, તેમ જ આ અભ્યાસના ચત્નને માટે પણ છે. એમ થાય તો નિધિની સ્થિરતા માટે પ્રયત્ન દૃઢ થાય છે; ધીમે ધીમે તે વસ્તુ ચિત્તનો Jain Education International For Private & Personal use only www.eliye
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy