SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ચિત્તની વિયુક્ત ભૂમિકા ગયા પ્રકરણમાં આપણે જોયું કે, શારીરિક કે માનસિક આવેગ કે રોગને કારણે ચિત્તતંત્ર દુનિયાના ચાલુ જાગ્રત વહેવારથી વિયુક્ત બની જાય છે; તે તંત્ર તે રીતે ગિયર ફેરવીને જ પિતાનું સ્વાથ્ય જાળવી શકે છે; જેમ કે, મૂછમાં કે કામ ક્રોધાદિના આવેગમાં. આમ વિયુક્ત દશામાં ચડી ગયેલું ચિત્ત ભાન ભૂલી જાય છે. તેથી તે અનિષ્ટ દશા છે; આપણે તે દશામાંથી બચવું જોઈએ, નહિ તો આપણે વિકાસ રોકાય. આ એક પ્રકારની વિયુક્તતા થઈ. બીજે પ્રકાર આપણે સ્વપ્નનો જોયો. તેમાં અને ઉપરનામાં ફેર એ છે કે, સ્વપ્નદશાનું ભાન આપણને હોઈ શકે છે, જોકે જગતના જાગ્રતદશાના વહેવાર સાથે તે વિયુક્ત છે. સ્વપ્નને પણ એ વિલક્ષણ અનુભવ છે કે, વેદાંત મતમાં જે ત્રણ અવસ્થા કહી છે, (જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને નિદ્રા અવસ્થા) એમાં તેને સ્વતંત્ર કદર મળી છે. એની વિલક્ષણતા એ છે કે, સ્વપ્નના ચાલુ કાળે તે ખરેખર સાચું લાગે છે – તેનાં સુખદુઃખાદિ અનુભવીએ છીએ. પણ તેમાંથી જાગે એ સ્વપ્નસૃષ્ટિ મિથ્યા બની જાય છે. આ એક અનુભવ જે દરેકને છે, તે વેદાંતમતમાં જગતનું મિથ્યાત્વ બતાવવાને માટે ઉત્તમ દાખલો ચિત્તની વિયુક્ત ભૂમિકા પૂરો પાડે છે. યોગમતમાં સ્વપ્ન (આપણે ગયા પ્રકરણમાં જેયું કે,) સ્મૃતિને એક વિપરીત પ્રકાર છે; નિદ્રાની ભૂમિકામાં સ્મૃતિ સંકર થઈને કે અધુરીપધૂરી ઊઠે છે, અને એક સુષ્ટિ જ – સિનેમાના પડદા પેઠે – ચિત્તપટ પર ખડી કરે છે. આ બે ઉપરાંત ચિત્તની વિયુક્તતાનો એક ત્રીજો અને સમજવા જેવો દાખલે છે, તે હવે જોઈએ. સૌ કોઈ જાણે છે કે, હદય નિરપેક્ષ રીતે એની મેળે ધબકે છે; આંખનું પિોપચું એની મેળે પલળ્યા કરે છે; પિટનો ઉદરપટ (“ડાયાફ્રેમ”) આપોઆપ ધબક્યા કરે છે, જેથી ફેફસાં કુલે છે ને દળે છે. શરીરમાં આ ઉપરાંત અનેક બીજી નિરપેક્ષ ક્રિયાઓ થાય છે. તે બધી શરીરને ટકવાને માટે જરૂરી છે, તેમને કરવા માટે શરીરના જ્ઞાનત – એટલે કે મગજે કે મને – તર્કવિતર્ક કે વિચારથી નિશ્ચય કરવા પડતા નથી; કુદરતે તેમને તેવા નિશ્ચય કરવા કે થવા ઉપર અવલંબતાં ન રાખતાં તેમને સ્વયં-ગતિશીલ બનાવ્યાં છે. સામે પડેલી પડી ભારે જોઈએ, તો તેને વિચાર ઉદય થાય છે ને તેને લઈને સ્નાયુઓ કામે વળગે છે. પણ મારે હદયને ચલાવવા એવું કાંઈ કરવું પડતું નથી. અને એમ જ શરીરની અનેક એવી સ્વયં-ગતિશીલ ક્રિયાઓનું છે. આ ક્રિયાઓ ચિત્તતંત્રથી નિરપેક્ષ – વિયુક્ત રહીને ચાલ્યા કરે છે. આપણું જીવનનો એ વિભાગ આપણા જાગૃતભાવે સેવાતા વૃત્તિક્ષેત્રમાં છે નહિ. For Private Persone ly
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy