SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગ એટલે શું? એમ જ બીજો દાખલો : સાઈકલ પર બેસનારે શિખાઉ માણસ શરૂમાં ભાનપૂર્વક તેના નિયમનનું ને સમતોલનનું કામ કરે છે. રસ્તે વળે ત્યારે હેન્ડલ વાળવાનું ધ્યાન આપવું પડે છે. પણ મહાવરો વધતાં, આવું ધ્યાન લગભગ જાણે નહિવત્ થઈ જાય છે. જાણે આંખ અને હાથપગ મળીને આ કામ ટપોટપ સમજી લે છે તે જાતે કરી દે છે; તેને માટે ચિત્ત ઉપર ભાર નથી રહેતો. પાવરધો સાઈકલવાળા રસ્તે જતાં પણ બીજી વાતમાં ચિત્તની વૃત્તિને જવા દઈ શકે છે. એટલે કે, સાઈકલ ચલાવવાનું કામ તે વિયુક્ત રીતે કરતે થઈ જાય છે. તેવું જ પાવર કાંતનાર કાંતતી વખતે બીજી વાતે કે વિચારોમાં ધ્યાન આપી શકે છે. અથવા જેમ કે, ઓરડીમાં બેઠા આપણે કામ કરીએ છીએ ત્યારે ઘડિયાળ ટક ટક કરે છે કે ઘંટી તેને ઘરરર દવનિ એકરાહે ચલાવી શકે છે. તે બંધ થાય તો કે કોઈ તે બીજે કશે કારણે આપણે તે બાજુ ધ્યાન દઈએ, ત્યારે તેની ખબર આપણને પડે છે. બાકી ચિત્ત તેનાથી વિયુક્ત બનીને ચાલુ કામોમાં વૃત્તિને રોકી શકે છે. આપણી જે અનેક સારીમાડી ટેવ હોય છે, તેમાં પણ આવી જ એક પ્રકારની વિયુક્તતા મૂળમાં નિર્માણ થયેલી જોવા મળે છે. ટેવ પડી ગયેલી બાબતમાં ચિત્તવૃત્તિને ઉજાગરે પડતો નથી. એટલું જ નહિ, કળામાં જેને રુચિ કહે છે તે પણ, શરૂમાં ભાનપૂર્વક સેવાતા રાગ કે ગમા-અગમામાંથી ચિત્તની વિયુક્ત ભૂમિકા કેળવાતા કેળવાતાં, વિયુક્તતાની ચિત્તશક્તિ દ્વારા, સ્વભાવમાં ટેવ પેઠે જડાઈ ગયેલી ચીજ છે. અને એમ જ ભાષા પણ ચિત્તના ઊંડા આંતર ભાગમાં જડાઈ જઈને સ્વત્વને જાણે ભાગ બની જાય છે, અને એમ એ પછી એક સહજપ્રવૃત્તિ બની રહે છે.. માનવ ચિત્તની આ જે વિયુક્તતાની તાકાત, તે તેની ભારે મૂલગત એક ખાસિયત છે. અંગારો પકડવા આપણે ચીપિયે યે : એ કર્યા પછી માનવ ચિત્ત તેની શોધના ચિત્તભારમાંથી વિમુક્ત બન્યું. કાંઈક આવું જ ટેવ પાડવામાં થાય છે. શરીરે જે ક્રિયા વારંવાર કરવાની છે, તેને માટે રોજ ઊઠીને ચિત્ત ઉપર ભાર શે રાખવે? એટલે શરીરના નાયુઓમાં જ એ ક્રિયા પછી જડાઈ રહે છે. અને એ જ ન્યાયે, કુદરત જાણે શરીરની જરૂરી ક્રિયાઓ માટે હૃદય ૪૦ જેવા સ્વયં-ગતિશીલ સ્નાયુઓ બનાવીને પહેલેથી આપે છે; તેને માટે આપણું ઉપર ટેવ પાડવાનો પણ છે જે કુદરત નથી રાખતી. ડાર્વિન મતના વિકાસવાદીઓ પણ આવું જ કાંઈક કહે છે કે, કુદરતમાં નભવાની ને વધવાની જરૂરિયાત પ્રમાણે શરીરમાં અનુરૂપ ફેરફારો થાય છે. એમ જ નવજન્મા બાળક પણ પિતાના સ્નાયુઓને ને ઇદ્રિને કેળવીને તેમાં સહજશક્તિ નિર્માણ કરે છે. કાંઈક આવી જ વિચારણાને મૂળમાં લઈને ગીતાકારે તેની પોતાની ચર્ચાના અનુબંધમાં કહ્યું છે કે – सदशं चेष्टते स्वस्याः प्रकतेनिवारपि । Jain Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy