SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ વેગ એટલે શું? ઊઠે છે, તેનાં પરિણામ શા છે, આવા આવા અને પ્રશ્નો વિચારવા ઘટે. તેને માટે યોગશા શરીર-મનને આહારવિહાર તથા તેમને અંગેના વિજ્ઞાનમાં પડવું જોઈએ અને આ બધું તેણે પોતાના મૂળ ઉદ્દેશને નજરમાં રાખીને કરવાનું હોય. તેમાં પહેલું, વૃત્તિમાત્રના પ્રકાર કેટલા છે ને તેમનો સ્વભાવ છે, તે જોવું જોઈએ. એક પ્રબળ વિજ્ઞાનની અદાથી યુગ કહે છે કે, અસંખ્ય એવી ચિત્તવૃત્તિઓ, આ૫ણુ સુખદુ:ખની દૃષ્ટિએ જોતાં, બે ભાગમાં વિચારી શકાયઃ કેટલીક કલેશકારી હોય છે – જીવને દુઃખ શેક, પીડા, ગ્લાનિ આદિ કરનારી નીવડે છે; અને એથી ઊલટી એવી કેટલીક અફ્લેશકારી હોય છે, જે આપણને સુખકર, આનંદદાયી, પ્રિય લાગે છે. વૃત્તિ-વિચારને આ એક પ્રકાર બૌદ્ધ યોગવિજ્ઞાનમાં પ્રધાનપદે રખાયો છે. બુદ્ધ ભગવાને પિતાનું દર્શન જ આત્મ-અનાત્મક વિવેકના આદિ બ્રાહ્મણ પાયા ઉપર ન રચતાં, પ્રત્યક્ષવાદી ધારણુ શોધ્યું. આપણને દુઃખ છે; તેનું મૂળ તૃષ્ણા છે; આપણા આખા કલેશનું કારણ એ છે. માટે તેના ઉપર જ નજર રાખી આપણે પુરુષાર્થ ઘડે એ સીધું સમજાય એવું છે ને ફાવે પણ ખરું. આ પ્રમાણે વિચારીને વર્તતાં જણાય છે કે, ચિત્તના ધમે બે પ્રકારના છે- કુશળ ને અકુશળ. કુશળ ધર્મોનું સંવર્ધન, પરિપષણ, અને અનુશીલન; અને તેથી ઊલટું, અકુશળ * જુઓ અ૦ કૅસબીજી કૃત ‘સમાધિમાગ’ પ્ર૦ ૧. વૃત્તિ-વિચાર ધર્મોનું દમન, શમન ને નિવારણ:- આ આપણા યુગનું કામ છે ને તેનું પ્રયોજન છે. ઉઘાડી વાત છે કે, જ્ઞાનઅને સમજપૂર્વક થતું વર્તન (એટલે કે, તે રીતે ઊઠતી વૃત્તિઓ) એ છે જ લેશ કરે છે, જેમાં અવિચાર, મૂઢતા, બેપરવાઈ છે, અવગુણો હોય છે, તેવું વર્તન (કે વૃત્તિઓ) ફ્લેશકારી બને છે. આ વૃત્તિપૃથકકરણ મુખ્યત્વે નીતિધર્મ અનુસાર થયું. યોગસૂત્રકાર તેથી આગળ વધીને માનસ-વિજ્ઞાનને આધારે પણ પૃથક્કરણ કરી બતાવે છે અને કહે છે, વૃત્તિઓ કિલષ્ટ હોય કે અલિષ્ટ હોય – તેમના પાંચ પ્રકાર છે. તે પ્રકારે આ – (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. ચિત્તમાં સંવેદન શરૂ થાય, તેની વૃત્તિ ઊઠે, તે અંગે મનમાં તર્કવિતર્ક આદિ પ્રક્રિયા જાગે, તે બધાને અંતે નિર્ણય થાય, એટલે આપણને પૂરું સંપ્રજ્ઞાન થાય. આ રીતે કશે પણ પૂરે પ્રત્યય થતા સુધીમાં વૃત્તિની પેલી (ઉત્થાન-સમાધાન-શમન) ત્રણે દશાઓ થઈ રહે છે. જે આ પ્રક્રિયા કોઈ કારણે વચ્ચેથી અટકે, તો તે વૃત્તિ પૂરી પાકે નહિ; તેથી આપણને તે અંગે અજ્ઞાનની મૂછ જ અનુભવમાં આવવાની; અથવા તે એવું સંપ્રજ્ઞાન થાય કે, અમુક વૃત્તિ પૂરી પાકી નહિ, સંપ્રજ્ઞાન અધૂરું રહ્યું. * * આ પતે પણ એક " સંપ્રજ્ઞાન તો છે જ, એ વળી તુદી વાત. પણ મૂછ પણ હોઈ શકે. આ વાત ચર્ચવાનું આગળ ઉપર રાખી અહી આટલેથી અટકીએ. in Education in For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy