SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વેગ એટલે શું? નથી હોતી, તેના ચિત્તમાં એનું સંપ્રજ્ઞાન નથી; એક પ્રકારની પ્રકૃતિસિદ્ધ મૂઢતા કે મૂછ એને કહી શકાય. આ જ ચિત્ત-પ્રક્રિયા વડે આપણે આપણા પુરુષાર્થ પણ સાધી શકીએ છીએ. વૃત્તિનું ઉત્થાન, સમાધાન, અને શમન યા નિરોધ દ્વારા જ મનુષ્ય પોતાનાં કામ કરી શકે છે. તેમાંનું ઉત્થાન સામાન્યતઃ આપણે જોઈ શકીએ છીએ. તેનું સમાધાન અને શમન આપમેળે થાય છે, કેમ કે તે તેનું કુદરતી આગળનું પગલું છે; પણ તે સામાન્યતઃ પ્રતીત થતું નથી. પણ આપણા ગમા-અગમા, રાગ-દ્વેષ કે વાસના પ્રમાણે આપણામાં ઈચ્છાઓ કે સંકલપની વૃત્તિ જાગ્યા કરે છે, તે પ્રતીત થાય છે. - યોગ કહે છે કે, ચિત્તના આ ત્રણે ધમેને, સંપ્રજ્ઞાનપૂર્વક અને પુરુષાર્થથી, પોતાના પરમ જીવનસાફલ્યને અંગે કેમ વાપરવા, એ બતાવવાનું મારું કામ છે. ગશાસ્ત્રને ઉદ્દેશ એમાં રહેલો છે. ચિત્તના આ ત્રણે ધર્મો ખપના છે તેમને વિવેકપૂર્વક ઉપયોગ કરે, એ પુરુષાર્થ છે; બીજાં પ્રાણીની તુલનામાં ચિત્તરૂપી અદ્વિતીય એવું માનવ સાધન વાપરવાની જીવનકલા એમાં સમાયેલી છે. અને જે જીવનનો ઉદ્દેશ તે પ્રમાણે આ સાધન વાપરવાની કારીગરી ને વડત કે હથેટી નાજુક તથા સૂમ બને છે. સાથે સાથે તે બહુત્ર ને જટિલ તથા ઊંડાણવાળી પણ બને છે. અને ચિત્ત-સાધનની કુશાગ્રતા કે કાર્યશક્તિ પણ તે તે પ્રમાણમાં વધારે ને વધારે જરૂરની હોય છે. જાડું મોભિચું ઘડવા માટે વાંસલે કે કુહાડી પણ વૃત્તિ-વિચાર ચાલે; પરંતુ ફર્નિચરની નાજુક ચીજમાં એ ન ફાવે. ૨ પ્રમાણે સૂક્ષ્મમાં સુક્ષમ અને છતાં મોટામાં મોટે, દરમ દૂર છતાં નજીકમાં નજીક, એકમાત્ર અસ્તિત્વવાળે અને છતાં નેતિ–નેતિથી વર્ણવો પડતો, એ કહે છે આત્મ-પદાર્થ, તેને મેળવવા માટે આ યોગ-સાધન તેની સર્વોત્તમ કુશાગ્રતા માગે ને જીવનની છેલ્લી જટિલતામાંથી પારંગતતાને પ્રશ્ન સામે ધરે, એ ઉઘાડું છે. એટલે, પિતાના નિરૂપણમાં વેગ આ મોટામાં મોટી વસ્તુ સુધીનું ધ્યાન રાખે છે; તેથી તેમાં નાની બધી જીવનસિદ્ધિઓની બાબતો આપોઆપ આવી જાય છે. અને એક શાસ્ત્ર કે દર્શન તરીકે, આપણે અગાઉ એક વાર જોયું હતું તેમ, તે આવી વ્યાપક દષ્ટિ રાખીને પોતાનું અનુશાસન આપે છે. તેની શરૂઆત વૃત્તિની ચર્ચાથી શરૂ થાય છે તે સૂત્રો આ પ્રમાણે છે – वृत्तयः पञ्चतय्य: क्लिष्टाक्लिष्टा: ।। ५ ।। પ્રમાજ-વિર્ષ-faq-નિદ્રા-સમૃતયઃ || ૬ . હિમેશ ને પ્રતિક્ષણ પણ ઊઠડ્યા કરનારી, ને ચિત્ત ચિત્તે પાછી તે જુદી જુદી હોય,–આવી વૃત્તિઓની સંખ્યાનો તો થાહ ન હોઈ શકે. આકાશના તારાગણ કરતાંય તે કંઈ ગણી છે. તે બધીને સંયમમાં લાવીને નિરોધવાનું બીડું જે વેગ ઝડપે, તે તેણે વૃત્તિના વિજ્ઞાનમાં જવું જ જોઈએ. તે કેટલી છે, કેવી છે, શાથી ઊઠે છે, શું કામ Jain Education International For Private & Personal use only
SR No.004990
Book TitleYoga Etle Shu
Original Sutra AuthorN/A
AuthorMagan P Desai
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy