________________
યોગ અઠ્ઠલ શુ ?
ગ્
અહીંયાં ભેગાભેગી એક ખીજે ખ્યાલ પણ કરી લેવા જેવા છે. આપણે જોયું કે, દ્રષ્ટા વૃત્તિરૂપ તેમ જ સ્વરૂપ અને છે: વૃત્તિકાળે વૃત્તિરૂપ ને નિરૈધકાળે સ્વરૂપ. એટલે કે, એઉ વખતે તેને સંયોગ થાય છેઃ વૃત્તિકાળે વૃત્તિ સાથે અને નિરધકાળે સ્વરૂપ સાથે. વૃત્તિ સાથે દ્રષ્ટાના સરૂપ થવાના સચેાગકાળે ચિત્ત તે ક્ષણુ પૂરતું સમાધિ જેવી સમદશા કે, શાંત એકાગ્રતા ને તલ્લીનતામાં હેાય છે. એટલે વૃત્તિના ઉત્થાન અને નિરોધની પેઠે જ ચિત્ત આમ વચ્ચે સમાધિ જેવી સરૂપતા કે સમતાવાળુ પણ થયા કરે છે. આવી સમતા કે સારૂપ્ય પણ ચિત્તનેા સાવભૌમ ધમ જ થયા. યાગને આ અથ પણ કરાય છે— જોડાવું, સંચેાગ થવા તે. પર’તુ સાધનાને જે ચેગ જોઈએ તે નિરોધથી થતા જોઈએ; વૃત્તિકાળે થતા નહી'. તેથી યાગ નિરોધ એવા શાસ્ત્રીય અથ સ્વીકારાયા છે.
આ ઉપરથી આપણે એમ પણ વાદ કરી શકીએ કે, સંવેદન કે વૃત્તિનું ભાનમાત્ર તે તે ક્ષણે સહેજે થતી સમાધિનું ફળ છે. ચિત્તમાં વૃત્તિ ઊઠે છે, તે ખરેખર પૂણુતાએ પહોંચતાં દ્રષ્ટા તદાકાર અની વૃત્તિસારૂપ્યની સમાધિ પામે છે; એમ વૃત્તિનું કાર્ય પૂરું થતાં તે શમે છે ને ક્ષણ-નિરાધ જેવું બને છે, ત્યાં તેા પાછી બીજી વૃત્તિ ઊઠે છે. આમ ચિત્તનું કામ થયા કરે છે.
* ગીતાકાર સમત્વને યોગ કહે છે, ને રૂઢ સમજ એવી છે કે પ્રભુ સાથે સયાગ એટલે યોગ. આ અર્થા હવે આ ચર્ચાથી એકવાકય થઈ રહે છે.
Jain Education International
વૃત્તિ-વિચાર
૨૯
આટલાં સૂત્રેાથી ત્યારે ચિત્ત કેમ કામ કરે છે તે, ચાગનીપિરભાષામાં, એટલે કે, નિરાધને સમજવાની દૃષ્ટિએ આપણે સમજ્યા. યાગ એટલે ચિત્તવૃત્તિને નિરોધ; તે વખતે જીવાત્મા પેાતાના સ્વરૂપની અવસ્થામાં હોય છે; બીજે બધે વખતે તે વૃત્તિના સ્વરૂપની અવસ્થાને પામે છે. તે વૃત્તિનું સ્વરૂપ કઈ કઈ જાતનુ છે? જેને નિરોધ કરવા હાય તે છે શું, એ સમજ્યા વગર તે કેમ થાય ? એટલે હવે પછી યાગ-વિચાર તે તરફ વળે છે.
૧૨-૬-’૪૫
છ
વૃત્તિવિચાર
અત્યાર સુધીમાં આપણે જોયું કે, ચિત્તના પ્રકૃતિજ ધમ આ છે—ઉત્થાન, સરૂપતા-સમતા કે સમાધિ, અને છેવટે તેનું શમન કે ક્ષણિક નિરાધ; પુનઃ ઉત્થાન, તેના કારણરૂપ વૃત્તિ સાથે સારૂપ્સની પુનઃ સમતા કે સમાધિ, અને પુનઃ તેનું શમન કે વૃત્તિનેા ક્ષણ-નિરાધ. આમ ચિત્તનું કામ
જીવનભર ચાલ્યા કરે છે.
આ ત્રણે વસ્તુ કુદરતી છે. જીવ-માત્રને સહજ છે. એ જ્ઞાનપૂર્વક કે સમજપૂર્વક યા પુરુષાર્થથી થતી નથી; હૃદય કે પોપચાંના સ્નાયુની જેમ એક પ્રકારની અવશતાથી જ સ્વયં એ થયા કરે છે. એને અંગે જીવે ઇચ્છા કરવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org